લુણાવાડામાં શાળાએ જવા નીકળેલી જુવાનજોધ શિક્ષિકાને ટ્રક ડ્રાઈવરે રોડ ઉપર જ રહેંસી નાખી, આશાસ્પદ દીકરીના મોતથી પરિવારમાં માતમ - Chel Chabilo Gujrati

લુણાવાડામાં શાળાએ જવા નીકળેલી જુવાનજોધ શિક્ષિકાને ટ્રક ડ્રાઈવરે રોડ ઉપર જ રહેંસી નાખી, આશાસ્પદ દીકરીના મોતથી પરિવારમાં માતમ

સ્પીડ બ્રેકર વિનાના માર્ગ પર ટ્રકની અડફેટે આશાસ્પદ યુવતીનું મોત થતાં ચક્કાજામ.. શાળાએ જવા નીકળેલી જુવાનજોધ શિક્ષિકાને ટ્રક ડ્રાઈવરે..

છેલ્લા ઘણા સમયથી રોડ અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી છે, જેમાં ઘણા માસુમ લોકોના મોત પણ નિપજ્યા છે, ઘણીવાર કોઈની બેદરકારીનો ભોગ કોઈ માસુમ બની જાય છે, હાલ એવા જે એક અકસ્માતની ઘટના લુણાવાડામાંથી સામે આવી છે, જ્યાં એક 23 વર્ષની આશાસ્પદ શિક્ષિકાનું ટ્રકની અડફેટે મોત નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવડાની હેલહેમ્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી 23 વર્ષની યુવતી હરિરાજકુંવર અજીતસિંહ સોલંકી વહેલી સવારે શાળાએ જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન જ ગોધરાથી નીકળી અને મોડાસા તરફ પુરપાટ ઝડપે જઈ રહેલી ટ્રકે તેમને અડફેટમાં લીધા હતા.  અકસ્માત થતા જ ટ્રક ચાલાક નાસી છૂટ્યો હતો.

આ ગોજારા અકસ્માતમાં શિક્ષિકા હરિરાજકુંવરનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ ઘટના સ્થળે લોકો પણ એકઠા થઇ ગયા હતા. ત્યારે સ્થાનિક લોકોએ એમ પણ જણાવ્યું હતું કે લુણાવાડા નગરના રોડ ઉપર સ્પીડ બ્રેકર ના હોવાના કારણે વારંવાર આ રીતે અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેના કારણે લોકોએ ત્યાં ચક્કાજામ પણ કર્યું હતું.

સ્થાનિક લોકોના રોષ જોતા જ સ્થાનિક ધારાસભ્ય પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ચાલાકને  લુણાવાડા પોલીસે તજવીજ હાથધરી હતી અને ટ્રકની નંબર પ્લેટના આધારે ઓળખ કરી ને રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યા બાદ ટ્રકને રાજસ્થાન ચીત્તોડગઢથી ઝડપી લેવામાં આવ્યો હતો. જેના બાદ તેને લુણાવાડા લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Uma Thakor

disabled