કોચિંગ ક્લાસમાંથી છુટેલી બે વિદ્યાર્થીનીઓ વચ્ચે કોઈ વાતને લઈને થઇ ગઈ માથાકૂટ, પછી તો વાળ ખેંચી અને એવા લાત ઘુસા ચલાવ્યા કે વીડિયો થયો વાયરલ - Chel Chabilo Gujrati

કોચિંગ ક્લાસમાંથી છુટેલી બે વિદ્યાર્થીનીઓ વચ્ચે કોઈ વાતને લઈને થઇ ગઈ માથાકૂટ, પછી તો વાળ ખેંચી અને એવા લાત ઘુસા ચલાવ્યા કે વીડિયો થયો વાયરલ

આજનું યુવાધન કઈ દિશામાં જય રહ્યું છે એ કોઈ નથી જાણતું. આજે માત્ર છોકરાઓ જ નહીં છોકરીઓ પણ એવી એવી હરકતો કરે છે જેને જોઈને આપણે પણ શરમમાં મુકાઈ જઈએ. રસ્તા વચ્ચે દાદાગીરી કરવાની હોય કે પછી કોઈને માર મારવાનો હોય, છોકરીઓ પણ હવે જરા પણ અચકાતી નથી, સોશિયલ મીડિયામાં છોકરીઓની લડાઈના ઘણા બધા વીડિયો પણ સામે આવતા રહે છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બે છોકરીઓ રસ્તા વચ્ચે મારામારી કરતી જોવા મળે છે.

આ ઘટના સામે આવી છે મધ્ય પ્રદેશના મુરૈનામાંથી. જ્યાં સોમવારે જૂની શાકમાર્કેટની રસિયા ગલીમાં આવેલા કોચિંગ સેન્ટરની બે વિદ્યાર્થિનીઓએ એકબીજા સાથે ઝઘડો કર્યો હતો. વિદ્યાર્થિનીઓએ રસ્તા પર એકબીજાને માર માર્યો હતો, આ દરમિયાન તમાશો જોઈ રહેલા વિદ્યાર્થીઓએ વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. સાંજ સુધીમાં, વીડિયો કૈલારસ એસડીઓપી પાસે પહોંચ્યો, જેને તપાસ માટે એસઆઈ પ્રીતિ જાદૌનને સોંપવામાં આવ્યો છે.

સોમવારે સવારે 9 વાગ્યે રસિયા ગલીમાં સંચાલિત કોચિંગ સેન્ટરની યુવતીઓ ક્લાસમાં હાજરી આપીને બહાર આવી ત્યારે પ્રોવિઝન સ્ટોર પાસે બંને યુવતીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યારે એક યુવતીએ સગીર વિદ્યાર્થીને થપ્પડ મારતાં બંને વચ્ચે માથાના વાળ પકડીને ઝઘડો શરૂ થયો હતો.

યુવતીઓને જાહેરમાં રસ્તા પર ઝઘડતી જોઈને સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. 8થી 10 મિનિટ સુધી ચાલેલી લડાઈ દરમિયાન યુવતીઓ વચ્ચે જોરદાર લાતો અને મુક્કાબાજી થઈ હતી. ઝઘડો કરતી યુવતીઓ એકબીજાની અપશબ્દો બોલીને ગુસ્સે થતી હોવાની ચર્ચા હતી. બાદમાં તમાશો જોનારા વિદ્યાર્થીઓએ બંને છોકરીઓને બળપૂર્વક અલગ કરી અને ઝઘડો શાંત પાડ્યો. વિદ્યાર્થીનીઓ વચ્ચે મારપીટનો વીડિયો વાયરલ થયા બાદ એસડીઓપી સંજય કોચા પાસે પહોંચ્યા અને તેમણે તેમને તપાસ માટે પોલીસ સ્ટેશન મોકલી દીધા.

Uma Thakor

disabled