ભુવાએ 10 મહિના મારી જોડે રંગરેલિયા મનાવ્યા, અમદાવાદ આશ્રમ રોડ સર્કલ મજીક ગાડીમાં બેસાડી માર મારી મારી સાથે - Chel Chabilo Gujrati

ભુવાએ 10 મહિના મારી જોડે રંગરેલિયા મનાવ્યા, અમદાવાદ આશ્રમ રોડ સર્કલ મજીક ગાડીમાં બેસાડી માર મારી મારી સાથે

થોડા દિવસ પહેલાં રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન નજીક જૂનાગઢની અનાથ યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેને સારવાર માટે પોલિસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે જૂનાગઢના સૂરજ સોલંકી ભુવાજી નામના વ્યક્તિએ તેની સાથે 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યુ હતુ.આ અંગે જૂનાગઢ પોલીસે સૂરજ ભુવાજી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી જે બાદમાં સૂરજ ભુવાજીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો અને તેમાં યુવતી પૈસાની માંગણી કરતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

ત્યારે હવે યુવતીએ સોશિયલ મીડિયામાં લાઈવ થઇ હકિકત જણાવી છે, તેણે કહ્યુ કે મેં પૈસા માટે પ્રેમ કર્યો નથી, મને ન્યાય અપાવજો, ખોટાનો સાથ આપતા નહીં, મને બદનામ કરવામાં આવી રહી છે. આ યુવતિ સો.મીડિયામાં લાઈવ થઈ હતી અને તેણે જણાવ્યુ કે, હાલ જે વીડિયો બહાર આવ્યો છે એમાં મને બદનામ કરવામાં આવી રહી છે અને મેં પૈસાની અને ફ્લેટની માગણી કરી છે એવું કહેવામાં આવી રહ્યુ છે જે તદ્દન ખોટું છે.

વીડિયોમાં યુવતિ આગળ કહી રહી છે કે, જો આવું જ હોતુ તો હું તેને અમદાવાદ મનાવવા કેમ ગઇ હોતી. માફી કેમ માગી હોત, પગે કેમ પડી હોત. પહેલા તેનો જ ફોન આવ્યો હતો તેનું મારી પાસે પ્રૂફ પણ છે. મેં મેસેજ કર્યો છે કે મેં પૈસા માટે પ્રેમ કર્યો નથી, આથી આ બાબતથી પૈસા માટે મને મેસેજ ન કરતા. કોઈને પણ મેસેજ ન કરતા. મને ન્યાય અપાવજો, ખોટાનો સાથ ન આપતા. 10 મહિના હું તેની સાથે રહી, તેને ખબર હતી કે મારે મા-બાપ નથી છતાં મને રોડ પર મૂકી દીધી.

શું છે સમગ્ર મામલો 
જૂનાગઢની યુવતિએ રાજકોટ પોલિસ મહિલા સ્ટેશને જઇ ઝેરી દવા ગટગટાવી હતી. સુરજ સોલંકીએ આ યુવતિ પર 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટનામાં યુવતિએ સો.મીડિયા પર પોસ્ટ પણ મૂકી હતી.એટલું જ નહિ યુવતિએ સુરજ સોલંકીના મિત્ર સંજય સોહિયાનો ઉલ્લેખ કરી તેને અમદાવાદ આશ્રમ રોડ સર્કલ મજીક ગાડીમાં બેસાડી માર મારી અને ગાડીમાંથી ફેકી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. યુવતિએ જે પોસ્ટ મૂકી હતી તેમાં તેણે જણાવ્યુ હતુ કે, તે 10 મહિના પહેલા સુરજ લાખાભાઈ સોલંકી નામના ભૂવા પાસે ગઈ હતી.

ત્યારે ભૂવા તરીકે જાણીતા સુરજ સોલંકીએ તેનો પર્સનલ મોબાઈલ નંબર યુવતિને આપ્યો હતો.થોડા સમય સુધી વાતચીત બાદ લગ્નનું વચન પણ સુરજ સોલંકીએ યુવતિને આપ્યું હતું, અને ખોટી રીતે ભ્રમિત કરીને 10 મહિના સુધી તેનું શારીરિક શોષણ કર્યું હતું. આ સમય દરમિયાન તે યવતિ ગર્ભવતી થઈ ગઇ હતી, અને આ વાતની જાણ સૂરજને થતા તેણે યુવતિને કોઇક દવા આપી હતી અને ગર્ભપાત કરાવ્યો હતો અને છેલ્લાં 1 મહિનાથી તે યુવતિને મૂકીને ચાલ્યો ગયો હતો.

