વિદેશમાં પતિ રૂપિયા કમાવવા ગયો અને અહીં બે-બે પ્રેમીઓ સાથે રંગરેલિયા મનાવી રહી હતી પત્ની, સાસુએ પકડી કર્યુ એવું કે... - Chel Chabilo Gujrati

વિદેશમાં પતિ રૂપિયા કમાવવા ગયો અને અહીં બે-બે પ્રેમીઓ સાથે રંગરેલિયા મનાવી રહી હતી પત્ની, સાસુએ પકડી કર્યુ એવું કે…

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર અવૈદ્ય સંબંધોના કિસ્સા સામે આવે છે. જેમાં પતિ અથવા પત્ની તેમના પાર્ટનરને દગો આપી બીજા સાથે સંબંધ બાંધે છે. ઘણીવાર આવા કિસ્સામાં તો સંબંધો પણ લજવાતા હોય છે.

ત્યારે હાલમાં અવૈદ્ય સંબંધોનો કિસ્સો યુપીના મહારાજગંજ જિલ્લાના નિચલૌલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામથી સામે આવ્યો છે. અહીં રહેતા પરિવારના યુવકના લગ્ન બાજુના ગામમાં રહેતી યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ યુવક રોજગાર અર્થે સાઉદી અરેબિયા ગયો હતો. પતિ વિદેશ જતા તેની પત્ની પિયર વધુ આવવા-જવા લાગી.

આ દરમિયાન તેના બે લોકો સાથે અવૈદ્ય સંબંધો બંધાયા. મહિલા તેને મળવા સતત પિયર જતી. તે સાસરાના ઘરે પણ પ્રેમીને મળવા બોલાવતી. શુક્રવારે મધ્યરાત્રિએ મહારાજગંજમાં નિચલૌલ પોલીસ સ્ટેશન વિસ્તારની ભારત-નેપાળ બોર્ડર પાસે સાસુએ વહુને તેના બે પ્રેમીઓ સાથે વાંધાજનક હાલતમાં પકડી.

જે બાદ પરિવારજનોએ બંનેને રૂમ બંધ કરીને તાળા મારી દીધા અને શનિવારે સવારે આ અંગેની જાણ થતાં ગ્રામજનોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા. માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને બંને પ્રેમીઓને પોલીસને હવાલે કરવામાં આવ્યા.

પોલીસને આપેલી ફરિયાદમાં સાસુએ જણાવ્યું કે પુત્રના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. પુત્ર ભવિષ્ય માટે અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે સાઉદી અરેબિયા ગયો. પુત્ર સાઉદી ગયા પછી વહુ તેના પિયરના ઘરે વધારે જવા લાગી. જ્યાં તેને બે યુવકો સાથે પ્રેમ થઈ ગયો અને તે છુપાઈને તેમની સાથે વાતો કરતી.

ત્યારે આ બધા વચ્ચે શુક્રવારે રાત્રે વહુએ તેના પ્રેમીઓને ઘરે બોલાવ્યા અને રૂમમાં અવાજો સંભળાતા સાસુએ ડોકિયુ કરી જોયુ તો અંદરનો નજારો જોઈને તે સ્તબ્ધ થઈ ગયા. સાસુ-સસરાએ રૂમને બહારથી તાળુ મારી પરિવારના અન્ય સભ્યોને આ અંગે જાણ કરી.

Live 247 Media

disabled