આખરે કોણે કરી મહીસાગર જિલ્લાની 19 વર્ષની બાળકીની હત્યા ? ઉર્સના મેળામાં ગઈ હતી અને મહીસાગર નદીમાંથી કોથળામાં સીલ કરેલી લાશ મળી... - Chel Chabilo Gujrati

આખરે કોણે કરી મહીસાગર જિલ્લાની 19 વર્ષની બાળકીની હત્યા ? ઉર્સના મેળામાં ગઈ હતી અને મહીસાગર નદીમાંથી કોથળામાં સીલ કરેલી લાશ મળી…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવી ગયા છે. જેમાં ઘણીવાર કોઈની અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે. તો ઘણીવાર પૈસાની લેતી દેતીમાં હત્યા કરી દે છે તો કોઈ બહેન દીકરી કે મહિલા સાથે દુષ્કર્મ આચાર્ય બાદ તેમની હત્યા કરી દેતા હોય છે.

ત્યારે હાલ ગુજરાતના મહીસાગર જિલ્લામાંથી જે મામલો સામે આવ્યો છે તે ખરેખર રૂંવાડા ઉભા કરી દેનારો છે. મહીસાગર જિલ્લાના કારંટા ગામની અંદર ગત 18 માર્ચના રોજ ઉર્સનો મેળો ભરાયો હતો. આ મેળાની અંદર ધોરણ 12ની પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થી વરસાદ અને વાવાઝોડા દરમિયાન અચાનક ગુમ થઇ ગઈ હતી. ત્યારે હાલ તેની લાશ કોથળામાં પેક કરેલી હાલતમાં મળી આવતા ચકચારી મચી ગઈ છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસારખાનપુર ગામની રહેવાસી અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના બે પેપર આપી ચુકેલી 19 વર્ષીય ચંદ્રિકા વિનોદભાઈ પરમાર દર વર્ષે કારંટા ગામમાં યોજાતા ઉર્ષના મેળામાં પરિવારના 10 લોકો સાથે ગઈ હતી. આ દરમિયાન જ મેળામાં ભારે વાવાઝોડું અને વરસાદ આવી ચડ્યો હતો અને લાઇટો પણ ચાલી ગઈ હતી. જેના કારણે લોકોની દોડધામ પણ વધી ગઈ હતી.

આ બધા વચ્ચે જ્યારે માહોલ થોડો શાંત થયો ત્યારે પરિવારના સદસ્યો ભેગા થાય, પરંતુ ચંદ્રિકાનો કોઈ પત્તો લાગ્યો નહોતો. મોડા સુધી તેને શોધતા કોઈ ભાળ ના મળ્યા બાદ પરિવારે ખાનપુર પોલીસમાં ચંદ્રિકાના ગુમ થવાની અરજી આપી હતી. આ મામલે પોલીસે પણ ગંભીરતા દાખવી અને આસપાસના જિલ્લાના પોલીસ મથકોમાં ચંદ્રિકાની તસવીર મોકલી આપી હતી. પરંતુ બે દિવસ સુધી તેનો કોઈ પત્તો ના લાગ્યો.

આ દરમિયાન જ ગત 21 માર્ચના રોજ સાંજના સમયે ખાનપુર પોલીસને કારંટા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી કોથળામાં સીલ કરેલી એક લાશ મળી આવી. જેના બાદ ચંદ્રિકાના પરિવારને આ મામલે જાણ કરવામાં આવતા પરિવારે આ લાશ ચંદ્રિકાની હોવાની ઓળખ કરી હતી. આ ઘટનાને લઈને સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારે હવે આ મામલે પોલીસ તપાસમાં લાગી છે કે ચંદ્રિકા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કે કેમ ? અને શા કારણે તેની હત્યા કરવામાં આવી.

Uma Thakor

disabled