મહેસાણામાં વૃદ્ધને જુવાન જોધ અપ્સરા જેવી છોકરીએ ફોન કરીને કહ્યું કે, “મારે તમારા બાળકની માતા બનવું છે !” અને પછી થયું એવું કે…

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં હની ટ્રેપની ઘટનાઓમાં દિવસેને દિવસે સામે આવવા લાગી છે. એરક તરફ જ્યાં  સોશિયલ મીડિયાનો વ્યાપ વધી રહ્યો છે તેના કેટલાક ખરાબ પાસાઓ પણ સામે આવી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયાનો બધું પડતો ઉપયોગ કરતા હોવાનાં કારણે કેટલીક વાર ફસાઇ પણ જતા હોય છે.

આવી જ ઘણી ઘટનાઓ અવાર નવાર પ્રકાશમાં પણ આવતી રહે છે. તો ઘણા કિસ્સામાં આબરૂ જવાની બીકે વ્યક્તિ સોદો કરીને પોતાની જાતને છોડાવી લેતો હોય છે અને પોલીસ ફરિયાદ નથી કરતો. તેના કારણે જ આવા કિસ્સાઓમાં પણ વધારો થાય છ અને મોઢે માંગેલી રકમ પણ ચુકવતા હોય છે.

હાલ એવો જ એક મામલો મહેસાણા જિલ્લાના સતલાસણમાંથી સામે આવ્યો છે. સતલાસણાના વયોવૃદ્ધ હનીટ્રેપમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં સોશિયલ મીડિયા થકી વૃદ્ધ સોનલ પંચાલ નામની એક યુવતીનાં સંપર્કમાં આવ્યા હતા. સોનલ પંચાલે થોડા દિવસો સુધી તેમની સાથે ખુબ જ મીઠી મીઠી વાતો કરી હતી.

વૃદ્ધ તેમને ખુબ જ પસંદ આવી ગયા હોવાથી તેમની સાથે સંબંધ બાંધવા ઇચ્છે છે તેવું પણ જણાવ્યું હતું.  જેના બાદ બંન્નેએ દાંતા નજીકના એક ગેસ્ટ હાઉસમાં મળવાનું નક્કી કર્યું હતું. સોનલ પંચાલ નામની મહિલાએ હનીટ્રેપની તમામ તૈયારીઓ કરી લીધી હતી. પોતે દાંતા રહેતી હોવાથી દાંતાની આસપાસ જ મળી શકાય તેવું જણાવ્યું હતું.

જેના કારણે વૃદ્ધ દાંતાના ગેસ્ટહાઉસમાં સોનલને મળવા માટે ગયા હતા. અગાઉથી જ નક્કી થયા પ્રમાણે બંન્ને વચ્ચે સંબંધો બંધાયા હતા અને સંબંધ બાંધ્યા બાદ વૃદ્ધનું અપહરણ કરી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. સોનલ પંચાલ અને તેના સાથીઓએ વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. આ પૈસા આપ્યા બાદ જ વૃદ્ધને છોડવામાં આવશે તેવી ધમકી પણ આપી હતી.

પરંતુ આ બાબતે પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા સતલાસણા પોલીસે છટકું ગોઠવી વૃદ્ધને છોડાવ્યા હતા. આ ઉપરાંત હનીટ્રેપ કરનારી ટોળકીના 2 સાગરીતોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે આ મામલાની મુખ્ય નાયિકા સોનલ પંચાલ અને અન્ય 6 લોકો હજુ પણ ફરાર છે. સતલાસણા પોલીસે વૃદ્ધને બચાવી ટોળકી ઝડપી લીધી છે. હાલ તો સમગ્ર મામલે તપાસ આદરી છે.

After post

disabled