'કિસી સે ડરને કા નહીં, ના પુલિસ સે, ના MLA સે'... રાજકોટની કુખ્યાત ડ્રગ પેડલરનો બંદૂક સાથેનો વીડિયો થયો વાયરલ - Chel Chabilo Gujrati

‘કિસી સે ડરને કા નહીં, ના પુલિસ સે, ના MLA સે’… રાજકોટની કુખ્યાત ડ્રગ પેડલરનો બંદૂક સાથેનો વીડિયો થયો વાયરલ

રાજકોટના ડગ પેડલકોમાં સુધા ધામેલિયાનું નામ મોખરે છે. તેના ત્રાસથી ગઇકાલના રોજ જ એક યુવકે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યુ હતુ. તેનું નામ ઘણીવાર અનડીપીએસના ગુનામા પણ આવ્યુ છે. તેના વિરૂદ્ધ ઘણા કેસો ચાલી રહ્યા છે. તેના પર રાજકોટના યુનિવર્સિટી પોલિસ સ્ટેશનમાં આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. સુધા પર યુવાનોને ડગના બંધાણી બનાવવાનો અને પછી તેમને પેડલર બનાવવાનો આરોપ છે. થોડા સમય પહેલા એક ક્રિકેટરની માતાએ સુધા પર ઘણા આક્ષેપો કર્યા હતા અને આ પછી સમગ્ર વિગતો બહાર આવી હતી.

હવે આ બધા વચ્ચે સુધા ધામેલિયાનો એક વિવાદિત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જે ડાયલોગ છે તે ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં સુધાની બંદૂક સાથેની કેટલીક તસવીરો છે અને પાછળ બેકગ્રાઉન્ડમાંએવો ડાયલોગ ચાલી રહ્યો છે કે, ઈજ્જત સે જીને કા,કિસી સે નહીં ડરને કા…ન પુલીસ સે…ન ગુંડો સે..ન MLA સે, ન મંત્રી સે..’ હાલ આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તમને જણાવી દઇએ કે,

રાજકોટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં એટલે કે રૈયાધાર અને જંગલેશ્વર વિસ્તારમાં માદક પદાર્થનું વેચાણ થવા બાબતે સુધાનું નામ સામે આવ્યુ હતુ.ત્યારે ગત વર્ષે 28 જૂનના રોજ પોલિસે ફિલ્મી ઢબે સુધાનો પીછો કર્યો હતો અને તેને પકડી પાડી કાર્યવાહી હાથ દરી હતી, રંતુ તેને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા હતા અને તે બાદ તેણે ફરી માદક પદાર્થોનો ધંધો શરૂ કર્યો હતો, તેવો આક્ષેપ પણ તેના પર થયો હતો.  હાલમાં જ એક યુવક કે જેેનું નામ જય રાઠોડ છે તેને આત્મહત્યા માટે સુધાએ મજબૂર કર્યો હતો.

ત્યારે આ મામલે ગુનો નોંધાતા જ સુધાની શોધખોળ કરવામાં આવી રહી છે. સુધાનો ગુનાહિત ઇતિહાસ જોઇએ તો, વર્ષ 2014થી તે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે અને તેવું પોલિસ ચોપડે નોંધાયુ છે.તેના વિરૂદ્ધ પ્રથમ વાર રાજકોટના પ્રદ્યુમન નગર પોલિસ સ્ટેશનમાં વર્ષ 2014માં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પછી વર્ષ 2019માં યુનિવર્સિટી પોલિસ સ્ટેશનમાં જુગારધારાની કમલ હેઠળ નોંધવામાં આવ્યો હતો.

અને છેલ્લે વર્ષ 2021માં તેના વિરૂદ્ધ યુનિવર્સિટી પોલિસ દ્વારા પ્રોહિબિશન એક્ટ અંતર્ગત કેસ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ પોલિસ દ્વારા પણ તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.રાજકોટ પોલિસ દ્વારા છેલ્લા લગભગ ત્રણેક વર્ષ દરમિયાન ગુજરાતમાં 73 એનડીપીએસના ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે અને તેમાં 128 જેટલા આરોપી પાસેથી 2,4600,000 જેટલો મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં ગાંજો, કોકેઇન, એમડી ડગ અને ચરસ સહિત એમ્ફેટેમાઇનનો સમાવેશ થાય છે.

Live 247 Media

disabled