અમદાવાદમાં મામા અને ભાણી એક જ રૂમમાં કપડાં વગર...... મામીને મળી એવી એવી વસ્તુઓ કે આખરે જવું પડ્યું પોલીસ સ્ટેશનમાં - Chel Chabilo Gujrati

અમદાવાદમાં મામા અને ભાણી એક જ રૂમમાં કપડાં વગર…… મામીને મળી એવી એવી વસ્તુઓ કે આખરે જવું પડ્યું પોલીસ સ્ટેશનમાં

મામો નીકળ્યો હલકટ, ભાણી સાથે કપડાં વગર સુઈ ગયો હતો – એવું કારણ આપ્યું કે બોલશો આને જલ્દી ફાંસી આપો

ગુજરાતમાંથી એવા એવા કિસ્સા સામે આવતા હોય છે, જેમાં પતિ અથવા પત્નીના લગ્ન બાદ કોઇ અન્ય સાથે સંબંધ ચાલતા હોવાની ખબર આવતી હોય છે અને આવા સંબંધો કાંતો હત્યાના માર્ગે જતા હોય છે કાંતો પોલિસ સ્ટેશનમાં જતા હોય છે. હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ખરેખર સંબંધોને શર્મશાર કરતો કિસ્સો છે. આ કિસ્સો મામા-ભાણીના સંબંધ પર કલંક સમાન છે. આ કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે.

એક પરિણિતાએ પતિ સામે મારઝૂડ અને દહેજની માંગણી કરતી ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે તેની ભાણી વારંવાર તે લોકોના બેડરૂમમાં આવી જતી હતી અને પત્ની ન હોય તે તેના મામા સાથે સૂઇ જતી હતી. રૂમમાંથી ભાણીના અંડરગારમેન્ટ્સ પણ મળી આવતા હતા. અને આ જોઇ પરિણિતા ઘણી જ હેરાન રહી ગઇ હતી. પત્નીએ આ બાબતે વાંધો ઉઠાવ્યો તો તેના પતિએ તેની સથે મારઝૂડ કરી અને તેને અને તેના દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો.

અમદાવાદના સેટેલાઇટમાં હાલ પરિણિતા તેના માતા-પિતા સાથે રહે છે અને તે 45 વર્ષની છે. તેને એક દીકરો પણ છે. પરિણિતાના લગ્ન 2003માં વડોદરાના યુવક સાથે થયા હતા અને 2005માં એક દીકરાને તેણે જન્મ આપ્યો હતો. લગ્નના થોડા મહિના સુધી તો તેના પતિએ તેને સારી રીતે રાખી પરંતુ તેે બાદ તેની પાસે હનિમુન પર ખર્ચ થયેલ 5 લાખ રૂપિયા પિયરમાંથી લઇ આવવા કહ્યુ. પૈસા ન આપવા પર તેની સાથે ઝઘડો કરતો અને પરિણિતાના જેઠ તેના પતિની ગેરહાજરીમાં ગંદી નજરે જોતા અને તે શું કરે તેના પર નજર રાખતા હતા. આ બધી બાબતોથી કંટાળી આખરે પરિણિતાએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પરિણિતાના જેઠ-જેઠાણી તેમજ નણંદ-નણંદોઇ અને ભાણી તેને ઘરકામ બાબતે પણ ઘણુ હેરાન કરતા હતા. પરિણિતા તેના પિયરમાં હોય ત્યારે ભાણી તેના રૂમમાં જઇ પૈસા, ઘરેણા કાઢી લેતી અને આ વાત પરિણિતા તેના પતિને કરે તો તેનો પતિ તેની સાથે મારઝૂડ કરતો. પરિણિતા તેના પિયરમાંથી પરત ફરી ત્યારે ભાણીના અંડરગાર્મેન્ટ્સ તેના બેડરૂમમાં મળી આવ્યા હતા અને આ વિશે તેણે તેના પતિને પૂછ્યુ તો તેના પતિએ એવું કહ્યુ હતુ કે, ACનું બિલ ઓછું આવે એટલે અમે સાથે જ સૂઈ જતાં. ભાણી તેની મામીને કહેતી કે મુન્ના (મામા)ને તારી કયાં જરૂર છે, એના માટે તો હું છું ને.

આ ઉપરાંત, નવરાત્રિમાં ભાણી મામા સામે બ્લાઉઝ અને ચણિયામાં આવીને પૂછતી, મુન્ના, હું કેવી લાગું છું અને મામીની હાજરીમાં જ ટૂંકાં વસ્ત્રો પહેરીને મામા સામે આવતી અને માસિક ધર્મની પણ જાણ કરતી હતી. પરિણિતા જયારે તેની ભાણી સામે અવાજ ઉઠાવતી તો તેનો પતિ તેની સાથે ગાળાગાળી કરતો અને મારઝૂડ પણ કરતો. 3 જાન્યુઆરી 2020ના રોજ પતિએ તેની પત્ની અને દીકરા બંનેને મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. ત્યારથી પરિણિતા પિયર રહે છે. પરિણિતાએ તેના પતિ, જેઠ-જેઠાણી, નણંદ-નણદોઈ તથા ભાણી સામે શારીરિ-માનસિક ત્રાસ, દહેજની માગણીની ફરિયાદ નોંધાવી છે.

Uma Thakor

disabled