ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને કોમલ પંચાલના માથાફોડ લડાઈમાં ડ્રગ્સનું નામ ઉછળતાં જ માફિયાઓએ... - Chel Chabilo Gujrati

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને કોમલ પંચાલના માથાફોડ લડાઈમાં ડ્રગ્સનું નામ ઉછળતાં જ માફિયાઓએ…

સુરતની ટીકટોક ગર્લ કીર્તિ પટેલ અવાર નવાર સમાચારોમાં રહે છે. થોડા સમય પહેલા તે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી કોમલ પંચાલ પર જીવલેણ હુમલો કરવા બાબતે ચર્ચામાં આવી હતી. આ બાબતે સેટેલાઇટ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ત્યારે ફરિયાદ બાદ તે બંનેએ એકબીજા પર ડગનું સેવન કરતા હોવાના આક્ષેપ પણ કર્યા હતા. હાલ આ મામલો ડગ સુધી પહોંચતા ડગ માફિયાઓનું નામ બહાર ન આવે તે માટે તેઓએ આ બંને યુવતિઓ વચ્ચે સમાધાન કરાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ટિકટોક સ્ટાર તરીકે ઓળખાતી અને પોતાને સુરતની ડોન સમજતી કીર્તિ પટેલ અનેક કારણોસર ચર્ચામાં રહેતી હોય છે ત્યારે કીર્તિ પટેલ અને અમદાવાદના રાણીપમાં રહેતી અને બ્યુટી પાર્લર કોમલ પંચાલ વચ્ચે થોડા દિવસ પહેલા બબાલનો મામલો સામે આવ્યો હતો, જેમાં કર્ણાવતી ક્લબ પાસેના એક ટી સ્ટોલ પર મારામારી થઈ હતી. સુરત ટિકટોક સ્ટાર કીર્તિ વિરુદ્ધ આ મમાલે અમદાવાદની કોમલ પંચાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદની કોમલ પંચાલે તેના પર જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ફરિયાદ બાદ બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ છેડાયું હતું અને વીડિયો બનાવીને એકબીજા પર ડગના આરોપો લગાવ્યા હતા. આ ગંભીર આક્ષેપ બાદ અંતે ડગ માફિયાઓ પોતાનું નામ બહાર ન આવી જાય તેના ડરે બંને યુવતીઓ વચ્ચે સમાધાન કરાવવા મેદાને ઉતર્યા હતા.

હાલમાં જ કીર્તિએ સો.મીડિયામાં કોમલ સાથેની કેટલીક તસવીર અને વીડિયો શેર કર્યા હતા જેમાં આ બંને વચ્ચે સમાધાન થઇ ગયુ હોવાનું તે કહી રહી હતી. કીર્તિ પટેલે શેર કરેલ વીડિયોમાં બંને સાથે કેટલાક માથાભારે અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય તેવા વ્યક્તિઓ પણ જોવા મળી રહ્યાં છે. જેથી એવું લાગી રહ્યું છે કે પોતાના નામ બહાર ન આવે માટે ડગ  માફિયાઓએ બંન્ને યુવતી વચ્ચે સમાધાન કરીને ભીનું સંકેલી લીધું છે.

Live 247 Media

disabled