સુરતમાં દર્શન એપાર્ટમેન્ટમાં માતાએ 3 વર્ષના દીકરાની હત્યા કરી, ડરામણું કારણ બહાર આવ્યું - Chel Chabilo Gujrati

સુરતમાં દર્શન એપાર્ટમેન્ટમાં માતાએ 3 વર્ષના દીકરાની હત્યા કરી, ડરામણું કારણ બહાર આવ્યું

ગુજરાતમાંથી અવાર નવાર હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છએ. ઘણીવાર પ્રેમ સંબંધમાં કોઇ આપઘાત કરી લેતુ હોય છે, તો ઘણીવાર ઘરકંકાસમાં.. હાલ સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જેણે સમગ્ર જગ્યાએ ચકચાર જગાવી મૂકી. સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતી પરણિતા અને તેના પુત્રની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા માતા અને પુત્રએ આપઘાત કરી લીધો હોવાની ઘટના ઘટી હોવાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી

હાલ તો પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યુ છે કે, પહેલા માતાએ દીકરાની હત્યા કરી અને પછી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. લગ્નના 11 વર્ષ બાદ પરણિતાએ આ પગલુ ભર્યુ છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટના ચોથા માળે યોગીતાબેન રાકેશભાઈ ઝાંઝમેરા અને તેમના દીકરા દેવાંશની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. જેને પગલે મૃતદેહને નીચે ઉતારી પોલિસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી.

આ ઉપરાંત પોલિસ દ્વારા પતિ રાકેશ ઝાંઝમેરાનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને આસપાસના લોકો સાથે પણ પૂછતાછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક ધોરણે તો આ મામલો ઘરકંકાસનો લાગી રહ્યો છે. મૃતક યોગીતાબેનને બે દીકરાઓ છે. આ ઘટનાની જાણ મૃતકના ભાઇને પહેલા થઇ હતી. મૃતકનો ભાઇ કોઈ કામના કારણોસર ત્યાં પહોંચ્યો હતો અને વારંવાર દરવાજો ખખડાવવા છતાં દરવાજો ખોલવામાં ન આવ્યો ત્યારે તેના ભાઈને શંકા જતા તેણે ઘરનો દરવાજો તોડી નાખ્યો.

ત્યારે તેણે બહેન અને ભાણિયાને લટકતી હાલતમાં જોયા હતા. આ દ્રશ્ય જોયા બાદ તો તે સ્તબ્ધ થઈ ગયો હતો. યોગિતાના લગ્ન 11 વર્ષ પહેલા રાકેશ થયા હતા. આ લગ્નથી તેમને બે બાળકે પણ છે. જો કે, કેટલાક રીપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક સમયથી પતિ પત્નીને ઘરને લઈને ઘરઘંકાસ ચાલતો હતો અને ઝઘડા પણ થતા હતા. જેને લઈને આવેશમાં આવી પત્નીએ પોતાના નાના દીકરા દેવાંગને ગળે ફાંસો આપી તેની હત્યા કરી અને પછી પોતે પણ આપઘાત કરી લીધો. પરણિતાના પરિવારજનો સહિત પતિ પણ શોકમાં ગરકાવ થઇ જવા પામ્યો છે.

Live 247 Media

disabled