આ તે કેવી ગુંડાગર્દી ? એક તરફી પ્રેમમાં પાગલ બનેલો હેવાન કિશોરીનો ચોટલો પકડીને ધારદાર હથિયાર સાથે મારતો મારતો લઇ ગયો, વાયરલ થયો વીડિયો - Chel Chabilo Gujrati

આ તે કેવી ગુંડાગર્દી ? એક તરફી પ્રેમમાં પાગલ બનેલો હેવાન કિશોરીનો ચોટલો પકડીને ધારદાર હથિયાર સાથે મારતો મારતો લઇ ગયો, વાયરલ થયો વીડિયો

છેલ્લા થોડા સમયથી ગુજરાત સમેત દેશભરમાં અપરાધીક ઘટનાઓમાં ખુબ જ વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં કેટલીક વાર કેટલાક અસામાજિક તત્વો દ્વારા કોઈ વ્યક્તિને રસ્તાની વચ્ચે રહેંસી નાખવામાં આવતો હોય છે. તો ઘણીવાર એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમી કોઈ યુવતી કે કિશોરીને જાહેરમાં જ ચપ્પાના ઘા ઝીંકી દેતા હોય છે તો ઘણીવાર તેમના પર એસિડ પણ ફેંકતા હોય છે.

આવી જ એક ઘટના થોડા સમય પહેલા છત્તીસગઢની રાજધાની રાયપુરમાંથી સામે આવી હતી આ ઘટનાનો સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો હતો. જ્યારે એક સનકી વ્યક્તિ રાત્રે સગીર વયની બાળકીને તેના વાળ પકડીને અને બીજા હાથમાં તિક્ષ્ણ હથિયાર વડે ખુલ્લેઆમ રસ્તા પર ખેંચી જતો જોવા મળ્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો અને રાયપુર પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે કે લોકોમાં પોલીસનો ડર એટલો ઓછો કેવી રીતે થઈ ગયો કે ગુનેગારોનું મનોબળ આટલું ઉંચુ થઈ ગયું. હકીકતમાં વીડિયો રાયપુરના ગુડયારી વિસ્તારનો છે.  થોડા સમય પહેલા રાત્રે એક વ્યક્તિ સગીરના વાળ ખેંચીને રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.

આ બાળકીના કપડા પર લોહીના ડાઘ દેખાતા હતા અને સનકીના હાથમાં ધારદાર હથિયાર હતું. શહેરના લોકો શોભાના કાઠીયા બનીને આ નજારો જોઈ રહ્યા હતા, પરંતુ કોઈ મદદ કરવા આગળ ના આવ્યું. કારણ કે લોકો ડરતા હતા કે સનકી છોકરી અથવા બચાવનારને નુકસાન ન પહોંચાડે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ  આ શખસે સગીર પર હુમલો કર્યો હતો.

જેના કારણે સગીર ઘાયલ થઈ હતી, તેમ છતાં આ સનકી વ્યક્તિ તેના વાળ ખેંચીને શહેરમાં તેને ખેંચી રહ્યો હતો. જ્યારે પોલીસને આ ઘટનાની માહિતી મળી તો તેઓ આરોપીના ઘરે પહોંચી. સનકી ઓમકાર તિવારીએ ઘરમાં પણ હંગામો મચાવ્યો હતો. પોલીસથી બચવા તેણે પોલીસને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી, પરંતુ ઘણી મહેનત બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

Uma Thakor

disabled