વડોદરાની યુવતીએ દિલ્લીના ડોક્ટરને પરણી, સુહાગરાત્રે પત્ની તૈયાર થઇ ગઈ તો પતિ ના ના કરતો, સત્ય સામે આવતા જ હચમચી ઉઠી ગુજરાતી યુવતી - Chel Chabilo Gujrati

વડોદરાની યુવતીએ દિલ્લીના ડોક્ટરને પરણી, સુહાગરાત્રે પત્ની તૈયાર થઇ ગઈ તો પતિ ના ના કરતો, સત્ય સામે આવતા જ હચમચી ઉઠી ગુજરાતી યુવતી

ગુજરાતમાંથી અવાર નવાર પતિ-પત્ની વચ્ચેના સંબંધોને લઇને અનેક કિસ્સાઓ સામે આવે છે. જેમાં ઘણીવાર અવૈદ્ય સંબંધ, દહેજ, ઘરકંકાસ અને છેતરપિંડી કે પછી માનસિક ત્રાસ મુખ્ય કારણ હોય છે. પરંતુ હાલમાં જે વડોદરામાંથી કિસ્સો સામે આવ્યો છે, તે ઘણો જ ચોંકાવનારો છે.

વડોદરાના જુના પાદરા રોડ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પ્રથમ પતિના મોત બાદ લગ્નની સાઇટ દ્વારા દિલ્હીના ડોક્ટર સાથે લગ્ન કર્યાં પરંતુ લગ્નના 6 વર્ષ બાદ યુવતીને ખબર પડી કે તેનો પતિ પુરૂષ નહીં પરંતુ ચેન્જ કરાવીને સ્ત્રીમાંથી પુરુષ બનેલો છે. તે છે તો હકીકતમાં સ્ત્રી જ. મહિલાએ જેને પુરુષ સમજીને લગ્ન કર્યા તેની હકિકત જાણી તો મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

 

વડોદરા ગોત્રી પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે અને એવો આક્ષેપ કર્યો છે કે, સ્ત્રીમાંથી પુરુષ બનીને પતિ બનેલો વ્યક્તિ કેન્દ્રીય આરોગ્ય મંત્રીનો સાવકો પુત્ર હોવાની ઓળખ આપી ધમકી આપતો હતો. યુવતીએ દિલ્હીના ટ્રાન્સજેન્ડર પતિ સામે સઅલ હેરેસમેન્ટની ફરિયાદ નોંધાવી છે.

સ્ત્રીમાંથી પુરુષ બની ફાઈવ સ્ટાર હોટલમાં લગ્ન કર્યા.મહિલાએ પતિના મૃત્યુ પછી પુત્રીના ભવિષ્ય માટે બીજા લગ્ન કર્યા અને પતિ ટ્રાન્સજેન્ડર નીકળ્યો. મેટ્રિમોનિયલ સાઇટ ઉપર મહિલાએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને આ સાઇટ દ્વારા તે દિલ્હીના ડોક્ટર સાથે પરિચયમાં આવી

અને વર્ષ 2014માં બંનેએ પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ સમયે તેણે કેન્દ્રીય મંત્રીનો સાવકો પુત્ર હોવાનું જણાવ્યું હતું. આરોપીએ લિંગ પરિવર્તનનું ઓપરેશન કરાવ્યું હતું અને તે સ્ત્રીમાંથી પુરુષ બન્યો હતો. આ વાત તેણે પીડિતાથી છૂપાવીને રાખી હતી.

પીડિતાએ આ અંગે ડૉક્ટર સામે અકુદરતી સંબંધ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો પતિ અગાઉ એક મહિલા હતો. પતિ ઉપરાંત પીડિતાએ તેના સાસરિયા સામે પણ ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યુ કે, તે અગાઉ પરણેલી હતી અને તેની 14 વર્ષની દીકરી પણ છે,

આ પછી તે દિલ્હીમાં રહેતા આરોપીને મેટ્રીમોનીયલ સાઈટ દ્વારા 9 વર્ષ પહેલા મળી હતી. મહિલાના પહેલા પતિનું વર્ષ 2011માં રોડ અકસ્માતમાં મોત થયુ હતું અને તેના 2014માં ડોક્ટર સાથે પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન થયા હતા. આ પછી તેઓ કાશ્મીર હનીમૂન પર પણ ગયા હતા. પરંતુ બન્ને વચ્ચે સંબંધ નહોતા બંધાયા અને તેનો પતિ પણ શરીર સંબંધ બાંધવાનું ટાળતો હતો. જો કે આ પછી પત્નીના ભારે દબાણ બાદ તેણે જણાવ્યું કે તે થોડા વર્ષો પહેલા રશિયામાં હતો ત્યારે તેનો અકસ્માત થયો હતો

અને જેના કારણે તે સંબંધ બાંધવા માટે સક્ષમ નથી. જો કે, તેણે એવું કહ્યુ હતુ કે, સામાન્ય સર્જરી પછી બધું સારું થઈ જશે. જાન્યુઆરી 2020માં તેણે રાધિકાને કહ્યું હતું કે તેની વજન ઉતારવા માટેની બેરિયાટીક સર્જરી થવાની છે અને તેના માટે તેણે કોલકાતા જવું પડશે. જોકે, આ પછી તેણે રહસ્ય ખોલ્યું અને જણાવ્યું કે તે બેરિયાટીક સર્જરી માટે નહીં પરંતુ મેલ ઓર્ગન (પુરુષની ઇંદ્રિય)નું ઓપરેશન કરાવવા માટે ગયો હતો, તેને વધુ વિગત જણાવી નહોતી. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી અનુસાર ડોક્ટર એક દિવસ દિલ્હીની વર્કર સાથે ગયો હતો

અને છોકરીઓને તેની ગેરહાજરીમાં ઘરે પણ લાવતો હતો. આ બાબતે તેનો ઝઘડો પણ થયો હતો. તેણે એ જ સોસાયટીમાં છોકરીઓ માટે ઘર ભાડે રાખ્યું હતું જેમાં તેઓ રહેતા હતા અને આરોપીએ પીડિતાના નામે 90 લાખની લોન પણ લીધી હતી. જેના હપ્તા પણ તે ભરતો નથી. આ ઉપરાંત તે પીડિતાની પુત્રીનો ખર્ચ પણ નથી ઉપાડતો.

Live 247 Media

disabled