વૉટ્સએપ પર મોકલવામાં આવતા હતા છોકરીઓના ફોટો, ફોન ઉપર નક્કી થતો ભાવ, આ રીતે થયો દેહવ્યાપાર કરતી ગેંગનો ખુલાસો - Chel Chabilo Gujrati

વૉટ્સએપ પર મોકલવામાં આવતા હતા છોકરીઓના ફોટો, ફોન ઉપર નક્કી થતો ભાવ, આ રીતે થયો દેહવ્યાપાર કરતી ગેંગનો ખુલાસો

વિદ્યાર્થીનીઓને રાત વીતાવવા રૂમમાં મોકલાતી અને રૂમમાંથી મળી આ ચોંકાવનારી વસ્તુઓ, જાણો

આપણા દેશમાં વ્યાપાર ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ ઘણી જગ્યાએ વ્યાપારના ધંધા ધમધમતા જોવા મળે છે. હાલાં જ ઉત્તરપ્રદેશના મહરગંજ જિલ્લામાં પોલીસે સોમવારે રાત્રે એક સોસાયટીના એક મકાનમાંથી વ્યાપાર કરતા બે પુરુષો અને ચાર મહિલાઓની ધરપકડ કરી છે. મંગળવારના રોજ બધાને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા આ લોકોની ધરપકડ બાદ મકાનની ઊંડાણથી તપાસ હાથ ધરી હતી. તો ઘણા જ ચોંકાવનારા રહસ્યો સામે આવ્યા હતા. મકાનના એક ઓરડાની અંદર મોટા પ્રમાણમાં શક્તિવર્ધક દવાઓ અને ઘણા એવા પ્રતિબંધિત સામાન મળી આવ્યો હતો. એટલું જ નહિ એ ઓરડામાંથી ઘણી જ વિદ્યાર્થીનીઓની તસવીરો પણ મળી આવી હતી. જેમાંથી કેટલીક સ્કૂલ યુનિફોર્મમાં પણ હતી.

ધરપકડ કરવામાં આવેલા લોકો પાસેથી મળેલી એક ડાયરીની અંદર તેમના ફોન નંબર પણ મળ્યા છે. હવે પોલીસ એ વાતની તપાસ કરવામાં લાગી ગઈ છે કે ઓછી ઉંમરની સ્કૂલમાં ભણતી છોકરીઓને આ કીચડમાં લાવનારું કોણ છે?

પોલીસની છાપેમારીમાં પકડાયેલા બંને પુરુષો બિહારના રહેવાસી છે. તે નગરમાં ફેરીનું કામ કરતા હતા. અને તે અહીંયા રાત્રે આ ધંધો ચલાવનારી આ મહિલાઓની સાથે જ રહેતા હતા. ધરપકડ કરવામાં આવેલી મહિલાઓમાંથી એક મહિલા છોકરીઓની વ્યવસ્થા કરતી હતી.

પહેલા વિદ્યાર્થિનીઓની તસવીરો વોટ્સએપ પર પસંદ કરવા માટે મોકલવામાં આવતી હતી અને ત્યારબાદ ઓરડામાં રાત વીતાવવા માટે ગ્રાહકોની સાથે મોકલી દેવામાં આવતી હતી. તેના માટેના ભાવતાલ પહેલાથી જ વૉટ્સએપ અને ફોન ઉપર નક્કી કરી દેવામાં આવતા હતા.

આ રેકેટને ચલાવનારી મહિલાને ત્યાં આવતા જતા લોકો ઉપર  નજર રાખવા માટે સોસાયટીના જ એક વ્યક્તીએ પોતાના ઘરની બહાર સીસીટીવી કેમેરા લગાવી દીધા. ત્યારબાદ બાજુના ઘરમાં આવતા જતા તમામ લોકોની તસવીરો કેમેરામાં કેદ થઇ જતી હતી.

આ ફૂટેજને જોયા બાદ જાણવા મળ્યું કે 32 મિનિટમાં 14 યુવતીઓ આવતી જતી દેખાઇ હતી. સોસાયટીમાં રોડની બાજુમાં ઉભી રહેતી હતી. જો કોઇ વિરોધ કરે તો ધંધો કરનારી મહિલા ઝઘડો કરવા લાગતી હતી. એકવાર એક વ્યક્તીની કારનો કાંચ પણ તોડી નાખવામાં આવ્યો હતો. મહિલાના આ કામથી લોકો હેરાન થઇ ગયા હતા. ઘણીવાર તો એવું પણ બનતું કે ગ્રાહકો બીજાના ઘરનો દરવાજો ખખડાવતા. જેને લઈને પણ સીસાયટીના લોકો હેરાન થતા. પોલીસની આ કાર્યવાહી બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

પોલીસ અધિક્ષક નિવેશ કટિયારે જણાવ્યું કે પકડાયેલા છ આરોપીઓ વિરુદ્ધ વ્યાપાર નિવારણ અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કરી જેલ મોકલી દેવામાં આવ્યા છે. તેમની પાસેથી આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, દવા, પાસબૂક, ત્રણ બાઇક વગેરે સામાન મળી આવ્યો છે.

Uma Thakor

disabled