મોટી ખુશખબરી: દિવાળી આવતા જ મોદી સરકારે ઉઠાવ્યું મોટું પગલું, તેલનો ભાવ ધડામ દઈને નીચે પડશે - Chel Chabilo Gujrati

મોટી ખુશખબરી: દિવાળી આવતા જ મોદી સરકારે ઉઠાવ્યું મોટું પગલું, તેલનો ભાવ ધડામ દઈને નીચે પડશે

નવરાત્રીનો તહેવાર પૂર્ણ થવાની સાથે જ હવે લોકો દિવાળીના તહેવાર માટે ઉત્સાહિત થઇ રહ્યા છે, ત્યારે એક તરફ વધી રહેલી મોંઘવારીના કારણે સામાન્ય માણસ પણ હેરાન પરેશાન થઇ ગયો છે, છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે. પરંતુ હવે દિવાળીના તહેવાર પહેલા મોદી સરકાર તેલના ભાવ ઘટાડાને લઈને ખુશ ખબરી આપવા જઈ રહી છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને આયાત શુલ્ક કાપનો લાભ ગ્રાહકોને આપવાનો આદેશ આપ્યો છે. આ પહેલા પણ કેન્દ્ર સરકાર કાચા તેલ પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવાનો નિર્ણય લીધો હતો. સરકારે પામ ઓઈલ અને સન ફ્લાવર ઓઈલ પર એગ્રી સેસ અને કસ્ટમ ડ્યુટીને ઘટાડી દીધી છે. સરકારે માર્ચ 2022 સુધી પામ, સોયાબીન અને સૂર્યમુખી તેલની ક્રૂડ જાતો પર કૃષિ સેસ ઘટાડ્યો છે.

આ ઉપરાંત તેમના પર કૃષિ સેસ પણ કાપવામાં આવ્યો છે. તહેવારઓની સીઝન આવતી હોય ખાદ્યતેલની વધુ જરૂરિયાત પડવાના કારણે સરકારનું આ એક મહત્વનું પગલું છે. ક્રૂડ પામ તેલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પર મૂળભૂત ડ્યુટી 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. ક્રૂડ પામ ઓઇલ માટે કૃષિ સેસ 20 ટકાથી ઘટાડીને 7.5 ટકા અને ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પર 5 ટકા કરવામાં આવ્યો છે.

તાજેતરમાં જાહેર કરવામાં આવેલા પરિપત્ર પ્રમાણે ક્રૂડ પામ તેલ પર ડ્યુટી ઘટાડીને 8.25 ટકા (અગાઉ 24.75 ટકા), આરબીડી પામોલિન 19.25 (અગાઉ 35.75), આરબીડી પામ તેલ 19.25 (અગાઉ 35.75), ક્રૂડ સોયા ઓઇલ પર ઘટાડવામાં આવ્યું હતું 5.5 (પ્રથમ 24.75), રિફાઇન્ડ સોયા ઓઇલ 19.5 (પ્રથમ 35.75), ક્રૂડ સનફ્લાવર ઓઇલ 5.5 (પ્રથમ 24.75) અને રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ 19.25 (અગાઉ 35.75) હતું.

Uma Thakor

disabled