દુનિયાના સૌથી નાના કદના બોડી બિલ્ડરે તેનાથી ઊંચી કન્યા સાથે ફર્યા લગ્નના સાત ફેરા, વરઘોડામાં ડીજે પર ચઢીને કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ વીડિયો અને તસવીરો - Chel Chabilo Gujrati

દુનિયાના સૌથી નાના કદના બોડી બિલ્ડરે તેનાથી ઊંચી કન્યા સાથે ફર્યા લગ્નના સાત ફેરા, વરઘોડામાં ડીજે પર ચઢીને કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ વીડિયો અને તસવીરો

પોતાની સપનાની રાજકુમારી સાથે લગ્નના બંધનમાં બંધાયો દુનિયાનો સૌથી નાના કદનો બોડી બિલ્ડર, જુઓ કેવી હતી લગ્નની ખુશી.. વાયરલ થયા વીડિયો

હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે ઘણા બધા લોકોના અનોખા લગ્નની ખબરો પણ સામે આવતી હોય છે. સામાન્ય માણસો સાથે ઘણા બધા સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાતા હોય છે. તો ઘણા એવા પણ લગ્ન હોય છે જે ચર્ચામાં પણ આવી જતા હોય છે. હાલ એવા જ એક લગ્નની ખબર સામે આવી છે.

ત્યારે હાલ વિશ્વના સૌથી નાના કદના બોડી બિલ્ડર મહારાષ્ટ્રના પ્રતિક વિઠ્ઠલ મોહિતે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. પ્રતિક 3 ફૂટ 4 ઇંચમાં વિશ્વનો સૌથી નાનો બોડી બિલ્ડર હોવાનો રેકોર્ડ ધરાવે છે. તેમની પત્ની જયાની હાઈટ 4 ફૂટ 2 ઈંચ છે. તેના લગ્નના દિવસે પ્રતિક ડીજેના સાઉન્ડ બોક્સની ઉપર ઉભા રહીને ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

પ્રતીકનો  ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો અને તેના ફોલોઅર્સે તેને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. પ્રતીકે 10 વર્ષ પહેલા બોડી બિલ્ડીંગની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેણે 2016માં બોડી બિલ્ડીંગ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો હતો. ઓછી ઉંચાઈના કારણે તેને ઘણા મશીનો અને જીમના સાધનો ઉપાડવામાં તકલીફ થાય છે, તેમ છતાં તેણે હાર ન માની અને સખત મહેનત કરીને શરીર બનાવ્યું.

2021 માં “વિશ્વમાં સૌથી વધુ બોડી બિલ્ડર (પુરુષ)” નો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ જીતનાર પ્રતીકે તેના લગ્નમાં આનંદમાં નાચ્યો હતો. પ્રતિકના લગ્ન માર્ચની શરૂઆતમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં મહારાષ્ટ્રીયન શૈલીમાં હિન્દુ વિધિથી થયા હતા.

28 વર્ષીય બોડી બિલ્ડર પ્રતીકને ચાર વર્ષ પહેલા તેની પાર્ટનર 22 વર્ષીય જયાને મળ્યો હતો અને પછી બંનેએ સગાઈ કરી લીધી હતી. જયા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર પણ છે, તે તેના ફિટનેસ વીડિયો પોસ્ટ કરે છે.  ઈન્સ્ટા પર પ્રતીકના 2 લાખથી વધુ ફોલોઅર્સ છે.

પ્રતીકના તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેણે અહીં તેના લગ્નના ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા છે. એક જગ્યાએ તે પોતાના સરઘસમાં જોરદાર નાચતો જોવા મળે છે. 28 વર્ષીય પ્રતીક થોડા વર્ષો પહેલા જયાને મળ્યો હતો અને બંને પ્રેમમાં પડ્યા હતા. પરિવારની સંમતિ બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.

Uma Thakor

disabled