આ પેંગ્વિન દર વર્ષે 8 હજારથી વધારે કિલોમીટર પાણીમાં તરીને આવે છે આ વ્યક્તિને મળવા, માણસ-પ્રાણીનું ચોંકાવનારું કનેક્શન - Chel Chabilo Gujrati

આ પેંગ્વિન દર વર્ષે 8 હજારથી વધારે કિલોમીટર પાણીમાં તરીને આવે છે આ વ્યક્તિને મળવા, માણસ-પ્રાણીનું ચોંકાવનારું કનેક્શન

જંગલના પ્રાણીઓ અને માણસોની મૈત્રીની વાતો તો તમે સાંભળી હશે પણ ગ્લેશિયર્સમાં રહેતા કોઈ જીવ સાથે મૈત્રીની વાત તમે સાંભળી છે. બ્રાઝિલના 71 વર્ષના જોઆઓ પરેરા ડિસૂજા અને આ પેંગ્વિનની ફ્રેન્ડશિપ દુર્લભ મૈત્રીનું ઉદાહરણ છે. આ પેંગ્વિન દરવર્ષે 8 હજારથી વધારે કિમીનું અંતર તરીને આ વડિલને મળવા આવે છે.

થોડાં વર્ષો પહેલાં વર્ષના જોઆઓ પરેરા ડિસૂજા, રિયો ડી જનેરિયા પાસેના એક ટાપૂ પર રહીને મિસ્ત્રીનું કામ કરતાં હતા. ક્યારેક- ક્યારેક તે માછલીઓ પકડીને પણ પૈસા ઊભા કરતાં હતા. તેઓ કહે છે કે 2011માં એ માછલીઓ પકડવા કિનારે પહોચ્યા ત્યારે એમણે ડુંગરોમાં ફસાયેલું પેંગ્વિનનું નાનુ બચ્ચુ જોયું.

તેના આખા શરીરે તેલ લાગેલું હતુ અને એવો બેબાકળો લાગતો હતો જાણે ભૂખથી મરવાની તૈયારીમાં હોય. જોઆઓ એને પોતાની સાથે ઘરે લઈ આવ્યાં અને એને ડિનડિમ નામ આપ્યું. એ એકદમ સાજો ના થઈ જાય ત્યાં સુધી એને પોતાની સાથે જ રાખ્યો. જો કે એના શરીર પર (ફેધર્સમાં) ચોંટેલા ડામરને કાઢવામાં અઠવાડિયાનો સમય લાગ્યો. જ્યારે એમને લાગ્યું કે પેંગ્વિન જૂના માહોલમાં રહી શકે એમ છે ત્યારે એને લહેરોમાં મૂકી આવ્યાં.

પરંતુ થોડા મહિના પછી પેંગ્વિન ફરી એ ટાપૂ પર પાછો આવ્યો જ્યાં એમની મુલાકાત થઈ હતી. ડિનમિન જોઆઓ સાથે એમની સાથે ઘરે ગયો અને એમની સાથે રહેવા લાગ્યો. હવે તો એ દરવર્ષે 8 મહિના આમની સાથે રહે છે અને બાકીના મહિના બ્રીડિંગ માટે આર્જેન્ટિના પોતાના પરિવાર પાસે જાય છે.

એ પછી ફરી પરિવાર અને સાથીઓને છોડીને સમુદ્રમાં હજારો કિમીનો પ્રવાસ કરીને જોઆઓ પાસે આવી જાય છે. જોઆઓ કહે છે હવે હું પણ એને મારા બાળકની જેમ પ્રેમ કરવા લાગ્યો છું. મને લાગે છે કે એના મનમાં પણ મારા માટે આવી જ ભાવના છે.

Uma Thakor

disabled