સુરતમાં ક્રિકેટ રમતા રમતા યુવક પોતાના ઘરે ગયો પાણી પીવા માટે, થોડીવાર પછી ફાંસીના ફંદે લટકતી મળી તેની લાશ, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના - Chel Chabilo Gujrati

સુરતમાં ક્રિકેટ રમતા રમતા યુવક પોતાના ઘરે ગયો પાણી પીવા માટે, થોડીવાર પછી ફાંસીના ફંદે લટકતી મળી તેની લાશ, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

બપોરના સમયે ક્રિકેટ રમતા રમતા ઘરે પાણી પીવા આવ્યો અને રસોડામાં જ પંખાના હુક સાથે બહેનનો દુપટ્ટો બાંધીને 23 વર્ષનો યુવાન લટકી ગયો, નાના ભાઈએ લાશ જોઈ અને….

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધાં મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો કોઈ અગમ્ય કારણ સર આપઘાત જેવા પગલાં ભરે છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતા હોય છે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. ત્યારે સુરતમાંથી એક એવો જ મામલો હાલ સામે આવ્યો છે.

સુરતમાં આવેલા અડાજણ વિસ્તારની અંદર એક યુવકે ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક લોકોમાં ચકચારી મચી જવા પામી હતી. ત્યારે હઘટનાની જાણ થતા જ અડાજણ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે અકસ્માતે ગુન્હો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર 23 વર્ષીય અજયકુમાર કિરણભાઈ રાઠોડ ગત રોજ તેના ઘર પાસે જ બપોરના સમયે કરીએક્ત રમી રહ્યો હતો. ત્યારે તેને તરસ લાગતા તે ઘરે પાણી પીવા માટે જવાનું કહીને ત્યાંથી નીકળ્યો. આ દરમિયાન તેને ઘરે જઈને ફાંસો ખાઈ લીધો હતો. જયારે તેનો નાનો ભાઈ ઘરે આવ્યો ત્યારે તેને ફાંસીના ફંદે લટકતો જોઈને બૂમો પાડવા લાગ્યા અને આ ઘટના સામે આવી હતી.

મૃતક યુવક વાડીમાં કેટરિંગના કામ સાથે સંકળાયેલો હતો. તેનો એક નાનો ભાઈ અને બહેન પણ છે. તેને ઘરના રસોડામાં જ લગાવવામાં આવેલા પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. યુવકે આ આ પઘટ જેવું ગંભીર પગલું કેમ ઉઠાવ્યું તેના વિશેની કોઈ માહિતી હજુ સામે નથી આવી, પરંતુ યુવકના મોત બાદ પરિવારમાં પણ આક્રંદ છવાઈ ગયો છે.

Uma Thakor

disabled