માયાભાઇ આહીરના પરિવારમાં આવ્યું મોટું દુઃખ, આ સભ્યના નિધનથી માયાભાઈને લાગ્યો ઊંડો આઘાત, હજુ પણ છે શોકમાં - Chel Chabilo Gujrati

માયાભાઇ આહીરના પરિવારમાં આવ્યું મોટું દુઃખ, આ સભ્યના નિધનથી માયાભાઈને લાગ્યો ઊંડો આઘાત, હજુ પણ છે શોકમાં

મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબર આવતી રહે છે, બોલીવુડમાં ઘણા બધા કલાકારો આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે, ત્યારે હાલ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી પણ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકોને પેટ પકડીને હસાવનારા અને ગુજરાતનું ખુબ જ મોટું નામ બની ચૂકેલા માયાભાઇ આહિરના પરિવારના સભ્યના નિધનથી તેમના માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર માયાભાઇ આહીરના પિતાશ્રીનું નિધન થયું છે. જેના બાદ માયાભાઇ ખુબ જ દુઃખમાં છે, તેમની આ દુઃખની ઘડીમાં તેમના મિત્રો, પરિચિતો અને ચાહકો દ્વારા તેમને સાંત્વના આપવામાં આવી રહી છે. માયાભાઇ આહીરના પિતા વિરાઆતાનું ગત શનિવારના રોજ 103 વર્ષની ઉંમરમાં નિધન થયું છે.

તેમની અંતિમ વિધિ ગત રવિવારના રોજ સવારે તેમના ગામ બોરડા મુકામે કરવામાં આવી હતી, જેમાં માયાભાઈએ ભારે હૈયે પિતાને અંતિમ વિદાય આપી હતી. માયાભાઈ પિતાના નિધનથી ખુબ જ દુઃખી છે. માયાભાઇ આહીર ગુજરાતનું એક ખુબ જ મોટું નામ છે, તે પોતાની આગવી છતાં અને અંદાજથી હંમેશા ડાયરાને ગજવતાં હોય છે.

માયાભાઇ આ સફળતા મેળવવા માટે ખુબ જ સંઘર્ષ કર્યો છે, સાથે જ તેમની કોઠાસૂઝ પણ તેમને આજે ગુજરાતનું મોટું નામ બનાવી દીધું છે. માયાભાઇ આહીરનો જન્મ વર્ષ 1972માં તળાજા તાલુકામાં આવેલા બોરડા ગામ પાસે આહીરોના નેસ કુંડવી ખાતે થયો હતો. તેમના પિતાને આસપાસના લોકો વીરાભગત તરીકે ઓળખતા હતા.

બાળપણથી માયાભાઇ આહીરને પિતાના સંસ્કારોના કારણે ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ જન્મ્યો હતો, આ સાથે જ તે પિતા સાથે ધાર્મિક કાર્યક્રમો પણ નિહાળવા માટે જતા હતા, ગામની અંદર પણ રામકથા કે કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય માયાભાઇ રસ પૂર્વક આ કાર્યક્રમોમાં ભાગ લેતા હતા અને ધીમે ધીમે તેમના ધર્મમાં રુચિ વધતી ગઈ.

માયાભાઇ જયારે ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે જ તેમને “જૂનું તો થયું દેવળ” ભજન ગાયું હતું અને આ ભજનને લોકોએ ખુબ જ પસંદ કર્યું હતું. માયાભાઇએ તેમના જીવનમાં ખુબ જ સંઘર્ષ કર્યો છે. તેમને ટ્રેકટર ચલાવ્યું છે, પેસેન્જર વાહનો ચલાવ્યા છે અને તેમની મહેનતથી જ તેઓ આજે આ જગ્યાએ પહોંચી ગયા છે. આજે તેમની પાસે એક સારું જીવન અને એક મોટું નામ છે. આજે માયાભાઇ દેશ વિદેશમાં પોતાના ડાયરાની રમઝટ જગાવે છે.

Uma Thakor

disabled