પત્ની રીવાબા જાડેજાના ચૂંટણી જીતતા જ પતિ રવિન્દ્ર જાડેજા પણ આવી ગયો ઉત્સાહમાં ઢોલીઓ આગળ જઈને કર્યો રૂપિયાનો વરસાદ, જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

પત્ની રીવાબા જાડેજાના ચૂંટણી જીતતા જ પતિ રવિન્દ્ર જાડેજા પણ આવી ગયો ઉત્સાહમાં ઢોલીઓ આગળ જઈને કર્યો રૂપિયાનો વરસાદ, જુઓ વીડિયો

પતિ ભારતીય ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર, પત્ની બની ગઈ MLA ગુજરાત, જુઓ કેવો હતો રવિન્દ્ર જાડેજાના ચહેરા પર પત્નીના જીતન ઉત્સાહ, વાયરલ થયો વીડિયો

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે 156 સીટો કબ્જે કરીને ભવ્ય વિજય મેળવ્યો. આ જીત ઇતિહાસના પાને નોંધાઈ ચુકી છે ત્યારે જીતેલા ઉમેદવારો પણ વિજય સરઘસ યોજીને પોતાના મત વિસ્તારમાં  આવ્યા અને તેમના મતદારોએ પણ તેમના પર ફૂલો વરસાવીને તેમને વધાવી લીધા હતા. ત્યારે જામનગરમાં પણ એવું જ નજારો જોવા મળ્યો.

જામનગરની ઉત્તર બેઠક પર ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા હતા અને ચૂંટણીમાં તેમનો પણ ભવ્ય વિજય થયો, જેના બાદ તેમના મત વિસ્તારમાં ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો હતો. રીવાબા સાથે રવિન્દ્ર જાડેજા પણ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયામાં પણ તેમની આ જીતની ઉજવણીના ઘણા બધા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. તો પત્ની રીવાબાની જીત થતા જ પતિ રવિન્દ્ર જાડેજા પણ ઉત્સાહમાં આવી ગયો હતો અને જાડેજાએ પોતાની ખુશી વ્યક્ત કરતા વિજય સરઘસમાં ઢોલ વગાડી રહેલા ઢોલીઓ પર ચલણી નોટોનો વરસાદ પણ કર્યો હતો.

રવિન્દ્ર જાડેજાએ પણ તેના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પત્નીના જીતની ખુશી વ્યક્ત કરી છે. રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથેની એક તસવીર શેર કરી છે. જેના પર તેમને પત્નીના ફોટો પર જ MLA ગુજરાત લખ્યું છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ પોસ્ટ સાથે એક સરસ મજાનું કેપશન પણ લખ્યું છે.

જાડેજાએ લખ્યું છે, “Hello MLA you truly deserve it. જામનગરની જનતાનો વિજય થયો છે. તમામ જનતાનો ખુબ ખુબ દીલથી આભાર માનુ છુ. જામનગરના કામો ખુબ સારા થાય એવી મા આશાપુરાને વિનંતી. જય માતાજી” ત્યારે હવે જાડેજાના ચાહકો પણ પત્નીની જીત પર તેમની પોસ્ટમાં કોમેન્ટ કરીને શુભકામનાઓ આપી રહ્યા છે

Uma Thakor

disabled