સોશિયલ મીડિયા સ્ટાર બહેનની ભાઈએ કરી ગળું દબાવીને હત્યા, આજીવન કારાવાસની સજામાંથી મળી મુક્તિ - Chel Chabilo Gujrati

સોશિયલ મીડિયા સ્ટાર બહેનની ભાઈએ કરી ગળું દબાવીને હત્યા, આજીવન કારાવાસની સજામાંથી મળી મુક્તિ

પાકિસ્તાનની સોશિયલ મીડિયા સ્ટાર 26 વર્ષની કંદીલા બલોચની ઓનર કિલિંગના દોષી તેના સગા ભાઈને કોર્ટે દોષમુક્ત કરાર કરી દીધો છે. આની પહેલા તેને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી પરંતુ 6 વર્ષ પછી તેને નિર્દોષ કરાર કહેવામાં આવ્યું છે.

કંદીલ બચોલની 2016માં તેના ભાઈ મુહમ્મ્દ વસીમ બલોચે ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યારે તેણે બહેનની હત્યા પર કહ્યું હતું કે મને તેનો કોઈ અફસોસ નથી. તેણે કહ્યું હતું કે બહેનનો વર્તાવ સહન કરવા લાયક હતો નહિ. તેવામાં હવે પૂર્વી મુલતાનની કોર્ટે વસીમ બલોચને પુરી રીતે દોષમુક્ત કહી દીધો છે. વસીમનાં વકીલ મહેબૂબે મીડિયાને આ જાણકારી આપી હતી. જોકે કોર્ટનો વિસ્તૃત આદેશ અત્યાર સુધી સામે આવ્યો નથી.

થોડા દિવસો પહેલા જ પાકિસ્તાની કાનૂનમાં કરવામાં આવેલ બદલાવ અનુસાર અપરાધી હવે પીડિતના પરિવારને માફી માંગીને સજા ઓછી કરાવી શકતા નથી. પરંતુ ઓનર કિલિંગને હત્યાનો અપરાધ માનીને કેસ આગળ વધારવામાં આવે કે નહિ તે જજના વિવેક પર છોડવામાં આવ્યું છે. આવી રીતે હત્યાના આરોપી તેને માફ કરી દીધો છે એવો દાવો કરી રહ્યા છે.

ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર કંદીલની હત્યા પછી તેના પિતા મોહમ્મદ અઝીમ બલોચે 16 જુલાઈ 2016ના રોજ કેસ નોંધાયો હતો. પોલીસને ખબર પડી કે વસીમે અન્ય પાંચ લોકો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યું હતું. કોર્ટમાં કેસ દાખલ થયો અને વર્ષ 2019માં વસીમને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી.કંદીલા બલૂચના હત્યાકાંડમાં તેના માતા-પિતાએ શરૂઆતમાં જોર આપીને કહ્યું હતું કે તેના પુત્ર માટે કોઈ છૂટ માગશે નહિ પરંતુ ત્યારબાદ તેમણે તેમનો ઈરાદો બદલી દીધો. તેમને કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે તેને માફ કરી દેવામાં આવે.

હત્યા પહેલા પાકિસ્તાનમાં ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવતી દસ વ્યક્તિઓમાં કંદીલાનું નામ પણ સામેલ હતું. સોશિયલ મીડિયા પર તેના હજારો ફોલોઅર્સ હતા. કંદીલ સોશિયલ મીડિયા પર પોતાના સ્ટેટમેન્ટ માટે જાણીતી હતી. કંદીલને તેની વાતો અને વિચારો માટે ધમકીઓ પણ મળી હતી, પરંતુ તેણે ક્યારેય માફી માંગી ન હતી. એકવાર તેણે બીબીસી ઉર્દૂને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું,”મને ધમકીઓ મળે છે પરંતુ હું માનું છું કે મૃત્યુનો સમય નિશ્ચિત છે અને જ્યારે તમારા મૃત્યુનો સમય આવશે ત્યારે તમારે મરવું પડશે.”

Live 247 Media

disabled