રૂપાળી યુવતીને જોઈને મોહી ગયેલા યુવકને મહિલાએ એવો એવો ફસાવ્યો કે બધુ ખેદાન મેદાન થઈ ગયુ, આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો - Chel Chabilo Gujrati

રૂપાળી યુવતીને જોઈને મોહી ગયેલા યુવકને મહિલાએ એવો એવો ફસાવ્યો કે બધુ ખેદાન મેદાન થઈ ગયુ, આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો

ગુજરાતમાં અવાર નવાર મહિલાઓ કે યુવતિઓ દ્વારા યુવકોને કે આધેડને હનીટ્રેપમાં ફસાવી પૈસા ખંખેરવાની અનેક કિસ્સાઓ સામે આવે છે. ત્યારે હાલમાં વડોરામાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકે આ હનીટ્રેપમાં પોતાનો જીવ આપી દીધો. એક મહિલાએ ફ્લોર મિલના સંચાલકને એક મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો અને પછી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ હતુ જે બાદ પઠાણી ઉઘરાણી કરવાનું શરૂ કર્યુ. જેનાથી કંટાળઈ યુવકને આપઘાત કરવાનો વારો આવ્યો હતો.

વડોદરાના ફતેપુરામાં રહેતા યુવકનું શંકાસ્પદ મોત થયા બાદ તેની કથિત સુસાઇડ નોટ સામે આવી છે. જેમાં 4 લાખ 50 હજારની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે યુવકના પિતા દ્વારા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના ફતેુપરામાં રહેતા મયુર પટેલનું ગુરુવારે સવારે શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું હતું અને આ મામલે મૃતકના પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે મયુરને ગભરામણ થતાં પહેલા તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો

અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. મૃતકની અંતિમવિધિ વેળાએ જાવેદ ગરાસિયા નામનો મિત્ર આવ્યો અને તેણે મયુરની કથિત સુસાઇડ નોટ અને તેણે દર્વેશ મલેક નામના વ્યક્તિને ઓનલાઇન રૂપિયાના ટ્રેન્જેક્શનના ફોટા બતાવ્યા. જે બાદ મૃતકના પિતા દિપકભાઇ સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા અરજી આપી.

મૃતકના પિતા અનુસાર, દર્વેશ મલેક તેની પત્ની સલમાના નામે મયુર પાસેથી રૂપિયા માંગતો અને મયુરના મિત્ર જાવેદનો દાવો છે કે મયુરને બ્લેકમેઇલ કરવામાં આવતો. જેના તેની પાસે પુરવા છે. ઉલ્લેખનીય છે કે, મયુર પટેલ ફ્લોર મિલ ચલાવતા હતા. સલમા મલેકે મૃતકને હનીટ્રેપમાં ફસાવ્યા હોવાનું કહેવાઇ રહ્યુ છે અને તે બાદ સલમાનો પતિ દર્વેશ રુપિયાની પઠાણી ઉઘરાણી કરતો હતો. મયુરભાઈએ સાડા ચાર લાખ રુપિયા ચૂકવ્યા પણ હતા.

પંરતુ તો પણ તેણે ધમકી આપી કે, જો તુ રુપિયા નહીં આપે તો તારા પર ખોટો કેસ કરીશ અને સમાધાન કરાવવા માટે પણ રુપિયા માગીશ. નહીં તો હું દવા આપું છું તે ખાઈ લે અને મરી જા. મૃતક મયુરે ડિપ્રેશનમાં આવી અંતિમ પગલુ ભર્યુ હતુ. તેમની સુસાઇડ નોટમાં એવો ઉલ્લેખ પણ છે કે તે આ કામ તેમની મરજી વગર કરી રહ્યા છે અને આ કામ માટે દર્વેશ મલેક દબાણ કરી રહ્યો છે.

Live 247 Media

disabled