પત્નીથી પરેશાન થઇ ટ્રેન આગળ કૂદી ગયો પતિ : મરતા પહેલા બનાવ્યો વીડિયો, બોલ્યો- મારુ બૈરું તેના બોયફ્રેન્ડ સાથે રંગરેલિયા.... - Chel Chabilo Gujrati

પત્નીથી પરેશાન થઇ ટ્રેન આગળ કૂદી ગયો પતિ : મરતા પહેલા બનાવ્યો વીડિયો, બોલ્યો- મારુ બૈરું તેના બોયફ્રેન્ડ સાથે રંગરેલિયા….

દેશભરમાંથી અનેકવાર આત્મહત્યાના સમાચાર સામે આવે છે. ઘણીવાર કેટલાક લોકો આર્થિક તંગીને કારણે જીવનનો અંત આણી દેતા હોય છે, તો ઘણીવાર શારીરિક કે માનસિક ત્રાસને કારણે જીવન ટૂંકાવી દેતા હોય છે. હાલમાં જે આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, તે રાજસ્થાનના ભીલવાડા શહેરમાંથી સામે આવ્યો છે. જેમાં એક પતિએ પત્નીના અફેરથી પરેશાન થઇ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા યુવકે વીડિયો બનાવ્યો હતો. આમાં તેણે તેની પત્ની અને તેના બોયફ્રેન્ડ વિશે ઘણા રહસ્યો ખોલ્યા.તેણે જણાવ્યું કે તેને તેની પત્નીના પ્રેમી તરફથી ધમકીઓ મળી રહી છે.

પત્નીના અફેરથી પરેશાન યુવકે આ વીડિયો બનાવ્યા બાદ ટ્રેન સામે કૂદીને જીવનનો અંત આણ્યો હતો. કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે મશીનરી માર્કેટમાં રહેતા 42 વર્ષીય કમલ કલવાનીએ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હતી.તેનો મૃતદેહ રેલવે ફાટક પાસે મળ્યો હતો. મૃતક પાસે મોબાઈલ મળી આવ્યો હતો, જેના પરથી તેની ઓળખ થઈ હતી અને પરિવારને માહિતી આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મુકેશ વર્માએ જણાવ્યું કે મૃતકના ભાઈના રિપોર્ટ પર કેસ નોંધવામાં આવ્યો છે.

મૃતકના મોબાઈલમાંથી એક વીડિયો મળ્યો છે, જેમાં તેણે પત્નીના અફેરથી પરેશાન હોવાનું તેના મોતનું કારણ જણાવ્યું છે. યુવક વીડિયોમાં કહી રહ્યો છે કે ‘પત્નીનું અફેર ચાલી રહ્યું છે. મેં બંનેને પકડ્યા હતા, તેમણે કહ્યુ તુ કંઇ નહિ કરી શકે, કાયદો મહિલાઓનો છે. ત્યારથી તેનો બોયફ્રેન્ડ અને તેના પરિવારના સભ્યો મને ધમકી આપી રહ્યા છે. તેઓ કહે છે કે અમારી 50 લાખ રૂપિયાની આવક છે. અમે પોલીસ સ્ટેશનમાં પૈસા આપીએ છીએ. મારી પત્ની ઝઘડે છે. તે માર પણ મારે છે. આ કારણે હું મરી રહ્યો છું.

મૃતક કમલના લગ્ન 18 વર્ષ પહેલા થયા હતા, તેને બે પુત્રીઓ અને એક પુત્ર છે.જીઆરપી પોલીસ સ્ટેશન ચિત્તોડગઢના પ્રભારી દિલીપ સિંહે જણાવ્યું કે મૃતકના ભાઈની ફરિયાદ પર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સિંધી સમાજના લોકોએ પોલીસ અધિકારીઓને આવેદનપત્ર પણ આપી આરોપીઓની ધરપકડની માંગ કરી છે. કમલના ભાઈ અજયે પોતાના રિપોર્ટમાં તેના ભાઈની પત્નીના બોયફ્રેન્ડ પંકજ વતી પરિવારના સભ્યોને ધમકાવવા અને બ્લેકમેલ કરવાની ફરિયાદ પણ કરી છે.

Live 247 Media

disabled