ધડાધડ વેંચાઈ રહ્યું છે મીની પોર્ટેબલ એસી, મિનિટોમાં કાશ્મીર જેવી આપે છે ઠંડક, કિંમત માત્ર 400 રૂપિયા

ઉનાળાની તપતી ગરમીની શરૂઆત થઇ ચુકી છે અને તાપમાન લગાતાર વધતું જઈ રહ્યું છે. એવામાં ગરમીથી બચવા ગરમીની  પૂર્વ તૈયારી કરી લેવી જોઈએ. ગરમીની શરૂઆત થતા જ એસી, પંખા, કુલર વગેરેનું વેંચાણ પણ વધી જતું હોય છે. જો કે મોંઘા એસી-કુલર લેવા માટે દરેક લોકો સક્ષમ નથી હોતા એવામાં તેઓને ગરમીમાં માત્ર પંખા નીચે જ રહીને દિવસો વિતાવવા પડે છે, પણ હવે તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી કેમ કે માર્કેટમાં મીની પોર્ટેબલ એસી આવી ગયું છે જે એસી જેવી  જ ઠંડક આપે છે.

માર્કેટમાં આ મીની પોર્ટેબલ એસીની ડિમાન્ડ ખુબ વધી રહી છે. આ એસી દેખાવમાં જેટલું નાનું છે, રૂમને ઠંડક આપવામાં એટલું જ અસરદાર છે. આ મીની પોર્ટેબલ એસીને તમે બેડની પાસે, સ્ટડી ટેબલ પર કિચનમાં ગમે તે જગ્યા પર સહેલાઈથી રાખી શકો છો જે પુરા રૂમને ઠંડો કરવા માટે સક્ષમ છે.આવો તો જાણીએ એસીના અન્ય ગુણધર્મો વિશે.

જો તમે સ્ટડી ટેબલ માટે કે બાળકોના રૂમ માટે એસી સર્ચ કરી રહ્યા છો તો આ મીની પોર્ટેબલ એસી તમારા માટે બેસ્ટ વિકલ્પ છે.  મીની પોર્ટેબલ  એસીને ઓનલાઇન અને ઓફલાઈન માધ્યમ દ્વારા ખરીદી શકાય છે અને તેની કિંમત 400 થી લઈને 2000 રૂપિયા સુધીની છે. આ એસી અલગ અલગ ડિઝાઇન અને શેપમાં ઉપલબ્ધ છે.તમે તમારી પસંદગી અનુસાર ખરીદારી કરી શકો છો.

આ મીની પોર્ટેબલ એસી અન્ય એસી કરતા એકદમ અલગ છે. આ એસીને ચલાવવા માટે બરફ કે પાણીની જરૂર પડશે, જેના માધ્યમથી ઠંડક ફેલાશે. સૌથી ખાસ વાત એ પણ છે કે આ એસીમાં વીજળીનો વપરાશ પણ ખુબ ઓછો થશે. મીની પોર્ટેબલ એસી દેખાવમાં ખુબ જ નાનું છે, તેટલી જ સસ્તી તેની કિંમત છે અને તેટલી જ વધારે તેની ઠંડક છે.

disabled