નડિયાદ : વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતિને 4-4 મહિના સુધી એક મકાનમાં ગોંધી રાખી સંતોષી હવસ, પછી થયું એવું કે... - Chel Chabilo Gujrati

નડિયાદ : વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતિને 4-4 મહિના સુધી એક મકાનમાં ગોંધી રાખી સંતોષી હવસ, પછી થયું એવું કે…

ગુજરાતમાંથી ઘણીવાર લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે વિધર્મી યુવક દ્વારા યુવતિઓને પ્રેમજાળમાં ફસાવી અથવા તો કોઇ લાલચ આપી તેમની સાથે બળાત્કાર કરવામાં આવતો હોય છે. ત્યારે હાલ લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો નડિયાદમાંથી સામે આવ્યો છે. નડિયાદની એક યુવતિ કે જે નર્સિંગનું ભણેલી છે તેને સોશિયલ મીડિયાના માધ્યમથી યાસરખાન પઠાણ સાથે સંપર્ક થયો હતો. તેણે યુવતિને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી હતી. યુવતિ પણ તેની વાતોમાં આવી ગઇ અને તેણે તેના માતા-પિતાને છેતર્યા.

યુવકે કહ્યુ કે, તુ તારા માતા-પિતાને પોલેન્ડ નોકરીએ જવાનું છે તેમ કહી પાંચ લાખ રૂપિયા લઇ આવ અને પછી આપણે બંને દુબઇ જઇ લગ્ન કરી લઇશું. પ્રેમમાં અંધ બનેલ યુવતિએ યુવકના કહેવા પર તેના માતા-પિતા પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા અને પછી યુવકે યુવતિને એકલી દુબઇ મોકલી દીધી અને જે હોટલમાં દેહવેપાર ચાલતો હતો ત્યાં ઉતારો આપ્યો. પરંતુ દુબઇમાં એક ભારતીય વેઇટરે યુવતિને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાનું કહ્યુ ત્યારે યુવતિ ત્યાંથી ભાગી ગઇ અને પછી 15 સુધી આમ તેમ ભટકતી રહી.

જે બાદ યુવતિએ ગમે તેમ કરીને પોતાને પરત લઇ જવાનું કહેતા યુવકે ભારતની ટિકિટ બુક કરાવી અને તેને પાછી બોલાવી લીધી. જ્યારે દુબઈથી તે પાછી ફરી ત્યારે યાસર તેના પિતા જાબીર અને નાના ભાઈ ફૈઝલે મળી યુવતિને રણમુકતેશ્વર સોસાયટીના એક મકાનમાં ગોંધી રાખી. આ દરમિયાન યાસર અને તેના પરિવારે મળી યુવતિ પર શારીરીક માનસિક ત્રાસ ગુજાર્યો અને વિધર્મી યુવકે તેની હવસ પણ સંતોષી.

આખરે યુવતિએ પોલિસ સ્ટેશન પહોંચી યાસર પઠાણ સહિત 8 પરિવારજનો અને મદદ કરનાર અન્ય 2 શખ્શો સામે ગુનો નોંધાવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે રાતોરાત ફરિયાદ દાખલ કરી 8 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. બીજી બાજુ જોઇએ તો, યાસરના પરિવારજનોએ પોલીસ સામે નાટક કર્યુ કે, તેમનો દીકરો કહ્યામાં નથી અને દીકરાની ગુમ થયાની જાહેરાત પણ આપી છે. આ ઉપરાંત યુવતીને યાસરના પરિવારજનોએ મળી ફરજિયાત બુરખો પહેરવાનો, નમાજ પઢવાની, કલમા પઢાવાની ફરજ પાડી હતી.

ઉલ્લેખનીય છે કે, યુવતીએ હિંમત કરીને તેના માતા-પિતાના આ બાબતે જાણ કરી હતી. તેના માતા-પિતાને તો એવું જ હતુ કે, તેમની દીકરી પોલેન્ડમાં નોકરી કરે છે. પછી આ મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આખરે પોલીસે મુસ્લિમ પરિવારના 8, મદદગારી કરનાર 2 મળી કુલ 10 વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી છે.

Live 247 Media

disabled