લફરાબાજ પત્નીનું ઇલુ ઇલુ....પતિએ નેહાને બુમા બૂમ કરતા ગળાટુંપો દીધો, બિચારી બે વર્ષની બાળકી નોંધારી બની ગઈ - Chel Chabilo Gujrati

લફરાબાજ પત્નીનું ઇલુ ઇલુ….પતિએ નેહાને બુમા બૂમ કરતા ગળાટુંપો દીધો, બિચારી બે વર્ષની બાળકી નોંધારી બની ગઈ

રાજયમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યા અને હત્યાના ચકચારી કિસ્સા સામે આવી રહ્યા છે. ઘણા હત્યાના બનાવો તો એવા હોય છે, જેને સાંભળી જ રુવાંડા ઊભા થઇ જતા હોય છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઇમનો ગ્રાફ ઉપર જઇ રહ્યો છે. દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઇ રહ્યો છે. હાલ રાજકોટમાંથી ખૂબ જ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પતિએ તેની પત્નીની હત્યા કરી દીધી અને તે બાદ પોલિસ સ્ટેશનમાં ફોન કરી કહ્યુ કે, મેં મારી પત્નીની હત્યા કરી દીધી છે, કયાં હાજર થઉં.

ઘટનાની વિગત તપાસીએ તો, શૈલેષ પંચાસરા કે જે મનહરપુરમાં રહે છે તેની ઉંમર 25 વર્ષ છે, તેણે શુક્રવારના રોજ મધરાત્રિએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને કહ્યું હતું કે, ‘મારી પત્ની ચારિત્રહીન છે જેનાથી કંટાળી મેં તેની હત્યા કરી દીધી છે. તો કયા પોલીસ સ્ટેશનમાં હું હાજર થાઉં’ શૈલેષની આ વાત સાંભળીને પહેલી વાર તો કંટ્રોલ રૂમના સ્ટાફને લાગ્યું હતું કે, દારૂના નશામાં કોઈ વ્યક્તિ આવી રીતે ખોટો ફોન કરી ગેરમાર્ગે દોરો રહ્યો છે.

પોલીસે આ મામલે હકિકત જાણવા માટે સરનામું પૂછ્યુ ત્યારે શૈલેષએ ઘંટેશ્વર એસસારપી કેમ્પ પાસે પોલીસને મોક્લવાનું કહ્યું હતું. યુનિવર્સીટી પોલીસ સ્ટેશનનો કાફલો તે પોલીસને સામે ચાલ્યો હતો અને એસઆરપી કેમ્પ પાછળ અવાવરું સ્થળ પર લઇ જઈ તેની પત્ની નેહાકે જેની ઉંમર 22 વર્ષ છે તેની લાશ પોલીસને બતાવી હતી. આરોપી ડ્રાઇવિંગ કરે છે અને તેના પાંચ વર્ષ પહેલા તેની પત્ની નેહા સાથે લગ્ન થયા હતા તે બંનેને એક 2 વર્ષની દીકરી પણ છે. તે બંનેના છૂટાછેડા થઇ ગયા છે અને તે બાદ પણ નેહાને અનેક યુવક સાથે લફરાની શૈલેષને શંકા હતી, આ બાબતે તેણે નેહાના પિતા સાથે પણ વાત કરી હતી.

નેહાના મોબાઇલમાં કેટલાક યુવકોના ફોટો પણ હતા. નેહા તેની 2 વર્ષની દીકરીને બરોબર સાચવતી ન હતી જેને કારણે તેનું મગજ જતા તેને નેહાને મારી નાખવાનું વિચાર્યુ હતુ. પરંતુ તેને તક ન મળી. ત્યારે એક શુક્રવારના રોજ નેહાએ તેને સામેથી ફોન કર્યો અને બજરંગવાડી સુુધી મૂકી જવાનું કહ્યુ. ત્યારે તે બોલેરો લઇને ગયો અને ત્યાંથી તે સીધો જ તેને અટલ સરોવર પાસે લઇ ગયો હતો અને નીચે ઉતારી છરીથી તૂટી પડ્યો હતો. પરંતુ છરી તૂટી ગઇ હતી ત્યારે નેહાએ બૂમાબૂમ ચાલુ કરી અને તેણે ખભે રાખવાના ફાળીયાથી ગળો ટૂંપો દઇ તેને મારી નાંખી. નેહાની હત્યા કર્યા બાદ તેણે સામેથી જ પોલિસને ફોન કર્યો અને જાણ કરી હતી.

ઘટનામાં બન્યુ એવું કે, દશેરાની રાત્રે નેહાને તેના કૌટુંબિક માસીનો ફોન આવ્યો હતો અને તેમણે તબિયત સારી ન હોવાથી નેહાને ઘરે બોલાવી. તે બાદ નેહા તેના પિતાને માસીના ઘરે જવાનું કહી નીકળી ગઇ હતી. નેહા ત્યાં પહોંચી અને ત્યાર બાદ તેના પિતાએ તેને ફોન કર્યો પંરતુ તે પણ બંધ આવતો હતો. જેથી તેઓએ તેની શોધખોળ હાથ ધરી. આ બધા વચ્ચે અંતે યુનિવર્સિટી પોલિસનો ફોન આવ્યો અને તેમણે દીકરી નેહાના હત્યાના સમાચાર આપ્યા. દીકરીની લાશ જોઇ તો પરિવારના માથે તો આભ તૂટી પડ્યુુ હતુ.

Live 247 Media

disabled