સીધા અને વ્યસન વગરના છોકરાઓને ઘણી છોકરીઓ બાયલા સમજે છેઃ મહેશ સવાણી - Chel Chabilo Gujrati

સીધા અને વ્યસન વગરના છોકરાઓને ઘણી છોકરીઓ બાયલા સમજે છેઃ મહેશ સવાણી

૧૨ ફેબ્રુઆરીએ સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની છડેચોકે હત્યા કરી દેવામાં આવી, હવે આ કેસ હત્યા બાદ સમગ્ર રાજ્યમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેવામાં જાણીતા બિઝનેસમેન મહેશ સવાણીએ પણ આ ઘટના અંગે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. મહેશભાઈએ તેમના FB પેજ પર આકરા શબ્દોમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

તેમણે કહ્યું છે કે, આજે સીધા-સાદા, વ્યસન વગરના, જરૂરીયાત જેટલું બોલનારા તથા સમજી વિચારીને ખર્ચ કરનારા છોકરાઓને ઘણી છોકરીઓ બાયલા સમજે છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, શહેરોમાં સ્પા, સ્મોકિં ઝોનમાં કેવા ગોરખધંધા ચાલે છે તે બધાને ખબર છે. હવે કપલ બોક્સ આવ્યા. જો તેઓ પતિ-પત્ની છે તો શું ઘરે બેડરૂમ નથી? અને જો તેઓ પતિ-પત્ની નથી તો તેમને આવી સગવડ આપીને શુ કામ સમાજનું અધઃપતન કરો છો.

વધુમાં તેમણે લખ્યું છે કે, સીધા-સાદા, વ્યસન વગરના, જરૂર પુરતું બોલનારા, સમજી વિચારીને ખર્ચ કરનારા છોકરાઓને આજના સમયમાં બધે નહીં તો પણ ઘણી છોકરીઓ બાયલા સમજે છે. જ્યારે વ્યસનોના બંધાણી, બેફામ ખર્ચ કરીને રૂપિયા ઉડાવી દેનારા, ખોટો દેખાડો કરનારા, હીરોગીરી કરતા, ટપોરી ટાઈપના છોકરાઓ ઘણી છોકરીઓના આદર્શ છે. સોશિયલ મીડિયામાં ચિત્ર-વિચિત્ર વિડીયો, ફોટાઓ જોઈને વડીલો મનમાં મૂંઝાઈ રહ્યા છે.

તેઓને કોઈ કહેવાની હિંમત કરતું નથી એટલે જ ઘણા છોકરાઓનો માનસ વિકૃત બની રહ્યા છે. તેઓ હિંસક અને આક્રમક બની રહ્યા છે. સમાજ કયા રસ્તે જઈ રહ્યો છે? બધાને ખબર છે પરંતુ કોઈ બોલતું નથી. બોલે છે તો સામેવાળા સાંભળતા નથી. હવે વધારે વાર નથી. ઘણા ઓછા ટાઈમમાં આપણી આજુબાજુ એવી ઘટનાઓ જોઈશું જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય, તેમ તેમણે લખ્યું હતું.

તેમણે આગળ લખ્યું હતું કે, વડીલો, શિક્ષકો, બુદ્ધિજીવીઓ, સમાજ સુધારકો ભિષ્મ પિતામહની જેમ ખુલ્લી આંખે સમાજનું વસ્ત્રાહરણ જોઈ રહ્યા છે, તો વળી કોઈએ આંખો બંધ કરી લીધી છે. સૌ લાચાર છે કારણ કે તેઓ શિખામણ આપવા જાય છે તો તેમને જુની પેઢીના, ગમાર, અભણનું લેબલ લાગી જાય છે. અપમાન કરીને હડધૂત કરવામાં આવે છે. બધાને 100 ટકા સમજાશે પણ ત્યાં સુધીમાં ખુબ મોડું થઈ ગયું હશે. પાછું વળવું શક્ય હશે કારણ કે સમય પાસે રિવર્સ ગેર નથી. અત્યારથી જ સમજી જાવ તો સારું છે બાકી આવનારો સમય એવી થપ્પડ મારશે કે તમ્મર આવી જશે.

admins

disabled