વૉટ્સએપ ચેટ ડીલીટ થઇ જવાના કારણે ટેનશન થાય છે? તો ચિંતા ના કરો, આ રીતે કરી દો રિકવર - Chel Chabilo Gujrati

વૉટ્સએપ ચેટ ડીલીટ થઇ જવાના કારણે ટેનશન થાય છે? તો ચિંતા ના કરો, આ રીતે કરી દો રિકવર

આજે દુનિયાભરમાં વૉટ્સએપનું ચલણ ખુબ જ વધ્યું છે, દૂર વિદેશમાં રહેલા લોકો સાથે પણ કોઈપણ જાતના ખર્ચ વગર  મદદથી વિડીયો કોલ અને ચેટના માધ્યમથી આપણે વાતો કરી શકીએ છીએ. પરંતુ ઘણીવાર ભૂલથી અથવા તો જાણી જોઈને આપણે ચેટ ડીલીટ કરી દેતા હોય છે અને થોડીવાર પછી એમ પણ થાય કે એ ચેટ પાછી લાવવી છે ત્યારે તેના માટે આપણે રિકવરીના ઓપશન શોધતા હોઈએ છીએ, એ ના મળતા દુઃખી પણ થઇએ છીએ અને ટેનશનમાં પણ આવી જઈએ છીએ, પરંતુ હવે ચિંતા ના કરશો અમે તમને વૉટ્સએપ ચેટ રીકરવર કરવાના સરળ ઉપાયો જણાવીશું.

ગુગલ ડ્રાઈવ રિકવરી:
વોટ્સએપ પરથી તમારા ડિલીટે થઇ ગયેલા મેસેજ રિકવર કરવા માટે સૌથી પહેલાં તમારું ગુગલ ડ્રાઈવ પર બેકઅપ હોવું જરૂરી છે. જેમાં તમારે પોતાનું ગુગલ એકાઉન્ટ અને મોબાઈલ નંબર રજિસ્ટર કરાવવો પડે છે. જો તમે ગુગલ ડ્રાઈવને પોતાના રિકવર ઓપ્શન તરીકે પસંદ કરો છો તો ચેટ રિકવર કરવી તમારા માટે ખુબ જ સરળ બની જશે.

આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરી ડીલીટ ચેટ કરો રિકવર:

  1. આ રીત ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ કામ કરે છે. આઇઓએસ યુઝર્સ માટે નહીં.
  2. સૌથી પહેઅલ તમારા ફોનમાં ફાઈલ મેનેજર ઓપન કરો.
  3. અહીંયા વૉટ્સએપ ફોલ્ડરમાં જાઓ, અને પછી Database ઉપર ક્લિક કરો.
  4. આ ફોલ્ડરની અંદર વોટ્સએપની બધી જ ડેટા ફાઈલ રહે છે.
  5. msgstore.db.crypt12 નામની ફાઈલ ઉપર થોડીવાર પ્રેસ કરો અને નામને એડિટ કરી દો.
  6. નવું નામ msgstore_backup.db.crypt12 રાખી દો. આવું એટલા માટે કે તે નવી ફાઈલથી રિપ્લેસ ના થઇ જાય.
  7. હવે ગુગલ ડ્રાઈવમાં જાઓ અને તમારા વોટ્સએપ બેકઅપને ડીલીટ કરી દો.
  8. હવે વૉટ્સએપને અનઇન્સ્ટોલ કર્યા પછી ફરીવાર ઇન્સ્ટોલ કરો.
  9. ત્યારબાદ વૉટ્સએપ ચાલુ કરવા ઉપર તમને તે લોકલ સ્ટોરેજમાંથી બેકઅપ લેવા વિશે પૂછશે.
  10. અહીંયા msgstore_backup.db.crypt12 ફાઈલને સિલેક્ટ કર્યા બાદ Restore ઉપર ટેપ કરો.
  11. હવે તમને તમારા મેસેજ મળી જશે.

ગુગલ ડ્રાઈવ અને I Cloud દ્વારા

  1. આ રીતનો ઉપયોગ આઈફોન અને એન્ડ્રોઇડ બંને પ્રકારના યુઝર્સ કરી શકે છે.
  2. તમારા સ્માર્ટફોનથી વોટ્સએપ અનઇન્સ્ટોલ કર્યા બાદ ફરીથી ઇન્સ્ટોલ કરો.
  3. ત્યારબાદ વૉટ્સએપ ચાલુ કરવા ઉપર તે ગુગલ ડ્રાઈવ અથવા I Cloudથી બેકઅપ માંગશે.
  4. બેકઅપને રિસ્ટાર્ટ કરી લો.
  5. આખી ચેટની સાથે તમારા ડીલીટ થયેલા મેસેજ પણ પાછા આવી જશે.
Uma Thakor

disabled