આ સીધી સાદી દેખાતી વકીલને સીધી ન સમજતા, એવા એવા કારનામા કરી બેઠી કે પોલીસે દબોચી લીધી - Chel Chabilo Gujrati

આ સીધી સાદી દેખાતી વકીલને સીધી ન સમજતા, એવા એવા કારનામા કરી બેઠી કે પોલીસે દબોચી લીધી

નોએડાની એક પોશ સોસાયટીથી એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક મહિલા સિક્યોરિટી ગાર્ડને અભદ્ર ગાળો બોલતી દેખાઇ રહી હતી, ગાર્ડનો કોલર પકડી તેને ધક્કા દેવાની કોશિશ પણ કરી રહી હતી.વીડિયો વાયરલ થતા જ ચારેબાજુ મહિલાની આલોચના કરવામાં આવી રહી છે. પોલિસ પણ એક્શનમાં આવી ગઇ છે. મહિલાને પહેલા ફ્લેટમાંથી પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવી અને પછી તેની ધરપકડ કરવામાં આવી. આ મામલે લોકો મહિલા સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મામલો 20 ઓગસ્ટનો છે.નોઈડાની ગાલીબાજ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોની ઘટના નોઈડાની જેપી વિશટાઉન સોસાયટીની છે. આ સોસાયટી સેક્ટર-126માં છે. અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તેનાથી જાણવા મળ્યું છે કે આરોપી મહિલાનું નામ ભવ્યા રોય છે. તે સોસાયટીના ફ્લેટ નંબર 901માં રહે છે. આરોપી મહિલા વ્યવસાયે વકીલ છે. તે દક્ષિણ દિલ્હીની સાકેત કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે.

પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ જણાવ્યું કે તે પરિણીત છે. ભવ્યના લગ્ન વર્ષ 2016માં થયા હતા. તેના પતિનું નામ કૌસ્તુભ ચૌધરી છે. ભવ્યાએ પોતાનું મૂળ રહેઠાણ દિલ્હીના મહેરૌલીમાં જણાવ્યું છે. ભવ્યાએ ત્રણ મહિના પહેલા જેપી વિશટાઉનમાં 901 નંબરનો ફ્લેટ ભાડે લીધો હતો.ભવ્યાએ સિક્યોરિટી ગાર્ડ અનૂપ કુમાર સાથે ગેરવર્તણૂક કરી અને યુનિફોર્મ ફાડી નાખ્યો. તેણે કહ્યુ- તે ગેટ પર કારની તપાસ કરી રહ્યો હતો.

ગેટ પર પહેલેથી જ એક કાર ઉભી હતી અને મેડમની કાર તેની પાછળ આવી રહી હતી. હું તેમની પાસે ગયો અને કહ્યું કે થોડી વાર લાગશે, આગળ એક કાર ઉભી છે. આ પછી મેડમ ગુસ્સે થઈ ગયા અને ગંદી ગંદી ગાળો બોલવા લાગ્યા. તે કારમાંથી ઉતરીને બહાર આવ્યા. મેડમ નશામાં હતા. તેણે મારા સુપરવાઈઝર સાથે પણ ગેરવર્તન કર્યું હતું. મારો યુનિફોર્મ ફાડી નાખ્યો.આ દરમિયાન કોઇએ આ વીડિયો બનાવી દીધો અને પછી તેને શેર કરી દીધો,

જે બાદ તે વાયરલ થઇ ગયો. નોઈડા સેક્ટર-126 પોલીસ સ્ટેશને ભારતીય દંડ સંહિતાની કલમ 153-A, 323, 504, 505(2), 506 હેઠળ મહિલા ભવ્યા રોય વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે મહિલાને 14 દિવસ કસ્ટડીમાં મોકલી દીધી છે.

Live 247 Media

disabled