ભારતના દિગ્ગજ બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં લક્ઝુરિયસ કારમાં જ થયું નિધન, તસવીરો જોઈને ધ્રુજી ઉઠશો - Chel Chabilo Gujrati

ભારતના દિગ્ગજ બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં લક્ઝુરિયસ કારમાં જ થયું નિધન, તસવીરો જોઈને ધ્રુજી ઉઠશો

ટાટા નું આખી દુનિયામાં નામ છે, દેશનું ગૌરવ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ એક્સીડન્ટમાં નિધન થઈ ગયું છે. મુંબઈથી અમદાવાદ હાઈવે પર આ એક્સીડંટ ઘટ્યું છે. પોલીસએ જણાવ્યા પ્રમાણે 54 વર્ષના મિસ્ત્રીની મર્સિડીઝ કાર સૂર્યા નદીના પુલ પર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

અકસ્માત બાદ મર્સિડીઝના એરબેગ પણ ખુલ્યા, પરંતુ મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજ્યા. કારમાં કુલ ચાર લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી મુજબ લક્ઝુરિયસ મર્સિડીઝના ડ્રાઈવરે કાર પરનો કંટ્રોલ ગુમાવ્યો હતો, જે બાદ ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી. પોલીસે મર્સિડીઝ કારમાં સવાલ લોકોની વિગત જાહેર કરી છે. એક્સીડન્ટમાં સાયરસ મિસ્ત્રીની સાથે જહાંગીર દિનશા પંડોલેનું પણ નિધન થયું છે.

તો અનાયતા પંડોલે અને તેમના હસબન્ડ દરીયસ પંડોલે ઘાયલ થયા છે. અનાયતા મુંબઈમાં ડોકટર છે અને કાર તેઓ ડ્રાઈવ કરી રહ્યાં હતા. તેમના પતિ દરીયસ મંડોલ JM ફાયનાન્સિયલના CEO છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અને પાલઘરના પોલિસ અધીક્ષક બાલાસાહેબે જણાવ્યું કે, ‘મિસ્ત્રી જે કારમાં સવાર હતા તેનો નંબર MH-47-AB-6705 હતો.

આ અસ્માત બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ મુંબઈ હાઈવે પર સૂર્ય નદીના પુલ પર આ ઘટના થઇ છે. આ ઘટનામાં સાયરસ મિસ્ત્રી અને તેમના ડ્રાઈવરનું મોત થયું છે જ્યારે કારમાં સવાર અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.’

ભારતીય મૂળના સૌથી સક્સેસફુલ અને શક્તિશાળી કારોબારીઓમાંથી એક 90 વર્ષના નિયંત્રણમાં એક એવું કન્સ્ટ્રક્શન સામ્રાજ્ય હતું, તેમને ભારત, પશ્ચિમ એશિયા અને આફ્રિકા સુધી ફેલાવ્યું હતું અને તેમની પુત્રોની સાથે મળીને ટાટા સન્સમાં 18.5 ટકા ભાગીદારી છે.

સાયરસ મિસ્ત્રીના અવસાન પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત અનેક લોકોએ શ્રદ્ધાંજલી આપી છે. ગડકરીએ લખ્યું કે મહારાષ્ટ્ર પાસે પાલઘર નજીક એક રોડ અકસ્માતમાં ટાટા સંસના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું દુર્ભાગ્યપૂર્ણ નિધન જાણીને ખૂબ જ દુઃખ થયું છે. તેમના પરિવારના સદસ્યો પ્રતિ હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું. ભારતના ગૌરવ અને દિગ્ગજ બિઝનેસમેન મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા, ત્યારે તેમની કારને મહારાષ્ટ્રના પાલઘરમાં અકસ્માત નડ્યો હતો. મુંબઈ-અમદાવાદ હાઈવે પર સૂર્યા નદી પર બનેલાં પૂલ પર આ અકસ્માત સર્જાયો હતો.

તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. જે બાદ કારની એરબેગ પણ ખૂલી ગઈ હતી. પણ આ એક્સીડંટ એટલું ખતરનાક હતું કે, તેમનો બચી ન શક્ય અને સાયરસ મિસ્ત્રી Mercedes Benz GLC 220 D 4Matic કારમાં સવાર હતા. મર્સિડિઝ કાર લક્ઝુરિયસ કારની સાથે ખુબ જ સુરક્ષિત કાર પણ ગણાય છે. જો કે, સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મોત થતાં મર્સિડિઝ કારની સુરક્ષા અંગે સવાલ ઉઠી રહ્યા છે.

Mercedes-Benz GLC 220d 4MATIC એ GLC લાઈનઅપની ડીઝલ વેરિયન્ટ કાર છે. આ વૈભવી ગાડીનો ભાવ આશરે 61.07 લાખ રૂપિયા છે. તેમાં 1950ccનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 192 bhp પાવર અને 400 Nm ટોર્ક જનરેટ કરે છે. મર્સિડિઝની આ લક્ઝુરિયસ કારમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે , મર્સિડિઝ દ્વારા આ કારનું પ્રોડક્શન 2021માં બંધ કરી દેવામાં આવ્યું છે.

Mercedes-Benz GLC 220d 4MATICની સુરક્ષાની વાત કરીએ તો, આ વૈભવી ગાડી બનાવવા માટે સેફ્ટી ફીચર્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને 5 Star (Euro NCAP) સેફ્ટી રેટિંગ પણ મળ્યા છે. જો કે, 5 સ્ટાર રેટિંગ બાદ પણ સાયરસ મિસ્ત્રીને જીવ ગુમાવવો પડતાં લોકો આ કારની સુરક્ષા પર સવાલ ઉઠાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ લોકો મર્સિડિઝની ટીકા કરી રહ્યા છે. જો કે, ડિવાઈડર સાથે ટક્કર સમયે કારની સ્પીડ કેટલી હતી તે તપાસના અંતે જ સામે આવશે.

તમને જણાવી દઈએ કે એરબેગ્સે અત્યાર સુધીના તમામ માર્ગ અકસ્માતોમાં ઘણા લોકોના જીવ બચાવ્યા છે, પરંતુ એરબેગ્સની સલામતીની પણ એક મર્યાદા છે. જો કોઈ અકસ્માત પછી કારમાંથી બહાર પડી જાય તો એરબેગ્સ શું કરી શકે ? સીટ બેલ્ટનું કામ કારમાં બેઠેલી વ્યક્તિ પર નજર રાખવાનું પણ છે. સાયરસ મિસ્ત્રીના અકસ્માતની અસર એટલી બધી દેખાઈ રહી છે કે ડ્રાઈવરને બ્રેક લગાવવાનો મોકો પણ ન મળ્યો.

આવી સ્થિતિમાં, કાર એટલી જોરથી અથડાઈ કે તેની અસર ખૂબ જ વધી અને સીટ બેલ્ટને કારણે કારમાં બેઠેલા લોકોને આંતરિક ઈજાઓ થઈ, જેના કારણે તેઓ મૃત્યુ પામ્યા. દુર્ઘટનામાં એરબેગ્સ ખુલી ગઈ હતી, જેના કારણે તેમનું માથું ડેશબોર્ડને સ્પર્શ્યું ન હતું. જો કે, વિન્ડસ્ક્રીનની હાલત જોતા એવું લાગે છે કે ડ્રાઈવર અને સહ-મુસાફરનું માથું વિન્ડસ્ક્રીન સાથે અથડાયું હતું, પરંતુ આ બાબત તપાસ બાદ જ જાણવા મળશે.

admins

disabled