બીમારી સાથે સીધું જ કનેક્શન બતાવે છે નખ પરનું અડધા ચાંદનું નિશાન, તમારુ નિશાન પણ ચેક કરી લો અને જાણો સ્વાસ્થ્ય વિશેની માહિતી

માણસના શરીરને જોઈને તેના સ્વાસ્થ્ય વિશેનો મોટો અંદાજ તો લગાવી શકાય છે. આ પ્રમાણે વ્યક્તિના નખ જોઈને પણ બીમારીની જાણકારી મેળવી શકાય છે. ઘણા લોકોના હાથના નખમાં અડધો ચાંદ જેવો આકર હોય છે, જેને લેટિન ભાષામાં Lunala થી ઓળખવામા આવે છે. અમુક નિષ્ણાતો તેને જોઈને બીમારીની જાણકારી આપે છે. આવો જાણીએ નિષ્ણાતોના મતે નખ ઉપરના નિશાન દ્વારા સ્વાસ્થ્યને લગતી કેવી જાણકારી મળે છે. જોકે અમુક નિષ્ણાતો અને ડૉક્ટર્સ નખના નિશાન અને બીમારીના કનેક્શનને નકારે પણ છે.

1. અંગૂઠામાં ચાંદ: બંને હાથના ફક્ત અંગૂઠામાં ચાંદ કિડની ડિસિઝનો સંકેત હોય છે.

2. દૂધિયો સફેદ રંગ :હાથની 10 આંગળીના નખમાં 7-8માં ચાંદનો રંગ દૂધિયો સફેદ છે તો આ સારી હેલ્થ દર્શાવે છે. એવામાં બોડી હેલ્ધી રહે છે.

3. ભૂરા નખ : નખનું ભૂરા થવું એ ઓક્સીજનની ખામી બતાવે છે. તે શ્વાસની બીમારી કે દિલની બીમારીનું કારણ હોઇ શકે છે.

4. સફેદ નખ : એકદમ સફેદ નખ એનિમિયા, ડાયાબિટીસ કે લિવરની બીમારીનો સંકેત હોઇ શકે છે.
નખમાં ડાર્ક લાઇન : નખ પર ઊભી ડાર્ક લાઇન મેલાનોમા એટલે કે એક પ્રકારના સ્કીન કેંસરનો સંકેત હોઇ શકે છે.

5. વળેલા નખ : અંદરની તરફ વળેલા નખ બ્લડમાં આર્યનની ખામીનો સંકેત આપે છે. બહારની તરફ ચમચીની જેમ વળેલા નખ લ્યૂકેમિયાનો સંકેત હોઇ શકે છે.

6. નખની આસપાસની ચામડી નીકળવી : જો નખની આસપાસની ચામડી સૂકાઇને નીકળી રહી હોય તો શરીરમાં પાણી અને મોઇશ્ચરની ખામી એટલે કે ડિહાઇડ્રેશનનો સંકેત હોઇ શકે છે.

7. નાનો ચાંદ : આંગળીઓ પર બનેલા આ ચાંદની સાઇઝ નાની હોવું એ ઇમ્યૂન સિસ્ટમના નબળા હોવાનો સંકેત છે. તેનાથી કબજિયાતની સમસ્યા પણ થવા લાગે છે.

8. લાલ રંગ :આંગળી પર બનેલા અડધા ચાંદનો રંગ લાલ હોવું એ ન્યુટ્રિશ્યનની ખામી, ડાયાબિટિસ, હાર્ટ ડિસિઝ કે એનિમિયાનો સંકેત હોઇ શકે છે.

9. હેલ્ધી નખ : હેલ્ધી નખ ચિકણા અને ડાઘ ધબ્બા વિનાના હોય છે. તેનો રંગ અને શેપ એક સમાન હોય છે.

10. જાડા અને પીળા નખ : પીળા અને જાડા નખ ફંગલ ઇન્ફેક્શન કે ઓનિકોમાયકોસિસની નિશાની હોઇ શકે છે. તેમાં હાથ કે પગના નખ ઉપર સફેદ કે પીળા ધબ્બાથી શરૂઆત થાય છે.

11. નાજુક નખ : જો નખ સરળતાથી તૂટી જાય છે તો આ થાયરોઇડનો સંકેત હોઇ શકે છે.

12. ક્રેક નખ : નખમાં ક્રેક્સ કે તિરાડો જોવા મળે તો તે ચર્મરોગનો સંકેત હોઇ શકે છે.

13. નખમાં સફેદ લાઇન : નખ પર આડી સફેદ લાઇન સામાન્ય રીતે કિડનીની બીમારી, ન્યૂટ્રિશ્યિન અને પ્રોટીનની ખામી અને લિવરની ગરબડનો સંકેત છે.

After post

disabled