નવસારીમાં રાજકુમાર જેવા દીકરાનો જન્મ થયો પણ પરિવાર ખુશીઓ કુદરતને ન ગમી, બીજા જ દિવસે બન્યો દુઃખદ બનાવ - Chel Chabilo Gujrati

નવસારીમાં રાજકુમાર જેવા દીકરાનો જન્મ થયો પણ પરિવાર ખુશીઓ કુદરતને ન ગમી, બીજા જ દિવસે બન્યો દુઃખદ બનાવ

ગુજરાતમાંથી ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે, જે સાંભળી આપણે પણ ચોંકી ઉઠીએ છીએ. હાલમાં નવસારીમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો, જેમાં પરિવાર એકબાજુ દીકરાના જન્મની ખુશી મનાવી રહ્યો હતો અને બીજી બાજુ પરણિતાની તબિયત લથડતા તેનું મોત થયુ હતુ.પરણિતાનું મોત થવાને કારણે નવજાત બાળકે જન્મતા જ માતા ગુમાવી હતી. આ કિસ્સો નવસારીના વિરાવળ ગામનો છે. અહીંના ટીકલબેન હળપતિ ગર્ભવતી હતા અને તેને કારણે તેમને નવમા મહિને નવસારી સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જે બાદ 16 ઓગષ્ટના રોજ દાખલ થયા બાદ દીકરાને જન્મ આપ્યો. પરંતુ તેમની તબિયત લથડતા વધુ સારવાર માટે તેમને સુરત સિવિલમાં રેફર કરવામાં આવ્યા હતા. અહીં 17 ઓગસ્ટના રોજ સુરત સિવિલ ખાતે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. એક દિવસના જન્મેલા બાળકે પોતાની માતાને ગુમાવતા પરિવાર તો જાણે કે શોકમાં ગરકાવ થઇ ગયો છે. ત્રણ વર્ષના લગ્નજીવમાં પત્નીને ગુમાવી બેસતા પતિ હિરલભાઇ તેમના હોંશ ખોઇ બેઠા છે. ખબર નહિ કુદરત પણ ક્યારેક એવા અજીબ ખેલ ખેલે છે ને..

આ ઘટનાની જાણ થતા જ વીરાવળ ગામમાં તો શોકની લાગણી પ્રસરી જવા પામી છે. સુખદ રીતે દીકરાને જન્મ આપ્યા બાદ એકાએક તબિયત લથડતાં ટીકલ હળપતિને સારવાર અર્થે સુરત રેફર કરવામાં આવી અને ત્યાં તે મોતને ભેટી હતી. તે પોતાના વ્હાલ સોયા પુત્રનું મુખ પણ જોઈ શકી નહોતી. નવજાત બાળકને માતાની હુંફ અને ધાવણની જરૂર હોય છે અને જન્મતા જ માતાને ગુમાવનાર બાળકની જવાબદારી હવે પિતા અને પરિવાર પર આવી પડી છે.

Live 247 Media

disabled