ભારતના આ શહેરોમાં છે રેડલાઈટ એરિયા, લિસ્ટમાં મુંબઈ-દિલ્લી પણ છે શામિલ - Chel Chabilo Gujrati

ભારતના આ શહેરોમાં છે રેડલાઈટ એરિયા, લિસ્ટમાં મુંબઈ-દિલ્લી પણ છે શામિલ

કોલકાતાના સોનાગાછીમાં આવેલા રેડલાઈટ એરિયાને એશિયા અને ભારતનો સૌથી મોટો રેડલાઈટ એરિયા ગણવામાં આવે છે. પરંતુ આ ઉપરાંત પણ ભારતમાં ઘણાં રેડલાઈટ એરિયા છે. ક્યાં છે આ એરિયા? આજે અમે તમને જણાવીશું ભારતના આવા 8 રેડલાઈટ એરિયાઓ વિશે…

1. બુધવાર પેઠ, પૂણે:
અંદાજિત આંકડાઓ મુજબ અહીં આશરે 5 હજાર જેટલી વર્કર્સ કામ કરે છે. બુધવાર પેઠ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને પુસ્તકોના બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં જ સૌથી શ્રીમંત મંદિર દગડુશેઠના ગણપતિનું મંદિર પણ છે. 2015માં આવેલા એક રિપોર્ટ મુજબ અહીં 440 કોઠા છે અને 5 હજાર વર્કર્સ રહે છે.

2. જી.બી. રોડ, દિલ્હી:
સેન્ટ્રલ દિલ્હીમાં આવેલો આ રેડલાઈટ એરિયા પણ ખાસ્સો ફેમસ છે. આ એરિયામાં હાર્ડવેરની દુકાનો છે અને આ દુકાનોની ઉપર બનેલા મકાનોમાં વર્કર્સ રહે છે. વર્કર્સની અલગ-અલગ ઇમારતોને ખાસ નંબર આપવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ મનોરંજન માટે વર્કર્સની સાથે સાથે ગાનારાઓ પણ હોય છે.

3. શિવદાસપુર, વારાણસી:
જૂના જમાનામાં તવાયફ કલ્ચર માટે વારાણસીનું નામ લેવાતું હતું. હવે અહીં વર્કર્સની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે પરંતુ પહેલા તેની ગણતરી મુખ્ય રેડલાઈટ એરિયામાં થતી હતી. એક રિપોર્ટ મુજબ થોડાં વર્ષો પહેલાં સરકારના પ્રયાસોથી શિવદાસપુર ફર્સ્ટ ‘ચાઈલ્ડ પ્રોસ્ટિટ્યૂશન ફ્રી એરિયા’ બનવામાં સફળ રહ્યું છે.

4. સોનાગાછી, કોલકાતા:
આ એશિયાનો સૌથી મોટો રેડલાઈટ એરિયા છે. એક અનુમાન મુજબ હાલ અહીં 14 હજારથી વધારે યુવતીઓ આ કામ કરે છે. ભારતીય ઉપરાંત મોટી સંખ્યામાં નેપાળી અને બાંગ્લાદેશી મહિલાઓ પણ દેહવિક્રયનું કામ કરે છે. જેમાં ઘણી નાબાલિગ છોકરીઓનો પણ સમાવેશ થાય છે. કેટલાક ન્યૂઝ રિપોર્ટ આને હાઈ ક્રાઇમ રેટવાળો એરિયા પણ કહે છે. અહીના બાળકોના જીવન પર બનેલી ‘બોર્ન ઇન ટુ બ્રેથલ્સ’ નામની ડોક્યુમેન્ટરી બનાવી હતી, જેને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.

5. કમાઠીપુરા, મુંબઈ:
આમ તો વર્કરનું કામ ગેરકાયદેસર છે પણ મુંબઈ સહિત તમામ શહેરોમાં આ બિઝનેસ ચાલે છે. કમાઠીપુરાને મુંબઈનો સૌથી જૂનો અને એશિયાનો બે નંબરનો રેડલાઈટ એરિયા કહેવામાં આવે છે. પહેલા આ જગ્યાને લાલ બજાર કહેતા પણ હવે અહીં રહેતા વર્કર્સ (કમાઠી)ને લીધે આને કમાઠીપુરા નામ આપવામાં આવ્યું છે. આ વર્કર્સ મુંબઈમાં કંસ્ટ્રક્શનનું કામ પણ કરે છે. 1992માં અહીં કામ કરતા વર્કર્સની સંખ્યા 50 હજાર હતી, જે હવે વધીને 1600 થઈ ગઈ છે. સંખ્યા ઘટવાનું કારણ રહેવાની ઓછી જગ્યા છે. જગ્યાના અભાવે ઘણાં વર્કર્સ મહારાષ્ટ્રના બીજા ભાગોમાં જતાં રહ્યાં. બાકીના વર્ક્સ પણ અહીં ખરાબ હાલતમાં રહે છે.

6. મીરગંજ, અલ્હાબાદ:
કેટલાય રિપોર્ટ્સમાં અલ્હાબાદના આ રેડલાઈટ એરિયાને જબરદસ્તી વેશ્યાવૃત્તિ અને છોકરીના અવેધ ખરીદ-વેચાણ માટે બદનામ ગણાવે છે. અહીં લૂટફાટની ઘટનાઓ બનતી હોવાથી ઘણાં આ જગ્યાને વિઝિટર્સ માટે પણ જોખમી ગણાવે છે. જો કે આ જગ્યાને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના જન્મસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. અલ્હાબાદની હાઈકોર્ટમાં વકિલાત કરતા મોતીલાલ નહેરુ આ વિસ્તારમાં ઘર ભાડે લઈને રહેતા હતા.

7. ચતુર્ભુજ સ્થાન, મુઝફ્ફર નગર:
બિહારનો આ રેડલાઈટ એરિયા ઘણો જૂનો છે. જૂના જમાનામાં અહીં કામ કરતી છોકરીઓને શિવદાસી કહેતા હતા. અહીં એવા કેટલાક મંદીરો પણ છે જેની આસપાસ વર્કર યુવતીઓ રહે છે. થોડાં વર્ષો પહેલાં અહીંની એક વર્કરે મુઝફ્ફરનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલરની ચૂંટણી જીતી લીધી હતી.

8. ઇતવારી, નાગપુર:
નાગપુરમાં આવેલા આ રેડલાઈટ એરિયાને ગંગા-જમનાના નામે પણ ઓળખવામાં આવે છે. કેટલાક રિપોર્ટમાં તો આને વધી રહેલી ક્રિમિનલ એક્ટિવિટીઝવાળી જગ્યા પણ કહેવાય છે. અહીં સ્મગલિંગનું કામ પણ થાય છે. એક અંદાજ મુજબ 100 વર્ષ જૂના આ એરિયામાં 3 હજાર જેટલી યુવતીઓ દેહવિક્રયનું કામ કરે છે.

Uma Thakor

disabled