આ જનજાતિની સ્ત્રીઓ એક જ સમયે બે પુરુષ સાથે પોતાની જ મરજીથી કરે છે લગ્ન, જાણો બે પતિ હોવાની પાછળનું કારણ - Chel Chabilo Gujrati

આ જનજાતિની સ્ત્રીઓ એક જ સમયે બે પુરુષ સાથે પોતાની જ મરજીથી કરે છે લગ્ન, જાણો બે પતિ હોવાની પાછળનું કારણ

એક ફોટોગ્રાફરે ભૂટાનમાં રહેતા બ્રોક્પા ટ્રાઈબની લાઈફ કેમેરામાં કેદ કરી છે. ભારતીય ઇતિહાસમાં દ્રૌપદીને પાંચ પતિઓ હોવાનો ઉલ્લેખ મળે છે અને હાલ નેપાળમાં પણ આવું ટ્રેડિશન જોવા મળે છે. એ જ રીતે ભૂટાનના આ ટ્રાઇબમાં પણ સ્ત્રીને એક જ સમયે બે લગ્ન કરવાની છૂટ મળેલી છે. જેમાં ક્યારેક બંને યુવકો ભાઈ પણ હોઇ શકે છે.

આ લોકો ઊંચાઈ પર રહેતાં હોવાથી એમના સુધી પહોંચવા માટે પહાડો પર કેટલાય કલાકોનું ચઢાણ કરવું પડે છે. પહાડો પર વસેલા મેરાક અ સાકતેન ગામના મોટાભાગના લોકો બ્રોક્પા ટ્રાઈબ જ છે. કેટલાય વર્ષો સુધી આ લોકો બહારની દુનિયાથી દૂર જ હતા. આમને હજી વીજળી નથી મળી અને ના તો એમની પાસે મનોરંજનના અત્યાધુનિક સાધનો છે. જો કે હવે આ ગામોને સાંકળતા રસ્તા બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એક રિપોર્ટ મુજબ અહીના કેટલાંક લોકો કામકાજ માટે શહેરની તરફ વળી ગયા છે.

કેવું જીવન જીવે છે લોકો:
મોટાભાગે સંપતિના ભાગ ના પડે તે માટે જ એક યુવતી સાથે બે ભાઈઓ લગ્ન કરતાં હોય છે. બ્રિટીશ ફોટોગ્રાફર એજે હેથે બતાવ્યું છે કે આ લોકો પાળેલા પ્રાણીઓ સાથે કેવું સરસ અને સરળ જીવન જીવે છે. આમનું જીવન મોટાભાગે યાક પર જ નિર્ભર હોય છે. અહી લોકોનું માનવું છે કે જેની પાસે જેટલી વધારે યાક હોય તેટલું સમાજ એનું સ્થાન ઊંચુ હોય છે. યાકના વાળમાંથી કપડાં બનાવવામાં આવે છે. પારંપારિક હેટ્સ પણ યાકના વાળમાંથી જ બનાવાય છે. આ હેટ્સ વૉટરપ્રૂફ હોય છે.

 

Uma Thakor

disabled