નડિયાદની ચાલાક મહિલા આધેડને ગેસ્ટ હાઉસમાં એકાંતમાં લઇ ગઈ અને અંદર ઘપાઘપ, પછી 10 લાખ રૂપિયા, આખી મેટર સાંભળીને તમારી હાલત ખરાબ થઇ જશે - Chel Chabilo Gujrati

નડિયાદની ચાલાક મહિલા આધેડને ગેસ્ટ હાઉસમાં એકાંતમાં લઇ ગઈ અને અંદર ઘપાઘપ, પછી 10 લાખ રૂપિયા, આખી મેટર સાંભળીને તમારી હાલત ખરાબ થઇ જશે

ગુજરાતમાંથી અવાર નવાર હનીટ્રેપના કિસ્સાઓ સતત સામે આવે છે. ઘણીવાર યુવતિઓ કે મહિલાઓ દ્વારા યુવકોને પોતાની જાળમાં ફસાવી અને તેમની પાસેથી હજારો-લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા હોય છે. ઘણા યુવકો યુવતિઓને જાળમાં ફસાઇ જાય છે અને ના કરવાનું કરી બેસતા હોય છે. હાલમાં અમદાવાદના આધેડ સાથે નડિયાદની મહિલાની છેતરપીંડીનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. નડિયાદની મહિલા સાથે અમદાવાદના આધેડને મિત્રતા કરવી ભારે પડી છે. મહિલાએ મિત્રતા કેળવ્યા બાદ આધેડના કપડા વગરના ફોટા મંગાવ્યા હતા. જે બાદ આ ફોટાને વાયરલ કરવાની ધમકી આપી થોડા થોડા કરી એમ 10 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી.

મહિલાએ વધુ 5 લાખ રૂપિયાની સમાધાન માટે માંગ કરી હતી, જે બાદ આ મામલો પોલિસ પાસે પહોંચ્યો હતો. અમદાવાદના આધેડે નડિયાદ પોલિસ સ્ટેશનમાં મહિલા સહિત તેના બહેન બનેવી અને અન્ય મળી કુલ 4 સામે ફરિયાદ નોંધાવી છે. પોલિસે હાલ ત્રણ આરોપીઓની અટકાયત પણ કરી છે. અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા અને કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા આધેડને લગભગ અઢી મહિના પહેલા અજાણ્યા નંબર પરથી દક્ષાબેનનો ફોન આવ્યો હતો અને તે બાદ બંને વચ્ચે મીઠી વાતો થતા મિત્રતા કેળવાઇ હતી.

દક્ષાબેને ફરિયાદીના કપડા વગરના ફોટા મંગાવ્યા હતા અને 28 ફેબ્રુઆરીના રોજ સવાકે તેમને ફોન કરી નડિયાદ મળવા પણ બોલાવ્યા હતા. આધેડ અને દક્ષાબેન બંને રેલવે સ્ટેશન સામે મળ્યા અને બાદમાં એક્ટીવા લઇ ખાત્રજ ચોકડી ખાતે આવેલ ગેસ્ટ હાઉશમાં રોકાયા હતા. ત્યાં એક કલાક આસપાસ રોકાઇ નડિયાદ આવવા નીકળ્યા હતા. આ જ દરમિયાન પાછળથી એક વેગેનાર ગાડી આવી અને આધેડને રોકી કહ્યુ કે, અમે દક્ષાબેનના બેન બનેવી છીએ. આ ઉપરાંત અન્ય એક સખ્શ પણ હતો, જેણે પોતાની ઓળખ હિતેશભાઇ તરીકે આપી હતી.

તેઓએ આધેડને કહ્યુ કે, તમે ગેસ્ટ હાઉસમાં એકાંત માણી આવ્યા છે અને અમે તમારા પર કેસ કરવાના છીએ, ચાલો પોલિસ સ્ટેશન. તેમણે આગળ એમ પણ કહ્યુ હતુ કે, અમારી પાસે તમારા કપડા વગરના ફોટા પણ છે. આ મામલો રફે દફે કરવો હોય તો 2.50 લાખ આપો. જે બાદ આ રકમમાંથી થોડી રમક ગુગલે પે અને બાકીની આંગણિયા દ્વારા મોકલાઇ હતી. તે બાદ પણ મહિલા અને તેના સાથીઓના પૈસા માટે ફોન આવતા. તેમણે કહ્યુ મહિલાએ ઝેર પીધુ છે અને તે પ્રેગ્નેટ છે તેવું જણાવી થોડા થોડા કરી 10 લાખ ત્રણ હજાર રૂપિયા પડાવી લીધા હતા.

જે બાદ ફોટા ડીલીટ કરવા અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાના તેમજ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વધુ 5 લાખની માંગણી કરી હતી. જે બાદ અંતે અમદાવાદના આધેડે પોલિસનો સહારો લીધો અને તમામ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. નડિયાદ ટાઉન પોલિસે આધેડની ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી છે.

Live 247 Media

disabled