લિંગ પરિવર્તન કરાવીને રેલવે એન્જીનીયર રાજેશ માંથી બન્યો સોનિયા, કહ્યું નાની હતી ત્યારે મારુ યૌન શોષણ પણ... જાણો - Chel Chabilo Gujrati

લિંગ પરિવર્તન કરાવીને રેલવે એન્જીનીયર રાજેશ માંથી બન્યો સોનિયા, કહ્યું નાની હતી ત્યારે મારુ યૌન શોષણ પણ… જાણો

જબરદસ્તી લગ્ન થયા તો સબંધ ના બનતા ઘરવાળાએ કહ્યું તે અમારું નાક કપાવી દીધું

બરેલીમાં સ્ટેજ પર પર્ફોર્મન્સ આપીને ઘણા પુરસ્કાર જીતવા વાળી ટ્રાન્સવુમન સોનિયા પાંડે તે આ દિવસોમાં રેલવેમાં કામ કરે છે. સોનિયા આગામી વર્ષ સુધીમાં મુંબઈ આવવા ઈચ્છે છે અને પોતાના ડાન્સના હુનરને લોકો સમક્ષ લાવવા ઈચ્છે છે. જયારે બહેનના લગ્ન થયા ત્યારે મારા લગ્નની વાત ચાલુ થઇ હતી. તે સમયે પણ ખુલ્લેઆમ કહી ન શકી. ત્યારે તેણી લગ્નમાં રસ ન હોવાના સંકેતો આપતી હતી, પરંતુ તે સમજી શકતી ન હતી.

મેં લગ્ન તો કર્યા પણ શારીરિક સંબંધ બાંધ્યા હતા નહિ, કારણ કે મારામાં એવી કોઈ ફીલિંગ્સ હતી નહિ. મામલો વધી જતાં પરિવારજનોએ પૂછ્યું હતું તો મેં કહ્યું કે મારામાં છોકરીની ફીલિંગ્સ છે. આ સાંભળીને ઘરમાં ભારે હોબાળો મચી ગયો હતો.

જ્યાં લગ્ન થયાં હતાં તેઓએ મને ખૂબ જ જેમ તેમ કહેવા લાગ્યા હતા. આખરે એક વર્ષમાં છૂટાછેડા થઈ ગયા હતા. જ્યારે હું નાનો હતો ત્યારે મને છોકરીઓના કપડાં પહેરવાનો શોખ હતો. જ્યારે હું 12-13 વર્ષનો થયો ત્યારે મને સમજાયું કે મારો જન્મ ખોટા શરીરમાં થયો છું. મન છોકરીનું છે, પણ શરીર છોકરાનું છે. તે સમયે મને લાગવા માંડ્યું કે હું ટ્રૅપ્ડ છું.

પરંતુ મારા માતા-પિતા, મોટી બહેનો કે શિક્ષકને કહેવાની મારામાં હિંમત હતી નહિ કે હું અલગ છું. હું કથકમાં ગ્રેજ્યુએશન કરવાની સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ પણ છું. 2006માં મને રેલવેમાં નોકરી મળી. બાળપણમાં માતા-પિતા કહેતા કે તું છોકરી સાથે તેની રમત કેમ રમે છે? તું છોકરો છે, છોકરાઓ સાથે ક્રિકેટ રમ. આગળ વાત કરતા સોનિયાએ કહ્યું કે કોલેજનો સમય કદાચ મારો સૌથી ખરાબ હતો.

મારી પાસે જે ટેલેન્ટ હતું, તેને હું ક્યારેય બહાર કાઢી શકી નહીં. ડાન્સ પણ રૂમની અંદર કરતી હતી જેથી લોકો એવું ન કહે કે છોકરીઓ જેવો ડાન્સ કરે છે. મને એ દિવસો યાદ આવે છે ત્યારે બહુ ખરાબ લાગે છે સોનિયાએ આગળ કહ્યું કે બાળપણમાં મારું શારીરિક શોષણ પણ થયું હતું.  હું છઠ્ઠા-સાતમા ધોરણમાં હતી, જ્યારે મારા પિતા મને ટ્યુશન મોકલતા હતા, ત્યારે ટીચરે દોઢ વર્ષ સુધી મારું શારીરિક શોષણ કર્યું હતું.

તે મારા અંગોને પકડી રાખતો અને મને સ્પર્શ કરવા કહેતા હતા. ત્યારબાદ મેં શોધ કરી અને જાણવા મળ્યું કે હું એક ટ્રાન્સવુમન તરીકે જીવન જીવી શકું છું. જ્યારથી હું ટ્રાન્સવુમન બની છુ ત્યારથી તેને એક મહિલાની જેમ સન્માન મળવા લાગ્યું છે. હવે મને છોકરાઓ તરફથી પણ લગ્નની ઓફર આવે છે. કેટલાક લોકો એવા પણ હતા જેમણે મને સપોર્ટ કર્યો. મારી માતા દરેક સમયે મારી સાથે ઊભી હતી. તેણે કહ્યું કે તને જેમાં ખુશી મળે તે કર હું તારી સાથે છું.

Live 247 Media

disabled