પંચમહાલઃ 44 વર્ષનો લંપટ શિક્ષક 16 વર્ષની શિષ્યને ભગાડી ગયો, મેસેજો વાંચી માતાનું હૈયું ફાટ્યું! સ્ક્રીન લોક ખોલતા જ એવું દેખાયું કે.... - Chel Chabilo Gujrati

પંચમહાલઃ 44 વર્ષનો લંપટ શિક્ષક 16 વર્ષની શિષ્યને ભગાડી ગયો, મેસેજો વાંચી માતાનું હૈયું ફાટ્યું! સ્ક્રીન લોક ખોલતા જ એવું દેખાયું કે….

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ, યુવતિઓ અને સગીરા સાથે અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે કેટલાક એવા કિસ્સા સામે આવે છે, જે સાંભળી આપણે પણ ચોંકી ઉઠીએ છીએ. તમે કોઇવાર સાંભળ્યુ હશે કે કોઇ ટીચર અને તેના સ્ટુડન્ટને પ્રેમ થતા તેઓ ભાગીને લગ્ન કરી લે છે. હાલમાં પંચમહાલમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જે શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. જે બાદ આ શિક્ષકની ચારેકોર થૂ થૂ થઈ રહી છે. પંચમહાલના શહેરામાં એક સ્કૂલનો 44 વર્ષનો શિક્ષક ધોરણ 12માં ભણતી 16 વર્ષની વિદ્યાર્થિનીને ભગાડી ગયો છે.

પોતાની જ સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થિની સાથે આ કામ કરતા સ્કૂલની પણ ફજેતી થઈ છે. શહેરાના ગ્રામ્ય વિસ્તારમાંની ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને તેની હાઈસ્કૂલના જ શિક્ષક દ્વારા તેનું શોષણ અને લગ્નના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ સગીરાની માતા દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં કરાયેલ ઉલ્લેખ મુજબ ત્રણ મહિના પહેલા પોતાની સગીરવયની દીકરીના મોબાઈલમાં કેટલાક મેસેજ જોઈ તેની માતા અચરજ પામી ગઈ હતી. આ મેસેજ હાઈસ્કૂલના શિક્ષક નિમેષ પટેલના હતા,

જે મૂળ મહીસાગરના કડાણાના મલેકપુર ગામનો વતની છે અને હાલ ગોધરાનો હોવાનું જણાય આવ્યુ હતુ. આ બાબતને લઇને માતાએ પોતાની દીકરી અને શિક્ષક નિમેશને ટકોર પણ કરી હતી. ત્યારે થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યુ પણ અન્ય વિદ્યાર્થીઓ થકી જાણવા મળ્યું કે શિક્ષકના હજી પણ સગીરા સાથે સંબંધો ચાલુ જ છે. ત્યારે 11 સપ્ટેમ્બરના રોજ સગીરાની માતા અને ઘરના અન્ય સભ્યો રાત્રિનો નિત્યક્રમ પતાવી સુઈ ગયા હતા ત્યારે મળસ્કે સગીરાની માતાએ પથારીમાં જોતા સગીરા જોવા મળી નહિ, જે બાદ તેમણે સગીરાના પિતાને જગાડી જાણ કરી અને પછી તેઓએ ગામમાં આજુબાજુ તપાસ કરાવી હતી,

પણ તેઓની પુત્રી મળી આવી નહિ. તે બાદ માતાને શિક્ષક પર શંકા જતા તેના ગોધરા સ્થિત મકાને તપાસ કરતા તેની પત્નીએ જણાવ્યુ કે, તે રાત્રે કોઈ કામ અર્થે બહાર ગયા છે. જે બાદ હાઈસ્કૂલમાં તપાસ કરતા ફરજ પર ન આવ્યા હોવાનું જાણવા મળતા શંકા હકીકત હોવાની શક્યતા પ્રબળ બની હતી. તેનો મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યો હતો. આખરે મહિલાએ શહેરા પોલીસ સ્ટેશનમાં લંપટ શિક્ષક નિમેષ વિરુદ્ધ આ કેસની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી શિક્ષકને વિદ્યાર્થિની સાથે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Live 247 Media

disabled