રાજકોટમાં યુવતી સાથે પરણિત યુવકે કુંવારો હોવાનુ કહી સંતોષી હવસ, અવાર નવાર ઘપાઘપ કરી લીધું પછી માસુમ યુવતીને... - Chel Chabilo Gujrati

રાજકોટમાં યુવતી સાથે પરણિત યુવકે કુંવારો હોવાનુ કહી સંતોષી હવસ, અવાર નવાર ઘપાઘપ કરી લીધું પછી માસુમ યુવતીને…

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ સાથે અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે મહિલાઓ કે યુવતિઓને પ્રેમજાળમાં યુવકો ફસાવતા હોય છે અને પછી તેમની સાથે શરીર સંબંધ બાંધતા હોય છે. ત્યારે હાલ રાજકોટમાંથી પણ એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 31 વર્ષની મહિલાને એક યુવકે પોતે પરણિત હોવા છત્તાં પણ કુંવારો જણાવી તેની સાથે અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યા અને તે મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી. આરોપી તે પરણિત છે અને તેણે મહિલાને પોતે કુંવારો હોવાનું કહી શરીર સંબંધ બાંધ્યા હતા.

આ મામલાને ઇને પ્રદ્યુમનનગર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે આરોપી અને તેના ભાઈ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ફરિયાદીએ જણાવ્યુ કે, તેના છૂટાછેડા થઇ ગયા હતા અને તે બાદથી તે પોતાના માતા-પિતાથી અલગ રહે છે. વર્ષ 2020માં તે સદર બજારમાં પ્રિન્સ એક્વેરીયમ નામની દુકાન ધરાવતા ત્યાં નોકરી લાગી હતી.

તેણે મહિલાને પોતે કુવારો હોવાનું જણાવ્યુ હતુ અને તેને પ્રેમજાળમાં ફસાવી રેસકોર્સ પાર્કમાં ફ્લેટ ભાડે લઈ આપ્યો હતો.તે અહીં મહિલાની સાથે રહેતો અને  અવારનવાર શરીર સંબંધ પણ બાંધતો. ત્યારે આરોપી નાં પરિવારને અફેરની જાણ થતાં ઝઘડા શરૂ થયા હતાં અને તેને કારણે આરોપીના ભાઈ ભોગ બનનારને એક દિવસ કહ્યું કે, તેનો ભાઈ પરિણીત છે. આથી તેનો પીછો છોડી દે.આમ કહી ભોગ બનનારને ગાળો આપી જો તેનાં ભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

આને પગલે આરોપીએ ફ્લેટમાં રહેવાનું બંધ કરી દીધુ અને પીડિતાને છોડી દીધી. જે બાદ પોતાની સાથે છેતરાયાનો અહેસાસ થતા તેણે બંને વિરૂદ્ધ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ અને ધમકી આપવા સહિતની કલમ હેઠળ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને તજવીજ હાથ ધરી છે.

Live 247 Media

disabled