દુઃખદ સમાચાર : 'પ્રોબ્લેમ શેર કરવાથી બધુ બરાબર નથી થતુ, ગુડબાય ગાઇઝ...' આત્મહત્યા પહેલા ફેશન ડિઝાઇનરે શેર કર્યો વીડિયો, જુઓ - Chel Chabilo Gujrati

દુઃખદ સમાચાર : ‘પ્રોબ્લેમ શેર કરવાથી બધુ બરાબર નથી થતુ, ગુડબાય ગાઇઝ…’ આત્મહત્યા પહેલા ફેશન ડિઝાઇનરે શેર કર્યો વીડિયો, જુઓ

મુંબઈની ફેશન ડિઝાઈનર મુસ્કાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેણે શુક્રવારે સવારે મુરાદાબાદમાં તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ વીડિયોમાં મુસ્કાને તે આત્મહત્યા કરવાની છે તે ઈશારો કર્યો હતો. આ વીડિયો આપઘાત પહેલાનો હોવાનું જણાય છે. આમાં મુસ્કાન કહી રહી છે કે આ તેનો છેલ્લો વીડિયો છે અને આના પછી કદાચ તેનો ચહેરો નહિ જોઇ શકાય. મુસ્કાનના આત્મહત્યાનું કારણ ડિપ્રેશન હોવાનું જણાવાઇ રહ્યુ છે.

જ્યારે આ વીડિયોમાં તે એવી વાતોનો ઉલ્લેખ કરી રહી છે કે એવું લાગે છે કે પરિવારના સભ્યો કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. શુક્રવારે સવારે મુસ્કાનનો મૃતદેહ તેના રૂમમાં લટકતો મળી આવ્યો હતો. રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી પરંતુ આ વીડિયોથી ઘણી બાબતો સ્પષ્ટ થાય છે. મુસ્કાનના પરિવારમાં એવી કેટલીક વાતો ચાલી રહી હતી જેને તે પરિવારના સભ્યોને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી.

લોકો તેની વાત સમજી રહ્યા ન હતા અને મુસ્કાનને ઉલટુ સમજાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા. ત્યારે આ વસ્તુ શું હતી તે પરિવારના સભ્યોએ હજુ સુધી કંઈ જણાવ્યું નથી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ફેશન ડિઝાઈનર કહી રહી છે કે આ મારો છેલ્લો વીડિયો હશે. આ પછી તમે મને કદાચ જોઈ શકશો નહીં. તે કહે છે કે લોકો કહે છે કે જીવનમાં તમારી સમસ્યાઓ શેર કરો. શેર કરવાથી બધું બરાબર થાય છે. પરંતુ આવું કંઇ નથી. મેં ખૂબ જ પ્રયત્ન કર્યો.

બધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બહેનો, માતા-પિતા, મિત્રોને સમજાવવાની કોશિશ કરી…. પણ ઉલટું બધા મને સમજાવવા લાગ્યા. તે કહે છે કે આજે હું જે પણ કરી રહી છું તે મારી મરજીથી કરી રહી છું. આમાં અન્ય કોઈની સંડોવણી નથી. તેથી મારા ગયા પછી બીજાને દોષ ન આપો. મુસ્કાન કારની આગળની સીટ પર બેસીને વીડિયો બનાવતી જોવા મળી રહી છે. જો કે, મુસ્કાન અંદરથી દર્દમાં હોવા છત્તાં પણ વીડિયોના અંતે વાત ફેરવી રમૂજી સ્ટાઇલમાં વીડિયો એન્ડ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Muskan Narang (@muskan_narang99)

Live 247 Media

disabled