યુવતીએ રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ જૂનાગઢ ખાતે સુરજ ભૂવાજી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાને ત્રણ દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાતાની સાથે જ જૂનાગઢ પોલીસે આરોપી સુરજ ભૂવાજીની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ શનિવારના રોજ 10 વાગ્યાના અરસામાં સુરજ ભૂવાજીનો એક વીડિયો Instagram પર અપલોડ કરવામાં આવ્યો છે.તેણે વધુમાં પોસ્ટમાં લખ્યુ હતુ કે, સુરજ સોલંકીએ તેને પત્ની બનાવીને સો.મીડિયામાં તસવીરો વાયરલ કરી દીધી હતી અને ત્યારબાદ આ યુવતિ સુરજને મનાવવા અમદાવાદ આવી પહોંચી હતી.

જયાં તેના મિત્રએ આશ્રમ રોડ સર્કલ પર યુવતિને ગાડીમાં બેસાડી માર માર્યો હતો અને તેને ગાડીમાંથી ફેંકી દીધી હતી. આ ઉપરાંત સુરજ સોલંકીનો બીજો મિત્ર જેનું નામ ગુંજન જોશી છે કે સો.મીડિયામાં લાઇવ થઇ યુવતિને બદનામ કરે છે.આજથી લગભગ ત્રણેક દિવસ પહેલા જૂનાઢની એક યુવતિ રાજકોટ મહિલા પોલિસ સ્ટેશનમાં ઝેરી દવા પી આપી હતી અને તેણે સુરજ સોલંકી નામના ભુવાજી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેને પોલિસે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડી હતી.

આ યુવતિએ સુરજ સોલંકી પર આક્ષેપ કર્યો હતો કે સુરજે દસેક મહિના સુધી તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારે હવે આ ફરિયાદ બાદ સુરજ સોલંકીએ પોતાનો બચાવ પક્ષ રજૂ કર્યો છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં સુરજ સોલંકી જણાવી રહ્યો છે કે તેને સો.મીડિયામાં બદનામ કરવાનું કાવતરુ ચાલી રહ્યુ છે અને તેના વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી છે તે ખોટી છે. જેણે તેના વિરૂદ્ધ ફરિયાદ કરી છે તેની સાથે સુરજના સંબંધ પણ સારા હતા. તેણે સુરજનો ગેર ઉપયોગ કર્યો છે. તેણે માનસિક રીતે સૂરજને ભાંગી નાખ્યો છે.

ત્યારે સુરજ વીડિયોમાં કહી રહ્યો છે કે તેયુવતિ ઘણી વખત તેની પાસે અલગ અલગ માંગ કરતી હતી.તેણે વધુમાં જણાવ્યુ કે, મેં તેની અનેક ડિમાન્ડ પૂરી પણ કરી છે. માંગ ન સંતોષાતા તેણે મારી સાથે આ પ્રકારનું વર્તન અને ફરિયાદ કરી છે. જો કે, તેનાથી યુવતિની માંગ સંતોષાય તેમ ન હતી ત્યારે તેણે સુરજને ડાઇવોર્સ માટે મજબૂર કર્યો અને તેના પુરાવા પણ છે. સુરજે વીડિયોમાં કહ્યુ કે, મારી પાસે અવારનવાર પોતાની માંગ પૂરી કરાવવા તે પોતાના હાથમાં બ્લેડથી ચેકા મારતી અને મને બ્લેકમેઇલ કરતી હતી.

સૂરજે કહ્યુ કે, તેણે કહ્યું હતું કે, જો 25 લાખ રૂપિયા અને એક ફ્લેટ નહિ લઇ દે તો તે સુરજ વિરૂદ્ધ ખોટી ફરિયાદ કરશે અને તને ફસાવશે. સુરજે કહ્યુ કે, તે હાલ કેટલાક પુરાવા એકઠા કરી રહ્યો છે. પુરાવા એકઠા થયા બાદ સામે ચાલી તે પોલીસ સ્ટેશન પહોંચશે. ​​​​ઉલ્લેખનીય છે કે મહિલાએ દવા પીધા પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક અંતિમ નોટ પણ અપલોડ કરી હતી. જેમાં તેણે સુરજ ભુવા અને તેના બંને મિત્રો પર આરોપ લગાવ્યો હતો.

Live 247 Media

disabled