પત્ની રીવાબા જાડેજા લડવાના છે ચૂંટણી ત્યારે પતિ રવિન્દ્ર જાડેજાએ પણ રચી લીધી છે રણનીતિ, શું ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પણ જોડાશે પ્રચારમાં ? જુઓ બાપુએ શું કહ્યું ? - Chel Chabilo Gujrati

પત્ની રીવાબા જાડેજા લડવાના છે ચૂંટણી ત્યારે પતિ રવિન્દ્ર જાડેજાએ પણ રચી લીધી છે રણનીતિ, શું ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પણ જોડાશે પ્રચારમાં ? જુઓ બાપુએ શું કહ્યું ?

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને  દરેક પક્ષની ટિકિટ પણ ફાળવાઈ ગઈ છે, જેના બાદ ટિકિટ મળેલા ઉમેદવાર દ્વારા ચૂંટણીનું ઉમેદવારી પત્ર પણ ભરી દેવામાં આવ્યા છે, ગુજરાતની આ ચૂંટણી ખુબ જ રસાકસી વાળી જોવા મળવાની છે. ત્યારે ભાજપ દ્વારા જામનગરની ઉત્તર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે અને તે પણ ચૂંટણી લડવાના છે.

રીવાબાની ચૂંટણી લડવામાં તેમના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ તેમના સમર્થનમાં છે. ગત રોજ જામનગર ખાતે  78 ઉત્તર અને 79 દક્ષિણ વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણીના કાર્યલાયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પણ હાજરી આપી હતી. જેમાં રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું હતું કે “રાજકીય મેચમાં રીવાબાએ હજુ ડેબ્યુ કર્યું છે, તેની રાજકીય કારકિર્દીની હજુ શરૂઆત છે, આ ફિલ્ડમાં હજુ તેને ઘણું શીખવાનું છે. હું આશા રાખુ છું કે તે બહુ પ્રગતિ કરે.”

રવિન્દ્ર જાડેજા ઉપરાંત આ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ અધ્યક્ષ આરસી ફળદુએ પણ હાજર રહ્યા હતા. આ પહેલા રવિન્દ્ર જાડેજાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પણ એક પોસ્ટ કરી હતી, જેમાં ફોર્મ ભરવા જતા સમયે માહોલને વિજય ઉત્સવ બનાવવા માટે જામનગર વાસીઓ અને તેમના ચાહકોને વિનંતી કરી હતી. જે વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો.

મીડિયા સાથે વાત કરતા રવિન્દ્ર જાડેજાએ રીવાબાને સમર્થન આપવા માટે ટિમ ઇન્ડિયાના ક્રિકેટરો સાથે પણ વાત કરવાનું જણાવ્યું હતું તેમને જણાવ્યું હતું કે મિત્રોને ફોન કર્યા છે. તમને જણાવી દઈએ કે રીવાબા જાડેજાનો પરિવાર પણ રાજકારણ સાથે જ જોડાયેલો છે. રીવાબા પણ સતત લોકસેવાના કર્યો કરે છે અને તેમના કાર્યોની ઝલક પણ તેઓ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે, તેમના પરિવાર કે ઘરમાં કોઈપણ શુભ પ્રસંગ હોય છે તે કોઈને કોઈ સેવાનું શુભ કાર્ય કરીને લોકોના દિલ જીતી લે છે.

Uma Thakor

disabled