70 વર્ષના વૃદ્ધે આપી લગ્ન માટેની જાહેરાત, લગ્ન માટે મળી ગઈ રાની, પરંતુ પછી જે થયું તે હોશ ઉડાવી દેશે.. - Chel Chabilo Gujrati

70 વર્ષના વૃદ્ધે આપી લગ્ન માટેની જાહેરાત, લગ્ન માટે મળી ગઈ રાની, પરંતુ પછી જે થયું તે હોશ ઉડાવી દેશે..

70 વર્ષના ઘરડાની ‘એકલતા’ દૂર કરવા પતિએ 40 વર્ષની પત્નીને મોકલી, પછી જે કંઈ થયું તે ધ્રુજાવી દેશે

આજે વ્યક્તિને એકલા રહેવું નથી ગમતું, દરેક વ્યક્તિ સહારો શોધતો જોવા મળે છે અને એટલે જ મોટી ઉંમરના લોકો પણ એકલતાથી પીડાઈને લગ્ન કરવાનું વિચારે છે અને

આજે સંતાનો પણ પોતાના માતા-પિતા એકલા રહે એવું નથી ઇચ્છતા જેના કારણે તેમને અનુકૂળ કોઈ પાત્ર શોધીને આપતા પણ ઘણા કિસ્સા આપણે જોયા છે, પરંતુ શું દરેકને યોગ્ય પાત્ર મળે જ છે? આવી જ એક ઘટના ભોપાલમાં બનેલી જોવા મળી જેમાં એક 70 વર્ષના વૃદ્ધ દ્વારા લગ્નની જાહેરાત આપવામાં આવી અને

40 વર્ષની એક મહિલાએ લગ્ન માટે આ જાહેરાત જોઈને તૈયારી પણ બતાવી હતી, પરંતુ એક જ દિવસમાં વૃદ્ધના જીવન ઉપર પાણી ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ભોપાલમાં રહેતા એક 70 વર્ષનો વૃદ્ધ એકલતાથી પીડાઈ રહ્યો હતો તેને એક દીકરો પણ હતો પરંતુ તે બહાર રહેતો હોવાના કારણે વૃદ્ધને એકલતા વધુ સતાવતી હતી જેના કારણે તેને એક સમાચારપત્રમાં કેરટેકર માટેની જાહેરાત આપી હતી.

વૃદ્ધની જાહેરાત જોઈને એક વ્યક્તિએ ફોન કર્યો હતો જેમાં એક મહિલા તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર છે તેમ જણાવ્યું હતું, ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે મહિલાને બાળપણમાં ગાય દ્વારા પેટમાં શિંગડું મારવાના કારણે બાળક થઇ શકે તેમ નહોતું જેના કારણે તે હજુ સુધી કુંવારી છે. વૃદ્ધને પણ લાગ્યું કે લગ્ન માટે આ યોગ્ય વ્યક્તિ છે અને તેને લગ્ન માટે તૈયારી બતાવી હતી.

40 વર્ષની મહિલાએ વૃદ્ધ સાથે લગ્ન પણ કરી લીધા હતા પરંતુ લગ્નની રાત્રે જ તે મહિલાને ફોન આવ્યો કે તેની માતા બીમાર છે. પોતાની માતા બીમાર હોવાની વાત કરતા જ તેના પિયર જવાનું કહીને નીકળી અને ત્યાં જઈને પણ તેને ફોન કરી વૃદ્ધને જણાવ્યું હતું કે તેની માતાનું દેહાંત થયું છે જેના કારણે તે બધો વિધિ પૂર્ણ કરીને જ આવશે. અને તે માટે તેને 40 હજાર રૂપિયા પણ વૃદ્ધ પાસેથી લઇ લીધા.

જયારે વૃદ્ધ દ્વારા ઘરમાં તપાસ કરવામાં આવી ત્યારે તેને જોયું કે ઘરમાંથી સોનુ અને 50 હજાર રૂપિયા પણ ગાયબ છે જેના કારણે વૃદ્ધને પોતાની સાથે છેતરામણી થઈ હોવાનો ખ્યાલ આવવા લાગ્યો અને તેમને સીધી પોલીસને જાણ કરી. પોલીસે તપાસ કરતા સત્ય સામે આવ્યું, અને બંને આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં એમ પણ સામે આવ્યું કે તે મહિલાના પતિએ જ તેને આમ કરવા વિશે જણાવ્યું હતું, મહિલાનો પતિ સેનામાં હતો પરંતુ બીમારીના કારણે તેને નોકરી છોડી હતી સાથે જ તેને બે લગ્ન કર્યા હતા અને બંને પત્નીઓમાં ઝગડા ચાલતા હોવાના કારણે આ મહિલાને બીજે રહેવાનું કહ્યું અને એ સમયે જ સમાચારપત્રમાં જાહેરાત જોઈને તેમને આ વૃદ્ધને છેતરવાનું નક્કી કર્યું હતું.

 

Live 247 Media

disabled