આખી દુનિયાને અલવિદા કહેતા લતા મંગેશકર પોતાની પાછળ કેટલા કરોડની સંપત્તિ છોડી ગયા? જાણી લો - Chel Chabilo Gujrati

આખી દુનિયાને અલવિદા કહેતા લતા મંગેશકર પોતાની પાછળ કેટલા કરોડની સંપત્તિ છોડી ગયા? જાણી લો

સ્વર સમ્રાગ્ની દિગ્ગજ સિંગર લતાજીનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે. જાણો કેટલા કરોડના માલિક હતા લતા દીદી, આ સંપત્તિ કોને મળી શકે છે? એક વાત ઘણી વખત ટીવી સમાચારમાં vaatસામે આવતી હતી કે લતાજીને એક સમયે સ્લો પોઈઝન આપવામાં આવતુ હતું. ઘણા સમય પછી લતાએ આ વિશે ખુલીને વાત કરી. તેમણે સામેથી કહ્યું કે ‘આ વાત સાચી છે. અમે મંગેશકર તેના વિશે વાત કરતા નથી કારણ કે તે અમારા જીવનનો સૌથી ખરાબ સમય હતો.

આ વાત છે વર્ષ 1963ની. હું ખૂબ જ નબળાઈ અનુભવી રહી હતી. હું મારા પથારીમાંથી પણ ઊઠી શકતી નહોતી. જ્યારે લતાજીને આ વિશે સત્ય પૂછવામાં આવ્યું કે શું દાક્તરોએ તેમને કહ્યું હતું કે તેઓ ફરી ક્યારેય ગાઈ શકશે નહીં, ત્યારે સિંગર લતાજીએ કહ્યું, ‘તે સાચું નથી. લોકોમાં ફફડાટ ફેલાયો છે. કોઈ ડૉક્ટરે મને કહ્યું નથી કે હું ગીત ગાવા માટે સક્ષમ નથી. મેં ક્યારેય મારો અવાજ ગુમાવ્યો નથી. હું ત્રણ મહિના પછી ગીત રેકોર્ડ કરવાનું શરૂ કરવા સક્ષણ હતી. હેમંત દા સાથે પણ એક સફળ રેકોર્ડિંગ પણ કર્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગરે ફક્ત 13 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું. તેમની પ્રથમ કમાણી રૂ.25 હતી. તેમની જીવનશૈલી એકદમ સાદી હતી પરંતુ તેમની પાસે કારનું મોટું કલેક્શન હતું. રિપોર્ટ્સ મુજબ લતા દીદી પાસે લગભગ 370 કરોડ રૂપિયા (Lata Mangeshkar Property) ની કુલ સંપત્તિ હતી. તેમની મોટાભાગની કમાણી (Lata Mangeshkar Income) તેમના ગીતોની રોયલ્ટીમાંથી આવતી હતી.

આ સિવાય તેમણે ઘણું રોકાણ પણ કર્યું હતું. તે દક્ષિણ મુંબઈના પોશ વિસ્તારમાં રહેતી હતી. લતા મંગેશકર પેડર રોડ પર આવેલા પ્રભુ કુંજ ભવન (Lata Mangeshkar Home)માં રહેતા હતા. લતા દીદીને યશ ચોપરાએ ગિફ્ટમાં મર્સિડીઝ કાર આપી હતી. તેમણે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, “સ્વર્ગસ્થ યશ ચોપરા જી મને પોતાની બહેન માનતા હતા અને મને ખૂબ જ પ્રેમ આપતા હતા. ‘વીરઝારા’નું મ્યુઝિક રિલીઝ થયું ત્યારે તેમણે મર્સિડીઝની ચાવી મારા હાથમાં મૂકી અને જણાવ્યું કે તેઓ કાર ગીફ્ટ કરી રહ્યા છે. મારી પાસે હજુ પણ તે કાર છે.”

સોશિયલ મીડિયા પર લતા મંગેશકરના નિધનના સમાચાર સાંભળીને ફેન્સ અને સેલેબ્સ ચોંકી ગયા છે. ગાયિકાના આત્માને શાંતિ મળે તે માટે દરેક જણ પ્રાર્થના કરી રહ્યા છે. ચાહકોની આંખો ભીની છે. આજે દરેક ભારતીયની આંખમાં આંસુ છે. લતા મંગેશકરનો મધુર અવાજ તેમના ચાહકોના કાનમાં ગુંજી રહ્યો છે. હવે આ અવાજ કાયમ માટે શાંત થઈ ગયો છે.

લતાજીએ ઘર ચલાવવા અને તેમના પરિવારની સાર સંભાળ રાખવા માટે મૂવીઝમાં પણ કામ કર્યું હતું. તેમના ફાધરનું 1942માં હાર્ટ એટેકને હુમલાને લીધે અવસાન થયું હતું. ત્યારે તેમની ઉમર માત્ર 13 વર્ષની હતી. આંખ ઘરમાં ભાઈ-બહેનમાં સૌથી મોટા હોવાથી ઘર ચલાવવાની જવાબદારી તેમના પર આવી ગઈ. આવી સ્થિતિમાં તેમણે નાની ફિલ્મોમાં કામ કરવું પડ્યું. લતાએ પહેલીવાર 1942માં ફિલ્મ ‘પહિલી મંગલાગોર’માં કામ કર્યું હતું.

આ ફિલ્મમાં તેમણે મુખ્ય અભિનેત્રી સ્નેહપ્રભા પ્રધાનની નાની બહેનની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ લતાએ ચિમુકલા સંસાર (1943), માજે બલ (1944), ગજાભાઈ (1944), જીવન યાત્રા (1946), બડી મા (1945) ફિલ્મોમાં કામ કર્યું. એકવાર લતાના ગુરુ ગુલામ હૈદર સાહબ, પોતે લતા મંગેશકર અને દિલીપ કુમાર મુંબઈની લોકલ ટ્રેનમાં ક્યાંક જઈ રહ્યા હતા. તક ઝડપી લઈને હૈદરે વિચાર્યું કે કેમ ન દિલીપ કુમાર લતાનો અવાજ સાંભળે અને કદાચ એ પછી તેમને કોઈ કામ મળી જાય.

લતાએ ગાવાનું શરૂ કર્યું કે તરત જ દિલીપ કુમારે તેમને અટકાવ્યા અને કહ્યું કે મરાઠી અવાજમાં ‘દાલ-ભાત’ની ગંધ આવે છે. તે લતાજીના ઉચ્ચારણ વિશે કહેવા માંગતા હતા પણ ત્યારબાદ, લતાએ હિન્દી અને ઉર્દૂ શીખવા માટે એક શિક્ષકને રાખ્યા અને તેના ઉચ્ચારણમાં સુધારો કર્યો. બાદમાં દિલીપ કુમાર પણ તેમના અવાજના ચાહક બની ગયા. આજે તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવા લઈ રહ્યા હતા.

લતા મંગેશકર આજીવન કુંવારું જીવન જીવ્યું હતું પરંતુ તેમના પરિવારમાં બહેનો અને ભાઈ છે. લતા મંગેશકરે પોતાના જીનવ દરમિયાન એક અહેવાલ મુજબ 50 મિલિયન અમેરિકન ડૉલર રૂપિયા કમાયા છે આ સ્થિતિમાં હવે તેમના વારસદાર કોણ એ પણ સવાલ સર્જાયા છે.

admins

disabled