રાજકોટમાં હવસખોરો કેવા વધ્યા જુઓ તો ખરા, કોલેજમાં વિદ્યાર્થીની હોંઠ પર હોંઠ ચડાવીને બેશરમ બની તો બીજી બાજુ રસ્તા પર થઇ ધોલાઈ જુઓ - Chel Chabilo Gujrati

રાજકોટમાં હવસખોરો કેવા વધ્યા જુઓ તો ખરા, કોલેજમાં વિદ્યાર્થીની હોંઠ પર હોંઠ ચડાવીને બેશરમ બની તો બીજી બાજુ રસ્તા પર થઇ ધોલાઈ જુઓ

ગુજરાતમાંથી ઘણીવાર યુવતિઓ અને મહિલાઓ સાથે છેડતીના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર જાહેરમાં જ કોઇ યુવક કે આધેડ દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવે છે. હાલમાં રાજકોટમાં એક રોમિયોને પરણિત મહિલાની છેડતી કરવી ભારે પડી છે. આ રોમિયોએ મહિલા પાસે મોબાઈલ નંબર માગ્યો હતો અને રોષે ભરાયેલી મહિલાએ બૂમાબૂ કરી મુકતા રિક્ષાચાલકે રિક્ષા રોકી અને આજુબાજુમાંથી લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદ આ રોમિયોને ઉપરા ઉપરી 20 તમાચા ઝીંકવામાં આવ્યા હતા. આ દરમિયાન રોમિયો ‘મને મારી નાખો’નું રટણ કરી રહ્યો હતો.

જો કે, આ વીડિયો કોઇએ બનાવી લીધો હતો અને તેને વાયરલ કરી દીધો હતો. હાલ તો આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ઘટનાની વિગત જોઇએ તો, રાજકોટના હુડકો ચોકડી નજીક મહિલાનો જાહેરમાં મોબાઇલ નંબર માગવો એક રોમિયોને ભારે પડ્યો છે. મહિલા જયારે ઉભી હતી ત્યારે તેની જ સોસાયટીમાં રહેતા એક પરિણીત રોમિયોએ તેનો નંબર માગવાનો પ્રયાસ કર્યો

અને આ વાતની જાણ મહિલાએ પોતાના પતિને કરતા તેના પતિ દ્વારા રિદ્ધિ સિદ્ધિ સોસાયટી શેરી નંબર એકમાં રમેશભાઈ મકવાણાના મકાનમાં ભાડે રહેતા રોમિયોની જાહેરમાં સરભરા કરવામાં આવી હતી. રોમિયોને માર મારવામાં આવતા આસપાસ લોકોના ટોળેટોળા એકઠા થઇ જવા પામ્યા હતા. મહિલાના પતિ દ્વારા રોમિયોનું નામ સરનામું સહિત વિગતો પૂછવામાં આવી હતી. રિક્ષામાં બેસાડીને રોમિયોને તેના ઘર પાસે પણ લઈ જવામાં આવ્યો હતો.

જો કે, જે વીડિયો વાયર થયો છે તેમાં રોમિયો બોલી રહ્યો છે કે મને મારા ઘરે ના લઈ જવા કરતાં તમે મને મારી નાખો. લોકોના મારથી રોમિયાએ કહ્યુ કે, મારુ ઘર અહીં નજીકમાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં છે અને હું ભાડે રહું છું. જો કે બાદમાં રોમિયો આજીજી કરવા લાગ્યો કે મને છોડી દો અથવા મારી નાખો. રોમિયો આવું એટલા માટે બોલી રહ્યો હતો કારણ કે જો તેના ઘરે ખબર પડે તો આબરૂના ધજાગરા થાય.

Live 247 Media

disabled