આ વ્યક્તિના થઇ રહ્યા ન હતા લગ્ન તો લાખો રૂપિયા ખર્ચી કર્યો દુલ્હનનો જુગાડ, 15 દિવસ બાદ થઇ ગયો કાંડ - Chel Chabilo Gujrati

આ વ્યક્તિના થઇ રહ્યા ન હતા લગ્ન તો લાખો રૂપિયા ખર્ચી કર્યો દુલ્હનનો જુગાડ, 15 દિવસ બાદ થઇ ગયો કાંડ

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવતા રહે છે. લૂંટેરી દુલ્હનની ઘણી ગેંગ રાજય સહિત દેશભરમાં સક્રિય છે. તેઓ દ્વારા ઘણા યુવકોને લૂંટવાના કિસ્સાઓ પણ ઘણા વધતા જઇ રહ્યા છે, ત્યારે હાલ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ તેના માટે રૂપિયા 17 લાખ જેટલી મોટી રકમ ચૂકવી 23-24 વર્ષની કન્યાને ખરીદી હતી.  પરંતુ આ કન્યાએ લગ્નના 15 દિવસ બાદ જ તેનું રૂપ બતાવી દીધુ. રાજસ્થાનનો વધુ એક યુવક લૂંટારૂ દુલ્હનની જાળમાં ફસાઈ ગયો. લૂંટેરી દુલ્હનનો ભોગ બનનાર 25 વર્ષીય યુવક જાલોરનો રહેવાસી છે. તે 17 લાખની મોટી રકમ ચૂકવીને 23-24 વર્ષની કન્યા ખરીદી લાવ્યો હતો.

પરંતુ તે કન્યા 15 દિવસ પણ ટકી નહિ અને ભાગી ગઈ હતી. જે બાદ યુવકે પોલીસનો આશરો લીધો હતો. પોલીસે કન્યાની શોધખોળ શરૂ કરી હતી. જોકે હજુ સુધી તેનો કોઈ સુરાગ મળ્યો નથી, પરંતુ દલાલ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. હાલ તો પોલિસ દલાલની પૂછપરછ કરી રહી છે અને આ સાથે જ દુલ્હનની શોધમાં છે. પોલીસ અનુસાર આ મામલો લગભગ સાત મહિના જૂનો છે. જાલોર જિલ્લાના બગોડા પોલીસ સ્ટેશન વિસ્તારના જુની બાલીનો રહેવાસી યુવક લૂંટેરી દુલ્હનની જાળમાં ફસાઈ ગયો હતો. 2 જૂન, 2021ના ​​રોજ, જુની બાલીના રહેવાસી હરિસિંહ દ્વારા આ સંબંધમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો.

પોતાના રિપોર્ટમાં તેણે જણાવ્યું કે તેના લગ્ન ફેબ્રુઆરી 2021માં થયા હતા. લગ્ન કરાવવાના નામે એક દલાલે તેની પાસેથી 17 લાખ રૂપિયા લીધા હતા. લગ્નના 15 દિવસ બાદ દુલ્હન પિયર ગઈ હતી. પરંતુ તે પછી તે ક્યારેય પાછી ફરી નહીં. જ્યારે તેને દુલ્હન વિશે ખબર પડી તો સામે આવ્યું કે તે નકલી છે. યુવકની ફરિયાદના આધારે બગોડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરીને લગ્ન કરાવી પૈસા પડાવી લેવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.જાલોરના એસપીના નિર્દેશનમાં ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે મુખ્ય આરોપી દલાલ ઈન્દુભાઈની ધરપકડ કરી હતી.

પોલીસ અનુસાર આરોપી ઈન્દુભાઈ ઉર્ફે ઈન્દુજી ડ્રાઈવર છે. હાલ આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી કોર્ટ દ્વારા આરોપીને પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે, જેના કારણે પોલીસની કડક પૂછપરછ ચાલી રહી છે. તેની પાસે નકલી આધાર કાર્ડ મળ્યુ હતું. જણાવવામાં આવી રહ્યું છે કે દુલ્હનના ફેક આઈડીમાં તેનું નામ રાધા લખવામાં આવ્યું છે. હજુ સુધી પોલીસને લૂંટેરી દુલ્હનનો કોઈ સુરાગ મળ્યો નથી. પોલીસ દ્વારા ફોટાના આધારે તેના સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. ગયા વર્ષે 2 જૂને જુની બાલીના રહેવાસી હરિ સિંહે આ મામલે ફરિયાદ આપી હતી.

Live 247 Media

disabled