રસ્તા વચ્ચે સિગ્નલ પર ડાંસ કરતી સૌથી બોલ્ડ મોડલને થયો તેની ભૂલનો અહેસાસ, જાણો શું કર્યું - Chel Chabilo Gujrati

રસ્તા વચ્ચે સિગ્નલ પર ડાંસ કરતી સૌથી બોલ્ડ મોડલને થયો તેની ભૂલનો અહેસાસ, જાણો શું કર્યું

મોડલે ટ્રાફિક સિગ્નલ પર ડાંસ માટે ડીએસપી સામે ઘૂંટણે પડી ગઈ, સાહેબને કહ્યું કે હવેથી

સોશિયલ મીડિયા પર થોડા સમય પેહલા એક વીડિયો વાયરલ થયો હતો તેમાં એક યુવતિ ચાર રસ્તા પર ડાંસ કરતી જોવા મળી હતી. પહેલા તો લોકોને લાગ્યુ કે, આ કોઇ કોરોના માટેની પહેલ હશે, કાં તો ટ્રાફિક અવેરનેસ માટે… પરંતુ આ તો લોકપ્રિયતા મેળવવાની રીત નીકળી હતી. મઘ્યપ્રદેશના ઇંદોરના ચાર રસ્તા પર ડાંસ કરનારી મોડલ શ્રેયા કાલરાને તેની ભૂલનો અહેસાસ થઇ ગયો છે અને તે ટ્રાફિક પોલિસ સ્ટેશનમાં માફી માંગવા માટે પહોંચી છે. તેણે ડીએસપી અને અન્ય પોલિસ ઓફિસરો સામે કહ્યુ કે, સર મારાથી ભૂલ થઇ ગઇ. મારે આવી રીતે ડાંસ ન કરવો જોઇએ. આગળ ભવિષ્યમાં આવું નહિ કરુ. જણાવી દઇએ કે, મોડલ વિરૂદ્ધ પહેલા જ પોલિસ કેસ દાખલ કરી ચૂકી છે.

મોડલ શ્રેયા કાલરાએ શુક્રવારે સાંજે ડીએસપી ઉમાકાંત ચૌધરી સાથે મુલાકાત કરી હતી અને આ પૂરી ઘટના માટે તેણે માફી માંગી હતી. તેણે કહ્યુ કે, તેનો હેતુ ટ્રાફિક સિગ્નલને નિયમોને તોડવાનો ન હતો અને હવે તે ટ્રાફિક વિભાગ સાથે મળી ટ્રાફિક અવેરનેસ કરવાનું કામ કરશે.

શ્રેયાએ કહ્યુ કે, તે માત્ર લોકોને માસ્ક અને ટ્રાફિકના નિયમો પ્રતિ જાગરૂક કરવા માટે આ ડાંસ કરવા માટે ગઇ હતી. પરંતુ ડાંસ ખોટો ટ્રેંડ થઇ ગયો. તે પોતાની ભૂલ પર માફી માંગે છે. તેણે આગળ કહ્યુ કે, તે બિલકુલ ઇચ્છતી ન હતી કે લોકો તેને જોઇ એક ટ્રેંડ સેટ કરી લે અને યંગસ્ટર તેને ફોલો કરે. આવું કરવું ગુનો છે. હવે ટ્રાફિક વિભાગ સાથે મળી તે ટ્રાફિક અવેરનેસનું કામ કરશે.

ત્યાં જ ડીએસપીએ આ બાબતે કહ્યુ કે, શ્રેયા તેના પરિવાર સાથે અહીં આવી હતી અને તેણે તેની ભૂલ સ્વીકારી છે. આ માટે આ વાતને વરિષ્ઠ અધિકારીઓના સંજ્ઞાનમાં લઇને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેને લઇને શું કરવામાં આવી શકે તેના પર ચર્ચા કરવામા આવશે.

ઉલ્લેખનીય છે કે, મોડલ શ્રેયા કાલરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ ધરાવે છે. તે અવાર નવાર તેના ડાંસ વીડિયો શેર કરતી રહે છે અને ગોર્જિયસ તસવીરો પણ શેર કરતી રહે છે.

Live 247 Media

disabled