વરસાદને લઈને હવામાન વિભાગે કરી ફરી આગાહી, હવે ગણતરીના દિવસોમાં જ ધોધમાર તૂટી પડશે મેઘરાજા

ગુજરાતની અંદર વરસાદ જાણે સંતાકૂકડી રમી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વરસાદની રાહ જોઈને ખેડૂતો પણ થાકી ગયા અને છે અને મુશેકેલીમાં પણ મુકાયા છે, ત્યારે સમાન માણસ પણ ઉનાળા જેવી ગરમીનો સામનો કરી રહ્યા છે. જો કે થોડા દિવસ પહેલા કેટલીક જગ્યાએ છૂટાં છવાયા ઝપડા પડેલા જોવા પણ મળ્યા, પરંતુ જેવા વરસાદની રાહ જોઈ રહ્યા છીએ તેવો વરસાદ હજુ સુધી નથી જોવા મળ્યો.

ત્યારે હવે વરસાદને લઈને ભારત હવામાન વિભાગ (IMD)એ જાણકારી આપી છે કે બુધવારથી લઈને આવતા કેટલાક દિવસ સુધી કેટલાક રાજ્યોમાં સતત વરસાદ વરસી શકે છે જેને લઈને IMDએ એલર્ટ પણ જાહેર કર્યુ છે. IMDના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં અનેક વિસ્તારોમાં અને પશ્ચિમી ભાગેમાં કેટલીક જગ્યાઓ પર 25 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તો બીજી તરફ નોર્થ ઈસ્ટ ભારત, મધ્ય ભારત અને પશ્ચિમી તટીય વિસ્તારમાં આવતા 4થી 5 દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ઉત્તર પૂર્વ ભારત, બંગાળના સૌથી હિમાલયી વિસ્તાર અને સિક્કિમમાં 27 ઓગસ્ટ સુધી વરસાદ થશે. હવામાન વિભાગનું કહેવું છે કે રાજસ્થાનમાં 24 ઓગસ્ટથી વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો થશે જ્યારે 25-28 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગોમાં હવામાનના મુખ્યતઃ શુષ્ક રહેવાની શક્યતા છે.

disabled