જીવનમાં આવેલા દુઃખોને દૂર કરવા માંગતા હોય તો સવારે નાહીને, કંઈજ બોલ્યા વગર, કરો આ મંત્રનો જાપ, બધા જ દુઃખો થઈ જશે દૂર !!! - Chel Chabilo Gujrati

જીવનમાં આવેલા દુઃખોને દૂર કરવા માંગતા હોય તો સવારે નાહીને, કંઈજ બોલ્યા વગર, કરો આ મંત્રનો જાપ, બધા જ દુઃખો થઈ જશે દૂર !!!

ભગવાન ભોલેનાથ ખૂબ જ ભોળા છે. તેમના પાસે તમે જે પણ સાચા દિલથી માંગો એ આપી દે છે. તેમને બધા જ દેવોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન શિવ ભક્તોના બંધ જ દુઃખોને દૂર કરે છે, અને જયારે તેઓ ક્રોધિત થાય છે ત્યારે સર્વનાશ કરી નાખે છે. આજે અહીં શિવજીના એવા મંત્ર વિશે જાણીશું કે એના જાપ રોજ સ્નાન કર્યા પછી કરવા જોઈએ. એનાથી ભોલેનાથ આપણા બધા જ કષ્ટો દૂર કરે છે.

આજે જે મંત્ર વિશે જાણીશું એ મંત્રના જણાવ્યા અનુસાર જાપ કરશો તો બધી જ મનોકામનાઓ પૂરી થઇ જશે, તમારા પરિવારમાં કોઈ પણ બીમારી નહીં આવે. જે મંત્રની વાત કરી રહયા છીએ એ મંત્ર છે નીચે જણાવ્યો છે અને તેનો ઉપાય પણ જણાવવામાં આવ્યો છે:

મંત્ર – “ૐ त्रयम्बकं यजामहे, सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षिय मामृतात्।”

રોજ સવારે ઉઠીને સ્નાન કરીને ભગવાન શિવને ચઢાવવા માટે ફળ ફૂલ વગેરે લઈને કશું પણ બોલ્યા વિના, શિવ મંદિરમાં જઈને શિવજી સામે આસન લાગાવીને બેસો અને આ ચમત્કારી મંત્રનો જાપ કરો.
સ્નાન કર્યા પછી પશ્ચિમ દિશા તરફ મોઢું કરીને આ મંત્રના જાપ કરવાથી તમને નીચે જણાવવામાં આવેલા ફળ પ્રાપ્ત થશે.

  • આ મંત્રના જાપથી કુંડલીના દોષો દૂર થાય છે, જેમ કે માંગલિક દોષ, નાડી દોષ, કાલસર્પ દોષ, ખરાબ નજરનો દોષ, યોગ, દુઃસ્વપ્ન, પરિણીત જીવનની સમસ્યાઓ વગેરે દૂર થાય છે.
  • આ મંત્ર જીવન પ્રદાન કરે છે. અકાળ મૃત્યુનો ડર દૂર થાય છે, ઉમર વધે છે. અસાધ્ય રોગોથી મુક્તિ મળે છે.
  • ધન-દોલત મળે છે અને જીવન વૈભવી રીતે વીતે છે. સમાજમાં સન્માન વધે છે. નિઃસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે. જો ધનનો વ્યય વધુ થાય છે, તો પણ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
Uma Thakor

disabled