ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાને પૂછવામાં આવ્યું ગંદા સંબંધો બાંધવા વિશે, તો ગુસ્સે ભરાઈ ગયા ચાહકો

ટોકિયો ઓલમ્પિકની અંદર ભારતને એકમાત્ર ગોલ્ડ અપાવનાર નીરજ ચોપડા ઘણા દિવસો સુધી દેશભરમાં ચર્ચામાં રહ્યો હતો, ત્યારે ફરીવાર નીરજ ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેના ચર્ચામાં આવવાનું કારણ એવું છે જે સાંભળીને ચાહકો પણ ભડકી ઉઠ્યા છે. ટોકિયોથી પરત ફર્યા બાદ નીરજ સતત સવાલોથી ઘેરાયેલો છે. લોકો નીરજને અલગ અલગ સવાલો પૂછી રહ્યા છે, કોઈ તેના અંગત જીવન વિશે પૂછી રહ્યું છે, કોઈ તેની રમત વિશે તો કોઈ તેની ગર્લફ્રેન્ડ વિશે.

તાજો મામલો નીરજ ચોપડાના એક ઇન્ટરવ્યૂ સાથે જોડાયેલો છે. જ્યાં શરમની બધી જ હદો પાર કરીને ઇન્ટરવ્યૂ દરમિયાન રાજેશ સેઠીએ નીરજને ખુબ જ પર્સનલ સવાલ કરી દીધો. આ સવાલ સાંભળીને નીરજ અસહજ અનુભવવા લાગ્યો તો તેના ચાહકો પણ ગુસ્સે ભરાઈ ઉઠ્યા. સોશિયલ મીડિયા ઉપર પણ નીરજ અને રાજીવ સેઠીનું આ ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યું છે.

ઇન્ટરવ્યૂમાં રાજીવ સેઠી નીરજને પૂછી રહ્યા છે કે, “દેશના કરોડો લોકો પૂછવા માંગે છે તો હું પણ પૂછી લઉં… આ જે તમારી એથલેટીક ટ્રેનિંગ છે, તેનું તમારા જાતીય સંબંધ સાથે કેવી રીતે બેલેન્સ બનાવી રાખો છો ? હું જાણું છું કે આ બહુ જ બેહૂદા પ્રશ્ન છે પરંતુ તેની પાછળ બહુ જ સિરિયસ પ્રશ્ન છે.”

આ સવાલ સાંભળી અને નીરજ ખુબ જ અસહજ બની ગયો અને “સોરી સોરી સર સર.. કહેવા લાગ્યો.” નીરજે કહ્યું કે “સોરી બોલ દિયા… બસ તમે તેનાથી જ જાણી શકો છો.” છતાં પણ સેઠી ના માન્યા અને ફરીથી સવાલ કર્યો . એટલામાં જ ઇન્ટરવ્યૂ મૉડરેટર દ્વારા કહેવામાં આવ્યું કે નીરજ આ સવાલ નથી આપવા માંગતા. સેઠીએ કહ્યું કે મને ખબર હતી. ત્યારબાદ નીરજ કહેતા નજર આવા કે “પ્લીઝ સર, તમારા સવાલથી મારું મન તો ભરાઈ ગયું છે.”

જો કે ગોલ્ડન બોયને આ સવાલ પૂછવો સેઠીને ભારે પડી ગયો. નીરજના ચાહકોએ સોશિયલ મીડિયા ઉપર શેઠીને લતાડ લગાવી. તેના ઉપર એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું કે, “રાજીવ શેઠી કરણ જોહરની જેમ નીરજને તેની જાતીય લાઈફ વિશે સવાલ પૂછી રહ્યા છે. પરંતુ નીરજે હાર્દિક પંડ્યાની જેમ તેમના સવાલનો જવાબ ના આપીને તેમને નિરાશ કરી દીધા.


ઘણા યુઝર્સ તો સેઠીની સાથે સાથે એ મીડિયા હાઉસને પણ ખરી ખોટી સંભળાવી રહ્યા છે જેના પ્લેટફોર્મ ઉપરથી સેઠીએ આવો સવાલ કર્યો. યુઝર્સનું કહેવું છે કે કોઈ યુવતી સાથે આવું થયું હોત તો તેને યૌન શોષણ કહેવામાં આવતું.

After post

disabled