રસ્તા પર આરામથી જઇ રહી હતી મહિલા અને અચનાક પાછળથી આવ્યો ડોક્ટર, રસ્તા પર જ લાકડી લઇ... જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

રસ્તા પર આરામથી જઇ રહી હતી મહિલા અને અચનાક પાછળથી આવ્યો ડોક્ટર, રસ્તા પર જ લાકડી લઇ… જુઓ વીડિયો

સરકારી ડૉક્ટરે કાકીને રસ્તા પર લાકડીથી માર માર્યો, વીડિયો બનાવવા પર બહેન સાથે….જાણો વિગતે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તો વાયરલ વીડિયોનું મોટુ હબ બની ગયુ હોય એમ લાગી રહ્યુ છે. અવાર નવાર સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો તો એવા હોય છે જે જોઇને આપણા રુવાંડા ઊભા થઇ જતા હોય છે. હાલ આવો જ એક વીડિયો ખૂબ ચર્ચામાં છે, જેમાં એક વ્યક્તિ દ્વારા એક મહિલાને રસ્તા પર જ લાકડી વડે માર મારવામાં આવી રહ્યો છે. એક 50 વર્ષીય મહિલાને લાકડી વડે જાહેરમાં માર મારવામાં આવતો હોય તેવો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાનો છે. જિલ્લાના ગંજબાસૌદ પોલીસ સ્ટેશનનો આ કેસ છે, મહિલાનું નામ પુષ્પલતા જૈન છે અને તે શહેરના શાળા વિસ્તારની રહેવાસી છે મહિલા સાથેની આ ઘટના ત્યાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે આરોપી વિરુદ્ધ FIR નોંધીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. આરોપી ડોક્ટર મધ્યપ્રદેશનો છે અને તે મથુરામાં નોકરી કરે છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લાલ રંગનો પોશાક પહેરેલી મહિલા જઈ રહી છે. ત્યારે પાછળથી એક પુરુષ લાકડી લઈને આવે છે અને મહિલાને મારવા લાગે છે. જેના કારણે મહિલા નીચે પડી જાય છે. આ દરમિયાન ત્યાં ઊભેલા કેટલાક દ્વારા આ ઘટનાનો વીડિયો બનાવવામાં આવે છે. જયારે એક યુવતિ આ મહિલાને  બચાવવા જઇ રહી છે તો આરોપી તેની સાથે પણ મારપીટ કરી રહ્યો છે. જેના કારણે તેને ઇજા પહોંચી છે.

પીડિતાએ કહ્યું કે, ઘરે જતા સમયે અમને ચોકડી પર લાકડીથી માર મારવામાં આવ્યો. જ્યારે તે મને મારતો હતો, પુત્રીએ વીડિયો બનાવવાનું શરૂ કર્યું. આ જોઈને તેણે તેની દીકરીને પણ મારવાનું શરૂ કર્યું. તેણે અલગ અલગ સમયે અડધા કલાકથી વધુ સમય સુધી ફટકો માર્યો. મને મારા શરીરના દરેક ભાગમાં ઈજા થઈ છે. દીકરીને ઉપાડવા માટે કોઈ નથી, મુશ્કેલીથી દીકરીને સ્કૂટર પર હોસ્પિટલ લઈ પહોંચાડવામાં આવી. હોસ્પિટલમાં પણ સારી સારવાર ન મળી. એક મહિલા પોલીસ આવી હતી અને બધા કાગળ લઈને ચાલ્યા ગયા.

Live 247 Media

disabled