ભલ ભલા એક્ટરને ટક્કર આપે છે રાજકોટનો રાજદીપસિંહ રીબડા, કાર કલેક્શન જોઇ આંખો ફાટી જશે - Chel Chabilo Gujrati

ભલ ભલા એક્ટરને ટક્કર આપે છે રાજકોટનો રાજદીપસિંહ રીબડા, કાર કલેક્શન જોઇ આંખો ફાટી જશે

23-24 વર્ષનો રાજદીરસિંહ રિબડા ટેક્નોલોજીથી કરી રહ્યો છે ગરીબોની મદદ, કાર કલેક્શન જોઇ આંખો ફાટી જશે

દેશના યુવાનો હંમેશા સજાગ રહ્યા છે અને માતૃભૂમિ માટે કંઈક કરવાની ભાવના તેમનામાં હંમેશા જોવા મળી છે. ગુજરાતના રાજકોટના રાજવી પરિવારમાંથી આવતા રાજદીપસિંહ રિબડા પણ એ છે જે સમાજ માટે કંઈક કરવા માંગે છે. રાજદીપ સિંહે ટેક્નોલોજીની મદદથી ગરીબોને મદદ કરવાનો રસ્તો વર્ષ 2019માં શોધી કાઢ્યો હતો. રાજદીપ સિંહ સોશિયલ મીડિયા પર રોયલ ફેમિલીના સભ્યોમાં સર્ચ કરાયેલ પ્રખ્યાત વ્યક્તિ છે. સોશિયલ વર્ક ઉપરાંત રાજદીપ સિંહને કાર અને ગેજેટ્સનો પણ ઘણો શોખ છે.

રાજદીપના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આનો અંદાજ લગાવી શકાય છે. તમને જણાવી દઈએ કે રાજદીપ સિંહના ફ્રેન્ડ સર્કલમાં બોલિવૂડના ઘણા સેલેબ્સના નામ સામેલ છે. એટલું જ નહીં રાજદીપના ગ્રુપમાં ઘણા પ્રખ્યાત બિઝનેસમેનના બાળકો પણ છે. ગરીબોની મદદ માટે હંમેશા તત્પર રહેતા રાજદીપ સિંહ લક્ઝરી લાઈફ નહીં પણ સાદગી પસંદ કરે છે. રાજદીપસિંહ પાસે ઘણુ મોટુ કાર કલેક્શન છે

અને આ વાત તમને તેમની સોશિયલ મીડિયાની તસવીરો પરથી ખબર પડશે. રાજકોટના સૌથી પ્રભાવશાળી રોયલ રાજપુતાના પરિવારોમાંથી એક રાજદીપસિંહ રિબડા યુવાનોમાં જાણીતું વ્યક્તિત્વ છે. તે માત્ર 21 વર્ષની વયે અનેક વૈભવી ફોર-વ્હીલરનો માલિક બની ગયા હતા. જેમાં Mustang, Range Rover, Porsche, Mercedes, BMW, રેંગલર, Audi અને અનેક સામેલ છે.

તે ઘણી વખત બોલિવૂડ સેલિબ્રિટી સાથે પણ જોવા મળે છે. રાજદીપસિંહ તેમની તમામ કાર નંબરો સિંગલ ડિજિટમાં ધરાવે છે, અને ભારતની બીજા નંબરની સૌથી મોટી બિડ સિંગલ ડિજિટ કાર નંબર પણ ધરાવે છે. તેઓ સ્કોડા કિયા મોટર્સ ઇસુઝુ શોરૂમ અને બાંધકામ અને ઓટોમોબાઇલની ઘણી વધુ કંપનીઓના માલિક પણ છે.

યુવા ઉદ્યોગસાહસિક ગુજરાતમાં વધુ ઘણા ઉદ્યોગોને આવરી લેવાની યોજના ધરાવે છે. ગુજરાતી ખબર અનુસાર, રાજદીપસિંહ રીબડાના પિતા અનિરુધસિંહ જાડેજા બિઝનેસ છે જયારે રાજદીપસિંહના દાદા મહીપતસિંહ જાડેજા ગુજરાત વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે.

Live 247 Media

disabled