નાનકડા કપ કેક અને કર્મચારી સાથે રતન ટાટાએ મનાવ્યો પોતાનો 84મો જન્મદિવસ, સાદગી જોઇ દિલ હારી બેસશો

આ કોણ ટેણીયા જોડે દિગ્ગજ સાહેબ રતન ટાટા બર્થ ડે માનવી રહ્યા છે જોઈ લો … જાણીને ટેલેન્ટને સલામ કરવાનું મન થશે

વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક રતન ટાટા તેમના કામ માટે વિશ્વભરમાં જાણીતા છે. રતન ટાટાએ મંગળવારે 28 ડિસેમ્બર 2021ના ​​રોજ તેમનો 84મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમનો જન્મદિવસ મનાવતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રતન ટાટા ખુરશી પર બેસીને સામેના ટેબલ પર એક કપકેક કાપતા જોવા મળી રહ્યા છે. રતન ટાટાએ નાની કેક પર મીણબત્તી ફૂંકીને કેક કાપી. ત્યારે તેમની સામેના ટેબલ પર બેઠેલો યુવક રતન ટાટા પાસે આવે છે અને તેમના ખભા પર હાથ મૂકે છે. પછી તે નીચે બેસીને કપ કેકનો ટુકડો રતન ટાટાને ખવડાવે છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રતન ટાટાએ કપ કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ ઉજવણીમાં સૌથી મહત્વની વાત એ છે કે તેમણે પોતાનો જન્મદિવસ ખૂબ જ સાદગી સાથે ઉજવ્યો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પરંતુ આ વીડિયોમાં ઘણા લોકો વિચારી રહ્યા છે કે રતન ટાટા સાથે કેક કાપનાર આ યુવક કોણ છે ? તમને જાણીને નવાઈ લાગશે કે આ છોકરાને રતન ટાટા સાથે કોઈ પારિવારિક સંબંધ નથી. પરંતુ હજુ પણ નવાઈની વાત એ છે કે રતન ટાટાએ પોતાનો જન્મદિવસ કોની સાથે ઉજવ્યો. જો કે આ યુવકનું રતન ટાટા સાથે ખાસ કનેક્શન છે.

આપણા દેશના સૌથી મોટા દિગ્ગજ બિઝનેસમેન અને ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રતન તાતા પોતાનું પર્સનલ રોકાણ જે સ્ટાર્ટ અપમાં કરે છે તેની પાછળ એક 28 વર્ષીય યુવકનું મગજ કામ કરે છે. તેનું નામ શાંતનુ નાયડુ છે. શાંતાનુ ટાટાના પેટીએમ, ઓલા, સ્નેપડીલ જેવા 30થી વધુ સ્ટાર્ટઅપ્સના સંપૂર્ણ રોકાણનું સંચાલન કરે છે. તેમનું કામ રતન ટાટાને સ્ટાર્ટઅપમાં રોકાણ કરવામાં સહાયની સાથે એક્ઝિક્યુટિવ અસિસ્ટેંસ આપવાનું છે. આટલી નાની ઉંમરે તાતા સાથે જોડાવાની ખૂબ જ રસપ્રદ કહાની છે. શાંતનુ 2014 ટાટા એલેક્સીમાં ઓટોમોબાઈલ એન્જિનિયર તરીકે જોડાયો હતો.

વીડિયોમાં દેખાતા આ યુવકનું નામ શાંતનુ નાયડુ છે જે રતન ટાટાના ખભા પર હાથ મૂકીને કેક ખવડાવે છે. શાંતનુ રતન ટાટાના અંગત સચિવ છે. રતન ટાટા યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમના ભાષણો અને વાર્તાઓ સોશિયલ નેટવર્ક પર વાયરલ થાય છે. પરંતુ ઓછા લોકો જાણે છે કે 84 વર્ષની ઉંમરે એક યુવક રતન ટાટા સાથે પ્રાઈવેટ સેક્રેટરી તરીકે કામ કરે છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં રહેતા શાંતનુ નાયડુ એવા નસીબદાર યુવક છે, જેનાથી પ્રભાવિત થઈને રતન ટાટાએ પોતે ફોન કરીને કહ્યું કે તમે જે કરો છો તેનાથી હું ખૂબ જ પ્રભાવિત છું. શું તમે મારા આસિસ્ટન્ટ બનશો?

રતન ટાટા સાથે કામ કરી રહેલા શાંતનુએ હ્યુમન્સ ઓફ બોમ્બે નામના ફેસબુક પેજ પર પોતાની સક્સેસ સ્ટોરી લખી છે. આ પછી તે ચર્ચામાં આવ્યા હતા. શાંતનુ કહે છે કે 2014માં તેનું જીવન બદલાઈ ગયું. લગભગ પાંચ વર્ષ પહેલાં તેણે એક કૂતરાને રસ્તા પર અકસ્માતમાં મરતો જોયો હતો. શાંતનુ કુતરાને આ રીતે મરતા બચાવવા માટે વિચારવા લાગ્યો. શાંતનુને તેના ગળામાં કૂતરાઓ માટે કોલર બનાવવાનો વિચાર આવ્યો. એક ચમકતો કોલર જે ડ્રાઈવરો દૂરથી જોઈ શકે છે.

રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. રતન ટાટા 1990 થી 2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન હતા જ્યારે ઓક્ટોબર 2016 થી ફેબ્રુઆરી 2017 સુધી વચગાળાના ચેરમેન હતા. તેઓ ટાટા ગ્રુપના ચેરિટેબલ ટ્રસ્ટના વડા છે. રતન ટાટાના નેતૃત્વ હેઠળ, ટાટા જૂથે નવી ઊંચાઈઓને સ્પર્શી અને વૈશ્વિક સ્તરે તેની ક્ષમતા સાબિત કરી છે. શાંતનુ અગાઉ ટાટા એલેક્સી કંપનીમાં ઓટોમોબાઇલ ડિઝાઇન એન્જિનિઅર તરીકે નોકરી કરતો હતો. એક દિવસ તેણે રાતે ચીલઝડપે જઈ રહેલી ગાડીઓની અડફેટે આવતા કૂતરાઓનું  મૃત્યુ જોયું હતું. રાતે અંધારામાં દૂરથી કૂતરાઓ નજરે ન પડવાથી તે વાહનોની અડફેટે આવીને મૃત્યુ પામે છે. તેને જોઈને શાંતનુએ કૂતરાઓને ગળે પહેરાવી શકાય તેવો એક કોલર બનાવ્યો, જેને દૂરથી કારચાલક સરળતાથી જોઈ શકે છે. આ ઝુંબેશને મોટાપૉઝ (motapaws) નામ આપવામાં આવ્યું. તેને લીધે ઘણા કૂતરાઓના જીવ બચી ગયા.

disabled